અમદાવાદ, 9 ફેબ્રુઆરીઃ હવામાનની આગાહી હવે પરફેક્ટ કરવાનું સહેલું બન્યું છે. પરંતુ ઇકોનોમિ, પોલિટિક્સ, સેન્ટિમેન્ટ અને સંખ્યાબંધ પરીબળો વચ્ચે શેરબજારો તેમજ સ્ટોક સ્પેસિફિક ચાલની આગાહી કરવાનું એટલુંજ મુશ્કેલ છે. ગુરુવારે માર્કેટમાં હેવોક સાથે આરબીઆઇની ફ્લેટ નિતીને જવાબદાર ગણીને મંદીવાળાઓએ ભારે વેચવાલીનુ પ્રેશર ઊભું કર્યું છે. શુક્રવારે પ્રિ-ઓપનિંગ માટે ગીફ્ટ નિફટીના સંકેતો પણ નેગેટિવ છે. આ સંજોગોમા ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન સ્ટોપલોસ હાથવગા રાખવાની સલાહ મળી રહી છે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે સપોર્ટ 21585- 21452, રેઝિસ્ટન્સ 21931- 22144 પોઇન્ટની સપાટીઓ ખાસ ધ્યાનમાં રાખવી. નિફ્ટી માટે ફરી 21700ની સપાટી જાળવવા માટે કરો યા મરોની સ્થિતિ સર્જાઇ હોવાનું મોટાભાગના બજાર નિષ્ણાતો જણાવી રહ્યા છે.

ટેકનિકલી નિફ્ટીએ 20 દિવસીય એવરેજ અને સપ્તાહની નીચી સપાટી નજીક બંધ આપ્યું છે. એકવાર 21700 તૂટે તો કરેક્શનનો દોર શરૂ થવા સાથે નીચામાં 21400ની રોક બોટમ ધ્યાનમાં રાખવી.

ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, યસ બેન્ક, પેટીએમ, એસજેવીએન, આરવીએનએલ, ટાટા પાવર, ઇન્ફોસિસ, ટીસીએસ

સેક્ટર્સ ટૂ વોચઃ કન્સ્ટ્રક્શન, ફાર્મા, એનર્જી, પીએસયુ

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 44543- 44075, રેઝિસ્ટન્સ 45831- 46650

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)