ICICI Pru Lifeનો Q1ચોખ્ખો નફો 33% વધી 207 કરોડ, પ્રિમિયમ આવક 2 ટકા વધી
અમદાવાદ, 18 જુલાઇછ ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં રૂ. 207 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 156 કરોડ સામે 33 ટકા વધ્યો છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચોખ્ખી પ્રીમિયમ આવક વાર્ષિક 2% (YOY) વધી 7,020 કરોડ થઈ છે. જે ગતવર્ષે 6,884 કરોડ હતી. નવા બિઝનેસની વેલ્યૂ (વીએનબી), જે ભવિષ્યના નફાના વર્તમાન મૂલ્યનું પ્રતિનિધિત્વ કરે છે, સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં 30%ના માર્જિન સાથે 7% વધી રૂ. 438 કરોડ થઈ છે.
Operational metrics:
billion | Q1-FY23 | Q1-24 | Growth |
New Business | 4.71 | 4.38 | (7.0%) |
New sum assured | 2,209.35 | 2,403.04 | 8.8% |
New premium | 31.84 | 30.51 | (4.2%) |
Savings | 10.92 | 10.26 | (6.0%) |
Protection | 3.30 | 3.44 | 4.2% |
Overall Cost/TWRP3 | 23.8% | 27.7% | – |
AUM | 2,300.72 | 2,664.20 | 15.8% |
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મુખ્યત્વે ગ્રાહક-કેન્દ્રિત અમે પ્રીમિયમ ગ્રોથ, પ્રોટેક્શન ફોકસ, સ્થિરતા સુધારણા અને ઉત્પાદકતામાં વૃદ્ધિના 4 પી વ્યૂહરચના દ્વારા, સંપૂર્ણ વીએનબી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. નવા બિઝનેસની આવક જૂન ક્વાર્ટરમાં 9% વધીને રૂ. 2.4 લાખ કરોડ થઈ છે. રિટેલ પ્રોટેક્શન વાર્ષિક પ્રિમિયમ (APE) 62 ટકા ગ્રોથ સાથે રૂ. 110 કરોડ થયું છે. કંપની માટે કુલ એપીઇ કોઈપણ એક ડિસ્ટ્રિબ્યુટરના મિનિમમ કોન્સ્ટ્રેશન રિસ્ક સાથે રૂ. 1461 કરોડ થવા સાથે મેનેજમેન્ટ હેઠળની સંપત્તિઓ (એયુએમ) જૂન 2023 સુધીમાં 16% વધીને 2.66 લાખ કરોડ થઈ છે. પ્રથમ ક્વાર્ટર દરમિયાન નવા બિઝનેસ મારફત પ્રિમિયમ રૂ. 3,051 કરોડ રહ્યું હતું. ગત નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં કંપનીએ રૂ. 8436 કરોડની ખોટ સામે આ વર્ષે કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ રૂ. 16,327 કરોડ થઈ છે. યુનિટ-લિંક્ડ હેઠળના રોકાણની આવક Q1-FY23માં રૂ. 9,888 કરોડના નુકસાનથી વધીને Q1-FY24માં 14,159 કરોડ થઈ છે.