અમદાવાદ, 16 મેઃ LG ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા લિમિટેડ (LGE ઈન્ડિયા) એ 2026 હોમ એપ્લાયન્સીસ રેન્જ લોન્ચ કરી છે. 2026 ની રેન્જના વિસ્તારના ભાગરૂપે, LGE ઇન્ડિયાએ ઓક્ટોબર 2025 માં લોન્ચ કરાયેલી તેની કિફાયતી-પ્રીમિયમ ‘એસેન્શિયલ સિરીઝ’નો વ્યાપ વધાર્યો છે.

LGE ઇન્ડિયાએ પ્રીમિયમ કેટેગરીમાં પણ નવા ઉત્પાદનો રજૂ કર્યા છે. Q1-2026 થી એસેન્શિયલ સિરીઝની નિકાસ શરૂ કરી દીધી છે. એસેન્શિયલ સિરીઝની આ નિકાસ 2026 માં એશિયા, મિડલ ઈસ્ટ અને આફ્રિકાના 22 દેશો સુધી પહોંચે તેવી અપેક્ષા છે. નિકાસ કરવામાં આવતા ઉત્પાદનોમાં રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન્સ અને રેસિડેન્શિયલ એર કન્ડિશનર્સનો સમાવેશ થાય છે. LGE ઇન્ડિયા હવે નવી ક્ષમતાઓ અને ડિઝાઇન ઉમેરીને આ કિફાયતી-પ્રીમિયમ રેન્જનો વિસ્તાર કરી રહી છે. રેફ્રિજરેશનમાં, 300L થી ઓછી ક્ષમતાવાળા પોર્ટફોલિયોનો વિસ્તાર કરીને તેમાં 225L, 251L અને 276L ક્ષમતાના મોડલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એસેન્શિયલ સિરીઝ વોશિંગ મશીન રેન્જને પણ 8kg થી 10kg ની ક્ષમતા ધરાવતા નવા ટોપ-લોડ વોશિંગ મશીનો સાથે વધુ મજબૂત બનાવવામાં આવી છે. આમાં રહેલું ‘લો પ્રેશર ફિલ’ ફીચર પાણીનું દબાણ ઓછું હોય ત્યારે પણ અસરકારક રીતે કપડાં ધોવામાં મદદ કરે છે. કુકિંગ એપ્લાયન્સીસ સેગમેન્ટમાં, એસેન્શિયલ સિરીઝ રેન્જમાં નવા 28-લિટર કન્વર્ટિબલ કન્વેક્શન માઇક્રોવેવ ઓવનનો ઉમેરો કરવામાં આવ્યો છે, જે એક જ ઉપકરણમાં માઇક્રોવેવ, કન્વેક્શન અને એર-ફ્રાય એમ ત્રણેય ફંક્શનનો સમન્વય કરે છે. આ ઓવનમાં 330 થી વધુ પ્રી-સેટ ઓટો કુક મેનૂ છે, જેમાં 28 ઇન્ડિયન બ્રેડ મેનૂનો સમાવેશ થાય છે.

નવી 2026 પ્રીમિયમ રેન્જ રોજૂ કરી, 2026 પ્રીમિયમ સેગમેન્ટ રેન્જઃ રેફ્રિજરેટર્સ: ફ્રેન્ચ ડોર અને સાઇડ-બાય-સાઇડ ડોર શ્રેણીનો વિસ્તાર

LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાએ તેની નવી ફ્રેન્ચ ડોર રેફ્રિજરેટર રેન્જ રજૂ કરીને તેના પ્રીમિયમ રેફ્રિજરેટર્સ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવ્યો છે, જેમાં 33-ઇંચ (83.82 સેમી) પહોળાઈના સેગમેન્ટમાં ઓટો આઇસ મેકર સાથેના ભારતના પ્રથમ ફ્રેન્ચ ડોર રેફ્રિજરેટર છે. 574 લિટરથી 610 લિટર સુધીની ક્ષમતામાં ઉપલબ્ધ આ શ્રેણીમાં ઇન્સ્ટાવ્યૂ ડોર-ઇન-ડોર™, ફ્રેશ કન્વર્ટર+, ડોર કૂલિંગ+™ અને હાઈજીન ફ્રેશ+™ જેવી વિશેષતાઓ આપવામાં આવી છે. ફ્રેન્ચ ડોર રેન્જની કિંમતો ₹1.18 લાખથી શરૂ થાય છે.

