વડોદરા, તા. 6 મે, 2026: ભારતના પારંપારિક નાસ્તા અને નમકીનમાં સૌથી જૂનુ અને જાણીતુ નામ જગદીશ ફરસાણે ગ્રાહકોની બદલાતી પસંદગી સાથે લેગસી ફૂડ બ્રાન્ડ્સને વિકસિત કરવાનો સંકેત આપ્યો છે. વડોદરામાં આઠ દાયકાથી પણ વધુ સમયથી પ્રચલિત જગદીશ ફરસાણે નાસ્તાના પોર્ટફોલિયોમાં તેના અપકમિંગ લોન્ચ 80 ગ્રામનું ગ્રેબ એન્ડ ગો પેક સાથે ભારતની પ્રથમ એવોકાડો ઓઈલથી બનેલી સેવની વિવિધ રેન્જ રજૂ કરી છે.

500 પ્રોડક્ટ્સ/SKUsના વ્યાપક પોર્ટફોલિયો તેમજ વિવિધ બજારોમાં હાજરી ધરાવતી બ્રાન્ડનું નવીનતમ લોન્ચ સ્વાદ અને પરિચિતતાથી દૂર ગયા વિના વધુ સભાન સામગ્રી અને આધુનિક વપરાશની આદતો તરફ પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે.

ઈ-કોમર્સ, રિટેલ અને ક્વિક કોમર્સ ચેનલો દ્વારા વિતરિત નવી રજૂ કરાયેલી એવોકાડો ઓઇલ સેવ રેન્જ ચાર પ્રકારમાં ઉપલબ્ધ છે, જે “તમારા માટે વધુ સારા” સ્વાદિષ્ટ નાસ્તા  માટે વધતી જતી ગ્રાહક પસંદગીને આવરી લે છે.

આ અંગે જગદીશ ફરસાણના મેનેજિંગ ડિરેક્ટર આકાશ કંદોઈએ જણાવ્યું હતું કે, “ગ્રાહક આજે સ્વાદ અને સારી સામગ્રી વચ્ચે પસંદગી કરતો નથી, પરંતુ બંનેની પસંદગી કરે છે. અમારા જેવી આઠ દાયકાથી કામ કરતી બ્રાન્ડ માટે આ તકને ઝડપી લેતાં તેને અર્થપૂર્ણ રીતે વિકસાવવામાં આવી છે. એવોકાડો ઓઈલ સેવ સાથે અમે એક એવી પ્રોડક્ટ લઈ આવ્યા છીએ, જેને લોકો પ્રેમ કરે છે. અને તેના અત્યંત ખાસ તત્વ એવોકાડોના ઓઈલ વિશે પુનઃવિચાર કરે છે. તદુપરાંત અમારા નવા પેક ફોર્મેટ ગ્રાહકોની વપરાશની બદલાતી જતી રીતને અનુરૂપ છે. આ અમારા માટે પરંપરાથી વિચલન નથી, પરંતુ તેની સાથે વધુ સુસંગત અભિવ્યક્તિ છે.”

આ સામગ્રીમાં ઈનોવેશન સાથે જગદીશ ફરસાણ તેની પ્રોડક્ટનો કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે, તેની પુનઃકલ્પના કરી રહી છે. આગામી ટૂંકસમયમાં બ્રાન્ડ તેની નમકીન રેન્જમાં 80 ગ્રામનું પેક રજૂ કરવા જઈ રહ્યા છે. જે નિયંત્રિત ભાગ, ઓન-ધ-ગો નાસ્તાની વધતી જતી માગને પૂરી કરશે. તે ખાસ કરીને વ્યસ્ત, મોબાઈલ લાઈફસ્ટાઈલમાં રચ્યા પચ્યા રહેતાં શહેરી ગ્રાહકોને ટાર્ગેટ કરશે. આ નાના પેક બે  કન્વર્જિંગ વલણોને સંબોધે છે. એક પોર્શન-કંટ્રોલ નાસ્તો અને ઝડપી ખરીદી માટે વધતી પસંદગી. અને બીજુ ઉચ્ચ ખરીદીની ક્ષમતા વધારવા તેમજ બ્રાન્ડ માટે વ્યાપકપણે ગ્રાહક આધાર વિસ્તરિત કરવો.

એવોકાડો ઓઈલ સેવની રેન્જ સમગ્ર ભારતમાં ઉપલબ્ધ છે. જે ફૂડ સ્ક્વેર જેવા આધુનિક વેપાર માધ્યમ માટે વ્હાઈટ લેબલ્ડ પણ થઈ છે.

ડ્યુઅલ લોન્ચ એક મોટી વ્યૂહરચના પર ભાર મૂકે છે – જ્યાં પરંપરા અને પરિવર્તન વિરોધાભાસી નથી, પરંતુ પૂરક છે. વિશ્વસનીય વાનગીઓ, વિકસિત સામગ્રીની પસંદગીઓ અને વધુ સુલભ ફોર્મેટને એકજૂટ કરી જગદીશ ફરસાણ નાસ્તાના ગ્રાહકોની નવી પેઢીમાં પોતાનું સ્થાન જમાવી રહ્યા છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)