મહેશ ત્રિવેદી. businessgujarat.in

100માંથી એટલિસ્ટ 80-85 ટકા રોકાણકારો એવો બળાપો કાઢતાં હોય છે કે IPOમાં અરજી કરીએ પણ લાગે નહિં, ત્યારે વ્યાજનું નુકસાન જાય તે નફામાં અને ઘણીવાર એવું બને કે, ડિસ્કાઉન્ટમાં ખુલતાં IPOમાં જલદી લાગી જાય ત્યારે મૂડી લાગી જતી હોય છે. પરંતુ 2022ના કેલેન્ડર વર્ષની સ્થિતિ જોઇએ તો જે સેકન્ડરી માર્કેટની સ્થિતિ જોઇને કંપનીઓ IPO લાવતી હોય છે તે સેકન્ડરી માર્કેટનું પ્રતિનિધિત્વ કરતાં સેન્સેક્સમાં અત્યારસુધીમાં માત્ર 1.5 ટકાનો સુધારો નોંધાયો છે. તેની સામે પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશીને લિસ્ટેડ થયેલાં કુલ 20 IPOની શેરદીઠ એકત્રિત એવરેજ ઇશ્યૂ પ્રાઇસ રૂ. 8373ની સામે લિસ્ટિંગથી અત્યારસુધીમાં શેરદીઠ એકત્રિત એવરેજ માર્કેટ પ્રાઇસ રૂ. 11652 રહી છે.

તમામ IPOમાં શેર્સ લાગે તે માટેની સ્ટ્રેટેજી કેવી હશે

ધારોકે તમે તમામ 20 IPOમાં એક શેર માટે એપ્લિકેશન કરીને શેર મેળવો છો તો તમે શેરદીઠ રૂ. 3279 એટલેકે 39 ટકાનું જંગી રિટર્ન મેળવી રહ્યા છો. તેના માટે એક સ્ટ્રેટેજી ઘડવી રહી કે, તમારે એ રીતે ફંડ મેનેજ કરવું પડે કે તમામ IPOમાં અરજી કરવાની અને તમામ IPOમાં શેર્સ એલોટ થવા જોઇએ. ધારોકે એક જ દિવસે 2-3 IPO ખુલતાં હોય તો તમારે તે રીતે રિટેલ પોર્શનમાં એટલાં પ્રમાણમાં મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ એમાઉન્ટની જોગવાઇ કરવી પડે. મજાની વાત એ છે કે, 15-20 દિવસમાં જ એલોટમેન્ટ અને રિફંડ આવી જતું હોવાથી તમે રિટેલ ઇન્વેસ્ટમેન્ટમાં જથ્થાબંધ રિટર્ન મેળવી શકો.

  • 240 ટકા રિટર્ન સાથે અદાણી વિલ્મર ટોચે, વેરાન્દા લર્નિંગમાં 152 ટકા રિટર્ન
  • લિસ્ટેડ 20માંથી 16 IPOમાં પોઝિટિવ, 4માં નેગેટિવ રિટર્ન
  • 4 IPOમાં 100થી 240 ટકા રિટર્ન, પ્રુડે કોર્પમાં 3.6 ટકા રિટર્ન
  • 4 IPOમાં 50-75 ટકા વચ્ચે રિટર્ન, 5 IPOમાં 20-36 ટકા રિટર્ન
  • AGS ટ્રાન્સમાં સૌથી વધુ 52.5 ટકા નેગેટિવ રિટર્ન સાથે 4 IPO રહ્યાં નેગેટિવ

240% ટકા પ્રિમિયમ સાથે લિસ્ટિંગમાં અવ્વલ અદાણી વિલ્મર

COMPANYISSUE PRICELISTING CLOSELASTGAIN%
 Adani Wilmar230265.2782.55240.24%
 Veranda Learning137160.4345.35152.08%
 Ruchi Soya650924.851470.65126.25%
 Campus Acti.292378.6578.798.18%
 Hariom Pipe153224.7266.474.12%
 Venus Pipes326351.75559.6571.67%
 Vedant Fashions866934.851415.563.45%
Dreamfolks326462.65392.0520.26%
 Paradeep4243.9563.3550.83%
Aether Ind642776.75963.7550.12%
 Syrma220313.05301.236.91%
 Delhivery487537.25594.322.03%
 EMudhra256258.85305.419.3%
 Ethos878802.61041.218.59%
Rainbow Children’s542450.1642.5518.55%
Prude Corp.630562.7652.453.56%
(સ્ત્રોત બીએસઇ. 21 સપ્ટેમ્બરના બંધ ભાવની સ્થિતિ અનુસાર)

4 IPOમાં જોવાયું નેગેટિવ રિટર્ન

AGS Transact175161.383.15-52.49%
LIC949875.45652.5-31.24%
 Uma Exports688450.8-25.29%
Tamilnad Bank510508.45493.2-3.29%
(સ્રોતઃ બીએસઇ, 21 સપ્ટેમ્બરના બંધ ભાવની સ્થિતિ અનુસાર)