લેન્ડમાર્ક કાર્સનો આઇપીઓ શુક્રવારે રૂ. 506ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. રૂ. 471ની સપાટીએ ખૂલવા સાથે 7 ટકા ડિસ્કાઉન્ટ બોલાઇ ગયો હતો. સવારે 10.36 કલાક દરમિયાન બીએસઇ ખાતે રૂ. 464.45ની સપાટી આસપાસ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 44.70નું નુકસાન દર્શાવે છે.