અમદાવાદ, 14 ફેબ્રુઆરીઃ રાશી પેરિફેરલ્સનો આઈપીઓ 7.72 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થયો છે. રાશી પેરિફેરલ્સ લિ.એ રૂ. 311ની ઈશ્યૂ પ્રાઈસ સામે 7.72 ટકા પ્રીમિયમે રૂ. 335 સ્તરે લિસ્ટિંગ કરાવ્યું છે. બાદમાં વધી રૂ. 342.50ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. નીચામાં રૂ. 320.05 થયો હતો. 11.48 વાગ્યે 5.63 ટકા પ્રીમિયમે 328.50ના સ્તરે કારોબાર થઈ રહ્યો હતો.

રાશી પેરિફેરલ્સે રૂ. 311ના ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 600 કરોડનો આઈપીઓ યોજ્યો હતો. જેના ગ્રે પ્રીમિયમ રૂ. 40 હતાં. જેના આધારે લિસ્ટિંગ 13 ટકા પ્રીમિયમે થવાની અપેક્ષા હતી. માર્કેટ નિષ્ણાતોએ આઈપીઓમાં એલોટેડ શેર્સમાંથી 50 ટકા હિસ્સા પર પ્રોફિટ બુક કરવા સલાહ આપી છે.

રાશી પેરિફેરલ્સનો આઈપીઓ ઈશ્યૂ કુલ 62.95 ગણો સબ્સ્ક્રાઈબ થયો હતો. ક્યુઆઈબીએ સૌથી વધુ 151.45 ગણી અરજી કરી હતી. એનઆઈઆઈ 66.15 ગણો અને રિટેલ 11.01 ગણો ભરાયો હતો. ક્યુઆઈબીમાં અનેકગણુ સબ્સ્ક્રિપ્શન કંપનીના બિઝનેસ મોડલ પર તેનો વિશ્વાસ દર્શાવે છે. કંપનીનું કુલ દેવુ રૂ. 1395.20 કરોડ (30 સપ્ટેમ્બર-23) છે. કંપનીની આવક ગત નાણાકીય વર્ષમાં 1.58 ટકા વધી હતી. જ્યારે નફો 32.42 ટકા ઘટ્યો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)