વિનફાસ્ટે મેડ ઈન ઈન્ડિયા પ્રીમિયમ ઇલેક્ટ્રિક SUV VF6 અને VF7 લોન્ચ કરી
અમદાવાદ, 8 સપ્ટેમ્બરઃ વિનફાસ્ટે ભારતમાં તેની અત્યંત આતુરતાથી રાહ જોવાઈ રહેલી પ્રીમિયમ ઇલેક્ટ્રિક એસયુવીની સત્તાવારપણે રજૂઆત કરી દીધી છેઃ સ્લીક, સ્માર્ટ વીએફ 6 અને સ્પોર્ટી સોફિસ્ટિકેટેડ વીએફ 7. ભારતના ઝડપથી વિસ્તરી રહેલા ઇવી માર્કેટમાં વિનફાસ્ટે રજૂ કરેલા પહેલા મોડલ્સ સાથે આ લોન્ચ ટકાઉ અને ગ્રીન મોબિલિટી તરફ દેશના સંક્રમણને ટેકો આપવા માટે કંપનીની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે અને વિનફાસ્ટને દેશના ઇવી ભવિષ્યને આકાર આપવામાં મહત્વની કંપની તરીકે રજૂ કરે છે.
VINFAST VF6
‘The Duality in Nature’ની ફિલોસોફીથી પ્રેરિત પ્રીમિયમ કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક એસયુવી વીએફ 6 આનંદ અને સોફિસ્ટિકેશન, ટેક્નોલોજી અને હ્યુમન ફોકસની વિરોધાભાસી ગુણવત્તાઓનો સમન્વય કરે છે અને પર્ફોર્મન્સ તથા ફીચર્સનું અનન્ય મિશ્રણ પૂરું પાડે છે.
ફીચરથી સમૃદ્ધ આ ઇલેક્ટ્રિક એસયુવી 25 મિનિટ ફાસ્ટ ચાર્જિંગ (10-70 ટકા) સાથે 59.6 kWh બેટરી પેક, એઆરએઆઈ સર્ટિફાઇડ 468 કિમી સુધીની રેન્જ, 2,730 એમએમ લાંબા વ્હીલબેઝ અને 190 એમએમ ગ્રાઉન્ડ ક્લીયરન્સ ઓફર કરે છે જે ભારતીય પરિવારની જરૂરિયાતો પ્રમાણે આદર્શ છે.
• વીએફ 6 વિન્ડ ઇન્ફિનિટી: વિશાળ એજ ટુ એજ પેનોરેમિક ફિક્સ્ડ ગ્લાસ રૂફનો ઉમેરો.
• ARAI સર્ટિફાઇડ રેન્જ: અર્થ (468 કિમી), વિન્ડ (463 કિમી)

VINFAST VF7
વીએફ 7 ‘The Universe is Asymmetrical’ ડિઝાઇન ફિલોસોફીનું પ્રતિનિધિત્વ કરે છે, જે બોલ્ડ એક્સટીરિયર્સને પ્રીમિયમ ઇન્ટિરિયર સાથે જોડે છે. વીએફ 7 એ એક મોટી એસયુવી છે જેની લંબાઈ 4.5 મીટરથી વધુ અને 2,840 એમએમ વ્હીલબેઝ ધરાવે છે. તે બે બેટરી પેક અને પાંચ વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે – અર્થ, વિન્ડ, વિન્ડ ઇન્ફિનિટી, સ્કાય અને સ્કાય ઇન્ફિનિટી. કારમાં બે ઇન્ટિરિયર કલર વિકલ્પો અને બે ડ્રાઇવટ્રેન વિકલ્પો પણ છે: FWD અને AWD કન્ફિગરેશન.
• વીએફ 7 વિન્ડ ઇન્ફિનિટી અને વીએફ 7 સ્કાય ઇન્ફિનિટી: મોટી એજ-ટુ-એજ પેનોરેમિક ફિક્સ્ડ ગ્લાસ રૂફનો ઉમેરો.
• ARAI પ્રમાણિત રેન્જ: અર્થ (438 કિમી), વિન્ડ (532 કિમી), સ્કાય (510 કિમી)
વિનફાસ્ટે તેના વતન વિયેતનામમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે, જે દેશની અગ્રણી ઓટોમોટિવ ઉત્પાદક બની છે. કંપનીએ તેના ઝડપી વિકાસ અને નવીનતા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ મેળવી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
