અમદાવાદ, 12 ઓક્ટોબરઃ નિફ્ટીએ 20 દિવસીય એવરેજની ઉપર અને 3 સપ્તાહની ટોચે પહોંચીને ઇન્ડિકેશન આપ્યું છે કે, માર્કેટમાં સુધારાની આગેકૂચ જારી રાખી શકે છે. નવી સુધારાની ચાલમાં નિફ્ટી નવી ઊંચાઇ પણ હાંસલ કરી શકે તેવી શક્યતા રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિલ રિપોર્ટ જણાવે છે. નીચામાં નિફ્ટી માટે હવે 19550- 19625 મહત્વની ટેકાની સપાટી બની રહે તેવી શક્યતા છે. સામે ઉપરમાં 19848- 19885ની રેઝિસ્ટન્સ ક્રોસ થવી જરૂરી રહેવાની શરત સાથે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, માર્કેટમાં 3 સપ્તાહની એવરેજ ક્લોઝિંગ 19400 છે. તે તૂટવી જોઇએ નહિં.

બેન્ક નિફ્ટી માટે પણ 43800 નજીક ડબલ બોટમની રચના જોવા મળી છે. જે મજબૂત ટેકાનો સંકેત આપે છે. સાથે સાથે 44700ની એવરેજ ક્લોઝિંગ તૂટે નહિં તે શરતે બેન્ક નિફ્ટી 45000 તરફ સરકી શકે તેવી શક્યતા ટેકનિકલ એનાલિસિસ અનુસાર જણાય છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)