અમદાવાદ, 28 ડિસેમ્બરઃ નિફ્ટીએ તમામ ઓલટાઇમ હાઇ ક્રોસ કરવા સાથે મલ્ટીપલ ગેપ્સ ડેઇલી ચાર્ટ ઉપર નોંધાવ્યા છે. અને 21700 પોઇન્ટની અતિ મહત્વની રેઝિસ્ટન્સ સપાટી તરફની આગેકૂચ ચારી રાખી છે. ઉપરમાં 21900- 22000 પોઇન્ટની સપાટીઓ મહત્વની રેઝિસ્ટન્સ સપાટી બની રહેશે. મન્થલી એક્સપાયરી ઉપર વોચ રાખવાની સલાહ મળી રહી છે. આરએસઆઇ લોઅર રેન્જથી સતત સુધારા સાથે આગામી થોડા દિવસોમાં જ 85-88 લેવલ્સની હાયર રેન્જ ફરી ટેસ્ટ કરે તેવી સંભાવના છે. ગુરુવારના ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ માટે ટ્રેડર્સ, ઇન્વેસ્ટર્સે નિફ્ટી માટે સપોર્ટ 21542- 21429, રેઝિસ્ટન્સ 21722- 21789 પોઇન્ટના લેવલ્સ ધ્યાનમાં રાખવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી મળી રહી છે.

ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એસજેવીએન, વીપ્રો, હુડકો, સુઝલોન, ટાટા મોટર્સ, ટાટા પાવર, અંબુજા સિમેન્ટ, મેરિકો, ટેક મહિન્દ્રા

બેન્ક નિફ્ટી 52 વીકની નવી ટોચ નોંધાવવા સાથે તેની તમામ મલ્ટી વીક હાઇ સપાટી 48100 પોઇન્ટની સપાટી ક્રોસ કરી ચૂક્યો છે. અવરલી સપોર્ટ એવરેજ વધીને 47800 પોઇન્ટની સપાટીએ પહોંચી છે. અને રિવર્સલ પોઇન્ટ 47800 નીચી સપાટી માટે ધ્યાનમાં રાખવાની સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ આપી રહ્યા છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)