ગુરુગ્રામ, જાન્યુઆરી: કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેના આગામી ફ્લેગશિપ ગેલેક્સી સ્માર્ટફોનના પ્રી-રિઝર્વની ઘોષણા કરવામાં આવી છે, જે આ મહિને પછીથી રજૂ કરાશે. પ્રી-રિઝર્વ્ડ ગ્રાહકો વહેલી પહોંચ અને નવાં ગેલેક્સી ડિવાઈસીસની ખરીદી પર વિશેષ ઓફરોના હકદાર બનશે. ગ્રાહકો Samsung.com, સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સ, Amazon.in અને ભારતભરમાં અગ્રણી રિટેઈલ આઉટલેટ્સ પર રૂ. 2000ની ટોકન રકમ ચૂકવીને ફ્લેગશિપ ગેલેક્સી ડિવાઈસીસ પ્રી-રિઝર્વ કરી શકે છે. ગ્રાહકો પ્રી-રિઝર્વ કરશે તેમને રૂ. 5000 મૂલ્યના લાભ મળશે. સેમસંગ 17મી જાન્યુઆરીના રોજ સાન જોશ, કેલિફોર્નિયા ખાતે ગેલેક્સી અનપેક્ડ ખાતે ફ્લેગશિપ ડિવાઈસીસની તેની ભાવિ પેઢી રજૂ કરશે.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)