Skip to content
October 15, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

Entertainment
IPO
Technical stock recommendation on TATA ELEXI, ZENSARTECH, HAVELLS FROM VENTURA 01
October 14, 2026October 14, 2026
02
કોર્પોરેટ ન્યૂઝ
શેર બજાર
CANARA BANK: Net Profit stood at ₹5,175 Cr up by 8.40%
03
કોર્પોરેટ ન્યૂઝ
પર્સનલ ફાઇનાન્સ
કારની વધતી કિંમતો અને ગ્રાહકોની આકાંક્ષામાં વધારાથી ઓટો લોનની રકમ વધી રહી છે
04
કોર્પોરેટ ન્યૂઝ
શેર બજાર
NABARD Subscribes ₹4 Crore to NSDC’s Social Stock Exchange Issue
05
Entertainment
FLASH NEWS
HDB Financial records PAT of ₹780 Crores for Q2FY27, a growth of 34.2% YoY, Interim Dividend of ₹2
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • રેલવે શેરોમાં તેજીની શક્યતા, રેલ સેક્ટરને 41 હજાર કરોડના 2000 રેલવે ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ મળ્યા
  • શેર બજાર

રેલવે શેરોમાં તેજીની શક્યતા, રેલ સેક્ટરને 41 હજાર કરોડના 2000 રેલવે ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ મળ્યા

businessgujaratFebruary 26, 2024February 26, 202401 mins

અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ રેલવે સેક્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કુલ રૂ. 41 હજાર કરોડના ખર્ચે 2000 રેલવે ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવતાં આજે રેલવે શેરોમાં 1થી 4 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.

શેરબજારના ખરાબ માહોલ વચ્ચે IRCTC, Railtel, RVNL, IRFC, IRCON, RITES  સહિતના શેરોમાં ઉછાળો નોંધાયો હતો. જેમાં RITES, IRCON International, Railtel Corp, Texmaco Railના શેર 3થી 4 ટકા ઉછળ્યા હતા. રેલ વિકાસ નિગમ પણ 3 ટકા વધ્યો હતો.

X પરની એક પોસ્ટમાં, PM મોદીએ કહ્યું, “આજનો દિવસ આપણા રેલવે માટે ઐતિહાસિક દિવસ છે! બપોરે 12:30 વાગ્યે, 41,000 કરોડ રૂપિયાથી વધુના 2000 રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26 ફેબ્રુઆરીએ ગુરુગ્રામ રેલ્વે સ્ટેશનને અપગ્રેડ કરવા માટે શિલાન્યાસ કરશે અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 41,000 કરોડ રૂપિયાના આશરે 2,000 રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને સમર્પિત કરશે.

મલ્ટીબેગર રેલવે સ્ટોક્સ (છ માસમાં રિટર્ન)

સ્ક્રિપ્સરિટર્ન
IRFC216.64%
Railtel Corp.153.26%
RVNL116.22%
IRCON International116.57%
RITES52.66%
IRCTC40.26%
Texmaco Eng.32.91%

મોદી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 553 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ પણ કરશે. 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા આ સ્ટેશનોનો 19,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પુનઃવિકાસ કરવામાં આવશે. આ સ્ટેશનો શહેરની બંને બાજુઓને એકીકૃત કરતા ‘સિટી સેન્ટર્સ’ તરીકે કામ કરશે.

વડા પ્રધાન ઉત્તર પ્રદેશના ગોમતી નગર સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરશે જે લગભગ રૂ. 385 કરોડના ખર્ચે પુનઃવિકાસિત કરવામાં આવ્યું છે. 1,500 રોડ ઓવર બ્રિજ અને અંડરપાસનો શિલાન્યાસ પણ કરવામાં આવશે. આ રોડ ઓવર બ્રિજ અને અંડરપાસ 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે અને આ પ્રોજેક્ટ્સની કુલ કિંમત રૂ. 21,520 કરોડ છે. આ પ્રોજેક્ટ ભીડમાં ઘટાડો કરશે, સલામતી અને કનેક્ટિવિટી વધારશે, ક્ષમતામાં સુધારો કરશે અને રેલ મુસાફરીની કાર્યક્ષમતા વધારશે.

