અમદાવાદ, 14 ફેબ્રુઆરીઃ નિફ્ટીએ મંગળવારે આગલાં દિવસનો લોસ રિકવર કરવા સાથે ઇન્ટ્રા-ડે લોસ પણ રિકવર કર્યો છે. સાથે સાથે 50 દિવસિય એવરેજ સપોર્ટ સપાટી પણ પાછી મેળવી છે. સાથે સાથે ઇન્ટ્રા-ડે હાઇની નજીક બંધ આપ્યું છે. માર્કેટ સેન્ટિમેન્ટ કહે છે કે, નિફ્ટી 21800 ક્રોસ કરશે. નીચામાં 21450ની રોક બોટમ ધ્યાનમાં રાખવી રહી. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ સૂચવે છે કે, નિફ્ટી માટે 21700 મહત્વની નિર્ણાયક સપાટી બની રહેશે. જ્યારે ઇન્ટ્રા-ડે સપોર્ટ 21602- 21461, રેઝિસ્ટન્સ 21908- 21826 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવી.

ઇન્ટ્રા-ડે વોચઃ આઇટીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, આયશર મોટર્સ, આઇઆરએફસી, એનએચપીસી, આરવીએનએલ, એસજેવીએન, એચડીએફસીબેન્ક, હુડકો, ઇરકોન

સેક્ટર્સ ટૂ વોચઃ હેલ્થકેર, ઓઇલ કંપનીઓ, ટેકનોલોજી, આઇટી, રિયાલ્ટી અને સિલેક્ટીવ ફાઇનાન્સિયલ

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 44965- 44427, રેઝિસ્ટન્સ 46288- 45895ી

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)