અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ 23 ફેબ્રુઆરીથી શરૂ થતા નવા સપ્તાહ દરમિયાન નવ IPO જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલવાના છે, અને 4 નવી કંપનીઓ તેમના શેર્સના લિસ્ટિંગ માટેની લાઇનમાં છે. નવ કંપનીઓ IPO દ્વારા રૂ. 4,4૦5 કરોડ એકત્ર કરવા જઈ રહી છે, જેમાં મેઇનબોર્ડ આઇપીઓ દ્વારા રૂ. 4,173 કરોડનું ભંડોળ એકત્ર કરવાનો સમાવેશ થાય છે. 23 ફેબ્રુઆરીએ કુલ 5 IPO સબ્સ્ક્રિપ્શન માટે ખૂલી રહ્યા છે. જેમાં મેઇનબોર્ડ ખાતે ક્લીન મેક્સ એન્વાયરો એનર્જી સોલ્યુશન્સ અને શ્રી રામ ટ્વિસ્ટેક્સનો સમાવેશ થાય છે. મેઈનબોર્ડ સેગમેન્ટમાંથી ફર્ટિલિટી સર્વિસ પ્રોવાઈડર ગૌડિયમ IVF & વિમેન હેલ્થ અને SME સેક્શનમાંથી ડેકોરેટિવ લેમિનેટ્સ અને પ્લાયવુડ ઉત્પાદક મનીલમ ઇન્ડસ્ટ્રીઝ ઈન્ડિયા અનુક્રમે 24 ફેબ્રુઆરીએ બંધ થઇ રહ્યા છે.

ક્લીન મેક્સ એન્વાયરો એનર્જી સોલ્યુશન્સઃ રૂ. 1,૦૦૦-1,૦53ની પ્રાઇસબેન્ડ સાથે રૂ. 3,1૦૦ કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે. આ IPO રૂ. 1,200 કરોડના મૂલ્યના શેરના નવા ઇશ્યૂ અને પ્રમોટર્સ અને રોકાણકારો દ્વારા અને રૂ. 1,900 કરોડના શેરના ઓફર-ફોર-સેલનું સંયોજન છે. કંપનીએ એન્કર બુક દ્વારા રૂ. 921 કરોડ એકત્ર કર્યા છે.

શ્રી રામ ટ્વિસ્ટેક્સઃ 1.06 કરોડ ઇક્વિટી શેરના જાહેર ઇશ્યૂ દ્વારા રૂ. 110.24 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે. IPO, જેમાં સંપૂર્ણપણે તાજા ઇશ્યૂનો સમાવેશ થાય છે, તેની પ્રાઇસબેન્ડ રૂ. 95-104 છે.

PNGS રેવા ડાયમંડ જ્વેલરીઃ મેઇનબોર્ડ IPO છે જેનું કદ રૂ. 38૦ કરોડ છે, અને પ્રાઇસબેન્ડ રૂ. 367-386 છે. ઇશ્યૂ તા. 24 ફેબ્રુઆરીના રોજ ખૂલી રહ્યો છે.

ઓમ્નિટેક એન્જિનિયરિંગઃ ગુજરાત સ્થિત ઓમ્નિટેક એન્જિનિયરિંગે રૂ. 216-227ની પ્રાઇસબેન્ડ સાથે રૂ. 583 કરોડ એકત્ર કરવાના ઉદ્દેશ્ય સાથે IPO લોન્ચ કર્યો છે. જેમાં રૂ. 418 કરોડના મૂલ્યના શેરનો નવો ઇશ્યૂ અને પ્રમોટર દ્વારા રૂ. 165 કરોડના શેરનો ઓફર-ફોર-સેલનો સમાવેશ થાય છે. ઇશ્યૂ તા. 25 ફેબ્રુઆરીએ ખૂલી રહ્યો છે.

SME સેગ્મેન્ટમાંથી 5 IPOની થશે એન્ટ્રી

આ સપ્તાહે 5 SME કંપનીઓ આઇપીઓ દ્વારા દ્વારા કુલ ભંડોળ એકત્ર કરવામાં લગભગ રૂ. 232 કરોડ કરવાની દરખાસ્ત ધરાવે છે. એસએમઇ પ્લેટફોર્મ ખાતેથી 3 IPO – મોબિલાઇઝ એપ લેબ, કિયાસા રિટેલ અને એકોર્ડ ટ્રાન્સફોર્મર અને સ્વિચગિયર  23 ફેબ્રુઆરીએ ખુલશે.

કિયાસા રિટેલ રૂ. 121-127ની પ્રાઇસબેન્ડ સાથે 54.9 લાખ શેરના IPO દ્વારા રૂ. 69.72 કરોડ એકત્ર કરવાનો ઇરાદો ધરાવે છે.

મોબિલાઇઝ એપ લેબઃ રૂ. 75-8૦ની પ્રાઇસબેન્ડ સાથે રૂ. 2૦.1 કરોડ એકત્ર કરવા જઇ રહી છે

એકોર્ડ ટ્રાન્સફોર્મરઃ રૂ. 43-46ની પ્રાઇસબેન્ડ સાથે 55.62 લાખ શેરના નવા ઇશ્યૂ દ્વારા રૂ. 25.59 કરોડનું ભંડોળ એકત્ર કરી રહી છે.

યાપ ડિજિટલઃ 55.25 લાખ શેરની ઓફર દ્વારા રૂ. 80.11 કરોડ એકત્ર કરી રહી છે. સંપૂર્ણપણે નવા ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ રૂ. 138-145 પ્રતિ શેર છે. ઇશ્યૂ તા. 25 ફેબ્રુઆરીના રોજ ખૂલી રહ્યો છે.

સ્ટ્રાઇડર્સ ઇમ્પેક્સઃ 26 ​​ફેબ્રુઆરીએ ખુલનાર IPO હશે. SME કંપની 5૦.4 લાખ શેરના IPO દ્વારા રૂ. 36.29 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે જેમાં 45.31 લાખ શેરનો નવો ઇશ્યૂ અને પ્રમોટર્સ દ્વારા 5.૦8 લાખ શેરનો ઓફર-ફોર-સેલનો સમાવેશ થાય છે. પ્રાઇસ બેન્ડ રૂ. 71-72 પ્રતિ શેર છે.

આ સપ્તાહમાં ચાર કંપનીઓ આવશે લિસ્ટિંગ માટે

લિસ્ટિંગ મોરચે, આ સપ્તાહમાં 4 કંપનીઓ શેરબજારમાં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ રહેશે, જેમાં એકમાત્ર મેઈનબોર્ડ લિસ્ટિંગ કંપની ગૌડિયમ IVFનો સમાવેશ થાય છે. ફ્રેક્ટલ ઇન્ડસ્ટ્રીઝ અને યશ્તેજ ઇન્ડસ્ટ્રીઝ (ઇન્ડિયા) અનુક્રમે 24 ફેબ્રુઆરી અને 25 ફેબ્રુઆરીએ BSE SME પર પોતાનું ડેબ્યૂ કરશે. વધુમાં, ગૌડિયમ IVF અને મણિલમ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા બંનેમાં ટ્રેડિંગ 27 ફેબ્રુઆરીથી શરૂ થશે. ગૌડિયમ IVF IPO શેર ગ્રે માર્કેટમાં 10 ટકાથી વધુ પ્રીમિયમ પર ટ્રેડ થયા હતા, જ્યારે અન્ય ત્રણ SME કંપનીઓને મંદ પ્રતિસાદ મળી રહ્યો હોવાનું પ્રાઇમરી માર્કેટના નિરીક્ષકોએ જણાવ્યું હતું.