મોદી 26 ફેબ્રુઆરીએ ગુરુગ્રામ રેલ્વે સ્ટેશનને અપગ્રેડ કરવા માટેનો શિલાન્યાસ પણ કરશે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં રૂ. 295 કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Tagged: IRCON International Share price IRCTC Share price Rail Stocks Rail Stocks tips Railway Infrastructure investments RVNL share price Stock market today

Post navigation

Previous: IPO News: આજે GPT Healthcareનો આઈપીઓ બંધ થશે, Juniper Hotels IPO શેર એલોટ કરશે
Next: Sensex- Nifty50માં પ્રોફિટ બુકિંગ વધતાં ઘટાડે બંધ, અદાણી ગ્રુપની 3 કંપનીઓમાં તેજીના પગલે પાવર ઈન્ડેક્સ ટોચે

Related News

Technical stock recommendation on TATA ELEXI, ZENSARTECH, HAVELLS FROM VENTURA

BUSINESSGUJARAT.INOctober 14, 2026October 14, 2026 0

CANARA BANK: Net Profit stood at ₹5,175 Cr up by 8.40%

BUSINESSGUJARAT.INOctober 14, 2026October 14, 2026 0

Share Market

  • Technical stock recommendation on TATA ELEXI, ZENSARTECH, HAVELLS FROM VENTURA
    In Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
    October 14, 2026
  • CANARA BANK: Net Profit stood at ₹5,175 Cr up by 8.40%
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    October 14, 2026
  • કારની વધતી કિંમતો અને ગ્રાહકોની આકાંક્ષામાં વધારાથી ઓટો લોનની રકમ વધી રહી છે
    In કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
    October 14, 2026
  • NABARD Subscribes ₹4 Crore to NSDC’s Social Stock Exchange Issue
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    October 14, 2026

IPO

  • Technical stock recommendation on TATA ELEXI, ZENSARTECH, HAVELLS FROM VENTURA
    In Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • ટોન્બો ઇમેજિંગ ઈન્ડિયાનો આકર્ષક IPO 15 ઓક્ટોબરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 665-700
    In Entertainment, IPO, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • AMFI માસિક અહેવાલ: સપ્ટેમ્બરમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો પ્રવાહ 31% વધી રૂ. 38,307 કરોડ થયો
    In Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

Commodities

  • Gold & Silver outlook: Gold prices continue to consolidate, with COMEX Gold around $4164
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • STT, LGCT મુદ્દે FMના પોઝિટિવ સ્ટેટમેન્ટ પાછળ સુધારાનો આશાવાદ, જોકે, GIFT NIFTY નેગેટિવ
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Pre- Market Commentary: Nifty, move above 22,776 will open further pullback towards 23000-23100
    In Business, Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • બોન્ફિલિઓલી ટ્રાન્સમિશન્સનો IPO 15 ઓક્ટોબરે ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ. 558- 586
    In Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • 90% of Women Leading Family Wealth Decisions Are Still Learning: Equirus Wealth Study
    In Business, ઈકોનોમી, કોમોડિટી, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

  • Technical stock recommendation on TATA ELEXI, ZENSARTECH, HAVELLS FROM VENTURA
  • CANARA BANK: Net Profit stood at ₹5,175 Cr up by 8.40%
  • કારની વધતી કિંમતો અને ગ્રાહકોની આકાંક્ષામાં વધારાથી ઓટો લોનની રકમ વધી રહી છે
  • NABARD Subscribes ₹4 Crore to NSDC’s Social Stock Exchange Issue
  • HDB Financial records PAT of ₹780 Crores for Q2FY27, a growth of 34.2% YoY, Interim Dividend of ₹2
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US