નવા ફન્ડની ઓફર 16 જાન્યુઆરીએ ખુલશે અને 29 જાન્યુઆરીએ બંધ થશે

મુંબઈ તા.20  જાન્યુઆરી : SBI મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા SBI નિફટી 50 ઈક્વલ વેઇટ ઇન્ડેક્સ ફંડનો પ્રારંભ કરવામાં આવ્યો છે,  આ નિફટી 50 ઈક્વલ વેઇટ ઇન્ડેક્સનું અનુકરણ કરતી ન્યુ ફન્ડ ઓફર ( એનએફઓ ) છે અને તે 16 જાન્યુઆરી થી 29 જાન્યુઆરી 2024 સુધી ખુલ્લી રહેંશે .  SBI ફન્ડ્સ મેનેજમેન્ટ લિમિટેડના એમડી અને સીઈઓ શમશેર સિંહે કહ્યું કે ફંડ સ્માર્ટ બીટા વ્યૂહ ધરાવે છે જેમાં તમામ શેર્સને સમાન તક આપવામાં આવે છે અને તેમાં કંપનીની માર્કેટ કેપનો આધાર ગૌણ બને છે. રોકાણકારો  નિફટી 50ના આધારે સંતુલિત અને વૈવિધ્ય ધરાવતા અને સારું વળતર અપાવતા આ ફંડમાં રોકાણનો વિકલ્પ અપનાવી શકે છે .

ફન્ડના ડેપ્યુટી એમડી અને સીઈઓ ડીપી સિંહે જણાવ્યું છે કે નિફટી 50 જેવા ઇન્ડેક્સમાં અમુક શેર્સ અથવા સેક્ટર સમગ્ર ઇન્ડેક્સની દિશા નક્કી કરતા હોય છે પરંતુ આ એનએફઓમાં શેર્સ અને સેક્ટર્સને સમાન વેઇટેજ આપવામાં આવ્યું હોવાથી રોકાણકારોને ઓછા ખર્ચે વૈવિધ્ય ધરાવતા શેર્સ અને સેક્ટર્સના લાભ ઉપલબ્ધ થશે.

આ સ્કીમમાં તેના કુલ અસ્ક્યામતોની મહત્તમ 100 ટકા અને લઘુતમ 95 ટકા ભંડોળનું રોકાણ નિફટી 50 ઈક્વલ વેઇટ ઇન્ડેક્સમાં કરશે,  5 ટકા સુધીનું રોકાણ ઇકવીટી ડેરિવેટિવ્ઝમાં અથવા 5 ટકા સુધીનું રોકાણ ગવર્નમેન્ટ સિક્યુરિટીઝમાં કરશે. જેમાં આરબીઆઇ દ્વારા સમયાંતરે  માન્યતા ધરાવતી વિવિધ સિક્યુરિટીઝનો સમાવેશ કરવામાં આવે છે તેવી સિક્યુરિટીઝમાં આ ફન્ડ રોકાણ કરશે. તેમાં ટ્રાઈપાર્ટી રેપો અને લિકવીડ મ્યુચ્યુઅલ ફન્ડનો પણ સમાવેશ થાય છે . એનએફઓમાં ઓછામાં ઓછી રૂ. 5000ની રકમ અરજી માટે આપવાની રહેશે અને તે પછી રૂપિયા1 ના ગુણાંક માં કરવાની રહેશે .

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતાઃ અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)