મુંબઈ, 26 નવેમ્બર, 2024: HDFC MUTUAL FUND ના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે એચડીએફસી નિફ્ટી ઈન્ડિયા ડિજિટલ ઇન્ડેક્સ ફંડના લોન્ચની જાહેરાત કરી છે જે નિફ્ટી ઈન્ડિયા ડિજિટલ ઇન્ડેક્સને ટ્રેક કરવાનો ઉદ્દેશ્ય ધરાવતું પેસિવલી મેનેજ્ડ ફંડ છે. ન્યૂ ફંડ ઓફરિંગ (એનએફઓ) 22 નવેમ્બર, 2024ના રોજ ખૂલશે અને 6 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે.ભારતની સ્થાનિક ઇ-કોમર્સ, ફિનટેક કંપનીઓ વગેરે તથા નિકાસ આધારિત આઈટી સર્વિસીઝ કંપનીઓ બંનેમાં એક્સપોઝર મેળવીને ભારતની ટ્રિલિયન ડોલર ડિજિટલ તકોનો લાભ લેવા માંગતા હોય.

HDFC નિફ્ટી ઈન્ડિયા ડિજિટલ ઇન્ડેક્સ ફંડ રોકાણકારોને સોફ્ટવેર, ટેલિકોમ, ઇ-કોમર્સ, ફિનટેક વગેરે સહિતના લાયક સેક્ટર્સના 30 સ્ટોક્સના પોર્ટફોલિયો થકી ભારતના ડિજિટલ પરિવર્તનમાં વ્યાપક એક્સપોઝર પૂરું પાડે છે. ડિજિટલ થીમને ડાયવર્સિફાઇડ એક્સપોઝર પૂરું પાડવા માટે સેક્ટરનું વેઇટેજ પ્રત્યેકમાં 50 ટકા અને વ્યક્તિગત સ્ટોકનું વેઇટેજ પ્રત્યેકમાં 7.5 ટકા રાખવામાં આવ્યું છે.સેક્ટોરલ પ્રકૃતિની હોવાથી આ સ્કીમમાં કોન્સન્ટ્રેશન અને સેક્ટર સંબંધિત જોખમોના લીધે ડાયવર્સિફાઇડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સના કરતાં વધુ ઊંચું જોખમ રહેલું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)