રિલાયન્સ: Q3 ચોખ્ખો નફો 11% વધીને રૂ. 19,641 કરોડ, આવક રૂ. 2.48 લાખ કરોડ
અમદાવાદ, 19 જાન્યુઆરીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ડિસેમ્બર-23ના અંતે પૂરાં થયેલા Q3FY24 માટે કન્ઝ્યુમર બિઝનેસમાં સતત વૃદ્ધિ સાથે કોન્સોલિડેટેડ આવકો વાર્ષિક ધોરણે 3.2% વૃદ્ધિ સાથે રૂ. 248,160 કરોડ નોંધાવી છે.
કોન્સોલિડેટેડ EBITDA ₹ 44,678 કરોડ જે વાર્ષિક ધોરણે 16.7 ટકાની વૃદ્ધિ દર્શાવે છે | ઓઇલ- ગેસ સેગ્મેન્ટનો EBITDA ₹ 5,804 કરોડ જે વાર્ષિક ધોરણે 49.6%ની વૃદ્ધિ દર્શાવે છે |
રિલાયન્સ રિટેલનો EBITDA ₹ 6,258 કરોડ જે વાર્ષિક ધોરણે 31.1%ની વૃદ્ધિ દર્શાવે છે | જિયો પ્લેટફોર્મ્સનો EBITDA ₹ 13,955 કરોડ જે વાર્ષિક ધોરણે 11.5%ની વૃદ્ધિ દર્શાવે છે |
રિલાયન્સનો ત્રિમાસિક EBITDA 16.7% વધીને રૂ. 44,678 કરોડ હતો. કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 19,641 કરોડ રૂપિયા થયો હતો, જે વાર્ષિક ધોરણે 10.9%ની વૃદ્ધિ દર્શાવે છે. બજાર નિષ્ણાતો અને બ્રોકરેજ હાઉસની ધારણા હતી કે, ક્વાર્ટર માટે, RIL 2.29 લાખ કરોડ રૂપિયાની એકીકૃત આવક નોંધાવશે. તેની સામે કંપનીની આવકો રૂ. 2.48 લાખ કરોડ થઇ છે. જે બજારની ધારણા કરતાં ઘણી જ આકર્ષક વૃદ્ધિ દર્શાવે છે. કોન્સોલિડેટેડ EBITDA વાર્ષિક ધોરણે 14.1 ટકા વધીને રૂ. 40,232.70 કરોડ થવાની ધારણા હતી તેની સામે કંપનીએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
ન્યૂ એનર્જી ગીગા કોમ્પ્લેક્સ CY24ના બીજા ભાગમાં કાર્યરત થવા માટે તૈયાર છે
“રિલાયન્સે વધુ એક ક્વાર્ટર મજબૂત ઓપરેટિંગ અને ફાઇનાન્શિયલ ડિલિવરી કરી છે. કામગીરી, તેના સમગ્ર વ્યવસાયોમાં ટીમો દ્વારા કરવામાં આવેલા અસાધારણ પ્રયત્નોને આભારી છે. મને એ જણાવતા આનંદ થાય છે કે Jio એ ભારતમાં ટ્રુ 5G સેવાઓનું સૌથી ઝડપી રોલઆઉટ પૂર્ણ કર્યું છે. દેશના દરેક શહેર, નગર અને ગામ હવે હાઇ-સ્પીડ ડિજિટલ કનેક્ટિવિટીથી સજ્જ છે, જે અપ્રતિમ ડિજિટલ સુલભતા અને ટેક્નોલોજીની આગેવાની હેઠળના વિકાસના નવા યુગની મજબૂત શરૂઆત કરશે. JioBharat ફોન અને JioAirFiber સેવાઓને લીધે Jioએ સતત વિકાસ હાંસલ કર્યો છે. રિટેલ સેગમેન્ટે તેના ઝડપથી વિસ્તરણ સાથે પ્રભાવશાળી નાણાકીય કામગીરી પણ આપી છે. ઓઇલ એન્ડ ગેસ સેગમેન્ટે તેનો અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક EBITDA પોસ્ટ કર્યો છે. મને એ નોંધતા આનંદ થાય છે કે KG D6 હવે ભારતના ગેસ ઉત્પાદનમાં 30% યોગદાન આપે છે. ન્યૂ એનર્જી ગીગા કોમ્પ્લેક્સ CY24ના બીજા ભાગમાં કાર્યરત થવા માટે તૈયાર છે.”
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)