ફૂડલિંક F&B હોલ્ડિંગ્સનો રૂ. 361 કરોડનો IPO 26 નવેમ્બરે ખુલશે, પ્રાઇઝ બેન્ડ રૂ. 181/191
| આઇપીઓ ખૂલશે | 26 નવેમ્બર |
| આઇપીઓ બંધ થશે | 30 નવેમ્બર |
| એન્કર બુક બિડિંગ | 25 નવેમ્બર |
| ફેસ વેલ્યૂ | રૂ. 2 |
| પ્રાઇસબેન્ડ | રૂ. 181-191 |
| ઇશ્યૂ સાઇઝ | રૂ. 360.76 કરોડ |
| ઇશ્યૂ સાઇઝ | 1,88,87,738 શેર્સ |
| લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ |
| ગ્રે માર્કેટ પ્રિમિયમ | અંદાજિત 8 ટકા |
અમદાવાદ, 24 નવેમ્બરઃ લક્ઝરી ફૂડ સર્વિસીસ ક્ષેત્રે કાર્યરત કંપની ફૂડલિંક F&B હોલ્ડિંગ્સ (ઈન્ડિયા) લિમિટેડ તેના પ્રથમ IPO મારફતે રૂ. 361 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ IPO માટે સબ્સ્ક્રીપ્શન 26 નવેમ્બરે શરૂ થશે. કંપનીએ શેર દીઠ રૂ. 181થી 191ની પ્રાઇઝ બેન્ડ નક્કી કર્યો છે. IPO 30 નવેમ્બરે બંધ થશે, જ્યારે એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડીંગ 25 નવેમ્બરે યોજાશે.
IPOમાં રૂ. 192 કરોડ સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને કંપનીના હાલના શેરધારકો દ્વારા રૂ. 168.76 કરોડના મૂલ્યના કુલ 88,35,382 ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફર (OFS)નો સમાવેશ થાય છે. ફૂડલિંકના શેરનું શેરબજારમાં 3 ડિસેમ્બરે લિસ્ટિંગ થવાની અપેક્ષા છે.
શેરની પ્રાઇઝ બેન્ડની ઉપરની મર્યાદા એટલે કે રૂ. 191ના ભાવે ગણતરી કરવામાં આવે તો IPOનું કુલ કદ રૂ. 360.76 કરોડ થાય છે.
આઇપીઓ યોજવા માટેના મુખ્ય ઉદ્દેશ્યો એક નજરે
| રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (આરએચપી) અનુસાર, ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી રકમનો ઉપયોગ એક નવી સેન્ટ્રલાઇઝ્ડ કિચન અને બે નવા બેન્ક્વેટ હોલ શરૂ કરવા માટે કરવામાં આવશે. | કંપનીની મટીરિયલ સબસિડિયરી ફૂડલિંક ગ્લોબલ રેસ્ટોરન્ટ્સ એન્ડ કેટરિંગ સર્વિસીસ એલએલસીમાં રોકવામાં આવશે. |
| આ રોકાણનો ઉપયોગ ચાર નવી કેઝ્યુઅલ ડાઇનિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવા માટે કરવામાં આવશે. | એકત્ર કરવામાં આવેલી રકમનો ઉપયોગ કંપનીના બાકી લેણાંની ચૂકવણી અથવા સમય પહેલાં લોનની ચુકવણી કરવા તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે પણ કરવામાં આવશે. |
કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે
ફૂડલિંક F&B હોલ્ડિંગ્સ (ઈન્ડિયા) લિમિટેડ લક્ઝરી ફૂડ સર્વિસીસ ક્ષેત્રે કાર્યરત કંપની છે, જે ગ્રાહકોને ખાસ પસંદગી અને આયોજન સાથે તૈયાર કરવામાં આવેલા ભોજનના અનોખા અનુભવો પૂરા પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપનીનો બિઝનેસ મુખ્યત્વે ત્રણ ક્ષેત્રોમાં વહેંચાયેલો છે, જેમાં વિવિધ કાર્યક્રમો માટે કેટરિંગ સેવા, કેઝ્યુઅલ ડાઇનિંગ રેસ્ટોરન્ટ્સ અને ક્લાઉડ કિચન, તેમજ બેન્ક્વેટ અને ઇન્ટિગ્રેટેડ ફૂડ એન્ડ બેવરેજ સર્વિસીસનો સમાવેશ થાય છે.
કંપની ભારતમાં અને સંયુક્ત આરબ અમીરાતમાં ઈન્ડિયા બિસ્ટ્રો, આર્ટ ઓફ દમ, ચાઇના બિસ્ટ્રો અને ગ્લોકલ જેવી બ્રાન્ડ્સ હેઠળ અનેક કેઝ્યુઅલ ડાઇનિંગ રેસ્ટોરન્ટ્સ અને ક્લાઉડ કિચનનું ચલાવે છે.
કંપનીના ઇવેન્ટ્સ કેટરિંગ બિઝનેસમાં તેના ગ્રાહકોમાં હાર્ડકેસલ રેસ્ટોરન્ટ્સ, જે પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં મેકડોનાલ્ડ્સની મુખ્ય ફ્રેન્ચાઇઝીનું સંચાલન કરે છે, ઉપરાંત ઝી એન્ટરટેઇનમેન્ટ અને ગ્રીનપ્લાયનો સમાવેશ થાય છે.
લીડ મેનેજર્સઃ આ IPO માટે ઇક્વિરસ કેપિટલ અને જેએમ ફાઇનાન્શિયલ બુક-રનિંગ લીડ મેનેજર્સ છે, જ્યારે એમયુએફજી ઇન્ટાઇમ ઈન્ડિયા રજિસ્ટ્રાર છે.
લિસ્ટિંગઃ કંપની તેના શેર્સનું લિસ્ટિંગ બીએસઇ અને એનએસઇ ખાતે કરાવવાની દરખાસ્ત ધરાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)

