અમદાવાદ, 11 સપ્ટેમ્બરઃ શુક્રવારે ફ્લેટ ઓપનિંગ પછી નિફ્ટીએ 19790 પોઇન્ટ ઉપર ટ્રેડ કરીને સંકેત આપી દીધો છે કે માર્કેટ મોમેન્ટમ ટર્ન લઇ રહી છે. સતત છઠ્ઠા દિવસે માર્કેટમાં સુધારાની ચાલ સામાન્ય રોકાણકારો માટે અસામાન્ય હોઇ શકે. પરંતુ ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ લોઅર શેડો અને ઇક્વલ અપર શેડો સાથે સ્પિનિંગ ટોપ કેન્ડલની રચના કરી છે. જે દર્શાવે છે કે, નિફ્ટી માટે હવેનું રેઝિસ્ટન્સ 19870 આસપાસ જોવા મળી શકે છે. માટે ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સ પ્રત્યેક ઘટાડાને ખરીદીનો ચાન્સ સમજી શકે તેવું સ્ટોક્સબોક્સ તરફથી સૂચન થઇ રહ્યું છે. જો નિફ્ટી 19867 પોઇન્ટની સપાટી ક્રોસ કરશે તો માર્કેટમાં તેજીની ધૂમ પણ જોવા મળી શકે તેવી શક્યતા સ્ટોક્સબોક્સે વ્યક્ત કરી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)