અમદાવાદ, 14 ફેબ્રુઆરીઃ કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્કના રૂ. 523 કરોડના આઈપીઓનું આજે 7.05 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યું છે. બીએસઈ ખાતે રૂ. 468ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 435ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ શેર ઘટી રૂ. 421.10ના લેવલે પહોંચ્યો હતો. 10.30થી બાદ વધી 462.95ના સર્વોચ્ચ સ્તર નોંધાવ્યું હતું.

કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્કના આઈપીઓ માટે ગ્રે માર્કેટમાં કોઈ પ્રીમિયમ બોલાઈ રહ્યા ન હતા. 11.09 વાગ્યે 3.57 ટકા ડિસ્કાઉન્ટે રૂ. 451.30ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સાથે માર્કેટ કેપ 2032.09 કરોડે પહોંચી હતી. કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્કે 7થી 14 ફેબ્રુઆરી દરમિયાન રૂ. 445-468ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 523.07 કરોડનું ફંડ એકત્રિત કર્યું હતું.

કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્ક 2015માં પ્રથમ નોન-એનબીએફસી માઈક્રોફાઈનાન્સ કંપની તરીકે માન્યતા પ્રાપ્ત કરી હતી. કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્ક 4 લાખથી 50 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા મધ્યમવર્ગીય ગ્રાહકોને સેવાઓ પ્રદાન કરે છે. કંપની છેલ્લા 3 નાણાકીય વર્ષથી નફાકારકતા અને આવકોમાં વધારો નોંધાવ્યો છે.

કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્કનો આઈપીઓ કુલ 4.17 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 6.86 ગણો, એનઆઈઆઈ 4.23 ગણો અને રિટેલ 2.60 ગણો સબ્સ્ક્રાઈબ થયો હતો.

Capital Small Finance Bankના શેર વિશે સ્ટોક્સબોક્સના રિસર્ચ એનાલિસ્ટ શ્રૈયાંશ શાહે જણાવ્યું હતું કે, આઈપીઓએ 4 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે સ્થિર વલણ દર્શાવ્યું છે. ગ્રોસ એનપીએ, ક્રેડિટ એસેસમેન્ટ, અને અસરકારક કલેક્શન તથા રિસ્ક મેનેજમેન્ટ મજબૂત હોવાની સાથે કંપની મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવે છે. રોકાણકારોને લાંબા ગાળાના દ્રષ્ટિકોણ સાથે શેર હોલ્ડ કરવા સૂચન છે. સ્મોલ ફાઈનાન્સ બેન્ક હાલ ઉત્તર પ્રદેશમાં કાર્યરત છે. જે આગામી વર્ષોમાં દેશભરમાં પોતાના બ્રાન્ચ નેટવર્ક વિસ્તરિત કરવાની યોજના ધરાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)