TCS Q2 Results At A Glance

વિગતQ2-23તફાવત
ચોખ્ખો નફો113428.7%
કુલ આવક596927.9%
ડિવિડન્ડરૂ. 9શેરદીઠ
બાયબેકરૂ. 17000 હજાર કરોડરૂ. 4150 શેરદીઠ

અમદાવાદ, 11 ઓક્ટોબરઃ દેશની ટોચની આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ 11 ઓક્ટોબરના રોજ ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 11,342 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 10431 કરોડ હતો. BFSI સેગમેન્ટમાં પડકારો વચ્ચે પણ મજબૂત ઓર્ડર બુકને કારણે આવકો પણ 7.9 ટકા વધી રૂ. 59692 કરોડ થઈ છે. જે ગતવર્ષે 55309 કરોડ હતી. ઓપરેટિંગ માર્જિન 0.3 ટકા વધી 24.3 ટકા નોંધાયા છે. કંપનીએ શેરદીઠ રૂ. 9 પેટે વચગાળાનું ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે.

કંપનીએ 17 હજાર કરોડની શેર બાયબેકને મંજૂરી

કંપની બોર્ડે રૂ. 17 હજારના શેર બાયબેક કરવા મંજૂરી આપી છે. કંપની રૂ. 4150 પ્રતિ શેરના ભાવે શેર બાયબેક કરશે. જે વર્તમાન માર્કેટ વેલ્યૂ કરતાં 15 ટકા પ્રીમિયમ દર્શાવે છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ 4,09,63,855 ઈક્વિટી શએર્સ બાયબેક કરશે. જે તેની કુલ પેઈડ અપ ઈક્વિટી શેર કેપિટલના 1.12 ટકા છે.

મજબૂત ઓર્ડર બુકના કારણે બીજી સૌથી વધુ TCV

Q2FY24ના અંતે કંપનીની ઓર્ડર બુક $11.2 અબજ હતી, જે $11-13 અબજ ઓર્ડર બુકના વિશ્લેષકોના અંદાજ પ્રમાણે અને બુક-ટુ-બિલ રેશિયો 1.6 હતી. ઓર્ડર બુક અગાઉના ક્વાર્ટરમાં $10.2 અબજ કરતાં વધી છે.

પરિણામો અંગે ટીસીએસના  ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કે કૃતિવાસને જણાવ્યું હતું કે કંપની પાસે મોટી ઓર્ડર બુક છે જેના કારણે તેની પાસે બીજી સૌથી વધુ TCV છે. “અમારી સેવાઓ માટેની માંગની સ્થિરતા, અમારા ગ્રાહકોના લાંબાગાળાના પ્રોજેક્ટ્સ માટે પ્રતિબદ્ધતા અને Gen AI અને અન્ય નવી તકનીકીઓ સાથે પ્રયોગ કરવાની વૃત્તિ અમને લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાઓમાં વિશ્વાસ આપે છે.”

છટણીનો દર 14.9 ટકાઃ ટીસીએસમાં કુલ 608985 કર્મચારીઓ કાર્યરત છે. જેમાં મહિલા કર્મચારીઓનો હિસ્સો 35.8 ટકા છે. છેલ્લા બાર માસમાં કંપનીનો છટણી દર 14.9 ટકા રહ્યો છે.

આવતીકાલે ટીસીએસનો શેર ઈન ફોકસ

ટીસીએસ દ્વારા મજબૂત પરિણામો જાહેર કર્યા હોવા છતાં આવતીકાલે શેરમાં ઘટાડાનું વલણ જોવા મળી શકે છે. જેની પાછળનું કારણ શેર બાયબેક ઓફર માટે નિર્ધારિત કિંમત લોકોની અપેક્ષા કરતાં ઓછી તેમજ પરિણામો પણ પોલ અંદાજ કરતાં નીચા રહ્યા છે. કંપનીની યુએસ ડોલર મારફત થતી આવકો ઘણા ત્રિમાસિકમાં પ્રથમ વખત ઘટી છે. જો કે, EBITDA Margin અપેક્ષા કરતાં વધુ સારા નોંધાયા છે.