NIFTY18157BANK NIFTY41783IN FOCUS
S-118084S-141651HEROMOTO
S-218011S-241519APOLLOTYRE
R-118263R-141932BPCL
R-218369R-242081CIPLA

બુધવારે મજબૂત શરૂઆત બાદ નિફ્ટીમાં નેગેટિવ ચાલ શરૂ થઇ હતી. જેમાં નિફ્ટી 18296 પોઇન્ટથી 18170 પોઇન્ટના સબલેવલ સુધી ઘટ્યો હતો. છેલ્લે 46 પોઇન્ટના ઘટાડા સાથે 18157 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે ગુરુવાર માટે ટેકનિકલ આઉટલૂક જોઇએ તો નિફ્ટીએ આગલાં દિવસની રાઇઝિંગ ટ્રેન્ડને બ્રેક કરી છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, બેરિશ ડાઇવર્ઝન પછી પ્રોફીટ બુકિંગ પ્રેશર વધી શકે છે. જેમાં 18050- 18000 થઇ શકે. નીચામાં 17900 પોઇન્ટનું રોક બોટમ ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે. ઉપરમાં 18300- 18369 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ પણ ધ્યાનમાં રાખવી.

BANK NIFTY OUTLOK: SUPORT 41651- 41519, RESISTANCE 41932- 42081

બુધવારે બેન્ક નિફ્ટી 41949- 41668 પોઇન્ટની નેરો રેન્જમાં રમી છેલ્લે 97 પોઇન્ટના ગેઇન સાથે 41783 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ અનુસાર તેની અગાઉની ડેઇલી રાઇઝિંગ ટ્રેન્ડને ફોલો કરવા સાથે 41949ના નવા હાઇને ટચ થયો છે. ખાસ કરીને પીએસયુ અને મિડકેપ બેન્ક્સમાં સુધારાની આગેકૂચ રહી છે. મહત્વના ટેકનિલ ઇન્ડિકેટર્સ ડેઇલી અને વીકલી ચાર્ટ ઉપર હાઇ વોલેટિલિટી વચ્ચે 42000- 41500ની રેન્જ દર્શાવે છે. ઇન્ડેક્સની જે તરફની ચાલ હશે તે તરફનું બ્રેકઆઉટ જોવા મળે જેમાં 42500 મહત્વની રેઝિસ્ટન્સ અને 41200 મહત્વની સપોર્ટ સપાટીઓ ધ્યાનમાં રાખવા સલાહ મળી રહી છે.

MARKET LENS BY RELIANCE SECURITIES

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)