LGE ઇન્ડિયાએ તેના મેક-ઇન-ઈન્ડિયા સાઇડ-બાય-સાઇડ (SBS) રેફ્રિજરેટર પોર્ટફોલિયોનો પણ વિસ્તાર કર્યો છે, જેમાં ક્ષમતા વધારીને 790L સુધી કરવામાં આવી છે અને તે બ્લેક મિરર ગ્લાસ, શાઈની સ્ટીલ અને નેચરલ બેજ જેવી ફિનિશમાં ઉપલબ્ધ છે. LGE ઇન્ડિયાએ તેનું સૌથી મોટું ડબલ ડોર રેફ્રિજરેટર પણ લોન્ચ કર્યું છે, જે 674L ની ક્ષમતા ધરાવે છે.

પ્રીમિયમ અને મિડ-સેગમેન્ટ લોન્ડ્રી: ફેબ્રિક કેર પોર્ટફોલિયોનું સશક્તિકરણ

વોશિંગ મશીન સેગમેન્ટમાં, LGE ઇન્ડિયાએ પ્રીમિયમ, મિડ અને એન્ટ્રી સેગમેન્ટ્સમાં તેના વોશિંગ મશીન પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવ્યો છે. પ્રીમિયમ શ્રેણીમાં, LGની NT, VX અને GVX ફ્રન્ટ-લોડ વોશિંગ મશીન સિરીઝ, જે 12kg થી શરૂ થતી ક્ષમતા ધરાવે છે, તે AI DD™ 2.0 ટેકનોલોજી દ્વારા સંચાલિત છે. મિડ-સેગમેન્ટમાં, LGE ઇન્ડિયાએ તેની TX સિરીઝ ટોપ લોડ વોશિંગ મશીન શ્રેણીનો વિસ્તાર કર્યો છે, જે 10kg અને 11kg ની ક્ષમતામાં ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં તેનું 9kg નું મોડલ પણ લોન્ચ કરવામાં આવશે.

ડિશવોશર્સ: ભારતીય રસોડા માટે LG ટ્રુ સ્ટીમ ડિશવોશર

LGE ઇન્ડિયાએ 2026 માટે તેની ડિશવોશિંગ કેટેગરીને 15 પ્લેસ સેટિંગ LG ટ્રુ ડિશવોશર સાથે વધુ મજબૂત બનાવી છે. આ ડિશવોશર, હાઈજીનિક સફાઈ અને તેલ-ચીકણાસ દૂર કરવા માટે ટ્રુ-સ્ટીમ ટેકનોલોજી ધરાવે છે.

વોટર પ્યુરિફાયર્સ: સ્વચ્છતા પર કેન્દ્રિત ઉકેલો

LGE ઇન્ડિયાએ હવાચુસ્ત સ્ટેનલેસ-સ્ટીલ ટેન્ક, સંગ્રહ દરમિયાન યુવી કિરણો દ્વારા શુદ્ધિકરણ અને સંપર્ક રહિત જાળવણી માટે ડિજિટલ સ્ટેરિલાઇઝિંગ કેર જેવી સુવિધાઓ આપવામાં આવી છે. સુરક્ષિત અને શુદ્ધ પીવાના પાણી પ્રત્યે ગ્રાહકોની વધતી જતી જાગૃતિને ધ્યાનમાં રાખીને, આમાં 7+ pH સાથે આલ્કલાઇન સંતુલિત પીવાનું પાણી અને હાઇ રિકવરી મેમ્બ્રેન ટેકનોલોજી જેવી વધારાની વિશેષતાઓ સામેલ છે, જે 60 ટકા સુધી પાણીની બચત કરે છે.

કિંમત અને ઉપલબ્ધતા

શ્રેણીરેન્જશરૂઆતની કિંમત
ફ્રેન્ચ ડોર રેફ્રિજરેટર્સ574L – 610L₹1.18 લાખ
સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટર્સ630L – 790L₹ 1.09 લાખ
એસેન્શિયલ સિરીઝ રેફ્રિજરેટર્સ225L – 276L₹25.5 હજાર
એસેન્શિયલ સિરીઝ વોશિંગ મશીન્સ8kg-9kg₹20.9 હજાર
VX ફ્રન્ટ લોડ વોશિંગ મશીન્સ12kg – 20kg₹62.9 હજાર
TX ટોપ લોડ વોશિંગ મશીન્સ10kg-11kg₹32.4 હજાર
AX સેમી-ઓટોમેટિક વોશિંગ મશીન્સ8kg~12kg₹17.3 હજાર
વોટર પ્યુરિફાયર્સ8L SS ટેંક₹16.6 હજાર
કન્વર્ટિબલ માઇક્રોવેવ ઓવન32L / 28L₹28.7 હજાર
LG ટ્રુ ડિશવોશર15 પ્લેસ સેટિંગ₹73.5 હજાર

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)