અમદાવાદ, 27 ડિસેમ્બર: તમિલનાડુ કોક એન્ડ પાવર લિમિટેડ (TNCPL)એ, NSE ઇમર્જ સાથે તેના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કરવાની જાહેરાત કરી. ઓફરિંગમાં શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત ધરાવતાં 64,14,000 ઇક્વિટી શેરના નવા ઇશ્યુનો સમાવેશ થાય છે. કંપની 1,20,000 TPA ની કુલ ક્ષમતા સાથે 65 ઓવન ધરાવતી બે બેટરીઓ સાથે, તમિલનાડુના થંડાલાચેરી ખાતે લો એશ મેટલર્જિકલ (LAM) કોક ઓવન પ્લાન્ટનું સંચાલન કરે છે. વધુમાં, કંપની 10 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે પાવર જનરેશન યુનિટની માલિકી ધરાવે છે અને ભારતીય એનર્જી એક્સચેન્જ દ્વારા વિવિધ ગ્રાહકોને વીજળી વેચે છે.

લીડ મેનેજર્સઃ બીલાઈન કેપિટલ એડવાઈઝર્સ બુક રનિંગ લીડ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવી છે અને લિન્ક ઈન્ટાઇમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઈસ્યુના રજિસ્ટ્રાર છે.

અયાન આહુજા, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, તમિલનાડુ કોક એન્ડ પાવર લિમિટેડે, જણાવ્યું હતું કે, અમે IPOમાંથી મળેલી આવકનો ઉપયોગ હાલના પ્લાન્ટના પરિસરમાં 5.43 એકર જમીનમાં ફેલાયેલી 2×5 MVA ની ક્ષમતા સાથે ફેરોસિલિકોન સુવિધા બનાવવા માટે કરીશું. વધુમાં, અમે અમારી વીજ ઉત્પાદન ક્ષમતાઓને વધુ વેગ આપવા માટે 1581 KWPની ક્ષમતા સાથે સોલાર પાવર પ્લાન્ટ લાવવાની યોજના બનાવી રહ્યા છીએ.

ઇશ્યૂના મુખ્ય ઉદ્દેશ્ય એક નજરે

DRHP મુજબ, ઇશ્યુમાંથી મળેલી આવકનો ઉપયોગ a) એક નવું ફેરોસિલિકોન ઉત્પાદન એકમ સ્થાપિત કરવા, b) નવો સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા, c) વધારાની જમીન હસ્તગત કરવા અને d) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. TNCPL રૂ. 8,000 TPA ની ઉત્પાદન ક્ષમતા સાથે નવો 2×5 મેગા વોલ્ટ-એમ્પ્સ (MVA) ફેરોસિલિકોન પ્લાન્ટ સ્થાપવા માટે 39.60 કરોડ ફાળવશે તેમજ , રૂ. 5 કરોડ હાલના પ્લાન્ટને અડીને વધુ જમીન સંપાદન કરવા અને રૂ. 1581 KWPની ક્ષમતાવાળા નવા સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કરવા માટે 8.63 કરોડની ફાળવણી કરવાની દરખાસ્ત ધરાવે છે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

TNCPLની કામગીરીમાંથી આવક વધીને રૂ. FY2022-23માં 51.60 કરોડ થઇ છે. જે નાણાકીય વર્ષ 2021-22માં 46.11 કરોડ હતી.. નાણાકીય વર્ષ 2022-23માં, કંપનીએ રૂ. 20.83 કરોડનો નફો (PAT) નોંધાવ્યો હતો. જે નાણાકીય વર્ષ 2021-22માં 17.47 કરોડ હતો.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)