અમદાવાદ 14 માર્ચઃ યસ બેન્કનો શેર આજે 8 ટકાથી વધુ ઉછળી 22.65ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. જે 12.10 વાગ્યે 7.73 ટકા ઉછાળા સાથે 22.58 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે છેલ્લા ઘણા દિવસથી ઘટાડા બાદ આજે 8 ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે. 9 ફેબ્રુઆરી, 2024ના રોજ યસ બેન્કનો શેર 32.81ની વાર્ષિક ટોચે પહોંચ્યા બાદ 22-24ની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો.

યસ બેન્કના શેરમાં ઉછાળા પાછળનું કારણ બેન્ક નવા પ્રમોટરની શોધ કરવાનું વિચારી રહી હોવાના અહેવાલો  છે. અહેવાલો જાહેર થયા બાદ સવારે 9:30 વાગ્યા સુધીમાં સ્ટોકમાં 2 ટકાનો વધારો થયો હતો. ઉલ્લેખનીય છે, બેન્ક તેના 51 ટકા હિસ્સાનું વેચાણ $8-9 અબજની વેલ્યૂએશન સાથે ફંડ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે. પાછલા એક વર્ષમાં આશરે 35 ટકાનો વધારો થયો છે.

રિપોર્ટ અનુસાર, સિટીગ્રુપના ઈન્ડિયા યુનિટની આશરે $7.2 અબજની વર્તમાન માર્કેટ કેપ સાથે બેન્ક માટે સંભવિત ખરીદદારની શોધમાં સુવિધા આપવા માટે નિમણૂક કરવામાં આવી છે. અહેવાલ મુજબ યસ બેન્કે હિસ્સો વેચવા માટે ચર્ચા શરૂ કરી છે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓને આમંત્રણ મોકલ્યું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, કંપનીમાં 26 ટકાથી વધુ હિસ્સો ધરાવતા કોઈપણ નવા પ્રમોટરને આરબીઆઈની વિશેષ મંજૂરીની જરૂર પડશે.

Q3FY24માં, યસ બેન્કનો ચોખ્ખો નફો એક વર્ષ અગાઉ રૂ. 51.5 કરોડથી વધીને રૂ. 231.6 કરોડ થયો હતો. આ સમયગાળા માટે ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) એ જ સમયગાળા માટે 2 ટકા રહી હતી જ્યારે નેટ NPA સુધરીને 0.9 ટકા થયો હતો.

બ્રોકરેજ હાઉસ અનુસાર, આરબીઆઈ દ્વારા એચડીએફસી બેન્ક દ્વારા યસ બેન્કમાં હિસ્સો ખરીદવાની મંજૂરીને પગલે શેર મજબૂત અપટ્રેન્ડ ધરાવે છે. જો કે, જેફરીઝ અને અન્ય ગ્લોબલ બ્રોકરેજ હાઉસે રેટિંગમાં ઘટાડો કર્યો છે. જો આજે જાહેર થયેલા અહેવાલો સાચા ઠરે અને યસ બેન્કને ખરીદદાર મળી જાય તો આગામી સમયમાં શેરમાં આકર્ષક તેજી જોવા મળી શકે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)