અમદાવાદ, 19 જાન્યુઆરીઃ ખાનગી ક્ષેત્રની ધિરાણ આપનાર RBL બેંકે વર્ષ 2023-24ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 233 કરોડના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 11 ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. બેંકની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) 3.12 ટકા હતી, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 3.61 ટકા નોંધાઈ હતી. ચોખ્ખી NPA ગયા વર્ષના 1.18 ટકાની સરખામણીએ 0.8 ટકા હતી. રૂ. 1546 કરોડની ચોખ્ખી વ્યાજ આવક (NII), જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 1277 કરોડની સરખામણીમાં 21 ટકા વધી છે. બેન્કનું નેટ ઈન્ટરેસ્ટ માર્જિન ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 5.27 ટકાની સામે 5.52 ટકા હતું.

ક્વાર્ટરમાં બેન્કની એડવાન્સિસ 20 ટકા વધીને રૂ. 79,949 કરોડ થઈ છે. રિટેલ એડવાન્સ બુક ઓક્ટોબર-ડિસેમ્બર FY23 ક્વાર્ટરમાં રૂ. 34,977 કરોડથી 33 ટકા વધીને 46,371 કરોડ થઈ છે. બેંકની કુલ થાપણો 13 ટકા વધીને રૂ. 81,746 કરોડની સામે રૂ. 92,746 કરોડ હતી. CASA થાપણો 5 ટકા વધીને રૂ. 29,948 કરોડની સામે રૂ. 31,338 કરોડ થઈ છે. BSE પર બેન્કનો શેર 1.59 ટકા ઘટીને રૂ. 265.70 પર બંધ રહ્યો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)