અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓની ચહલપહલ જારી છે. આવતીકાલે એક્સિકોમ અને પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ ખૂલી રહ્યાછે. જ્યારે 28ના ભારત હાઈવેનો InvIt અને 29 ફેબ્રુઆરીના રોજ મુક્કા પ્રોટીન્સનો આઈપીઓ ખૂલશે. આજે જીપીટી હેલ્થકેરના આઈપીઓમાં રોકાણ કરવાની છેલ્લી તક છે. જુનિપર હોટલ્સ પણ ફુલ્લી સબ્સક્રાઈબ્ડ થયેલા આઈપીઓના શેર એલોટ કરશે.

જીપીટી હેલ્થકેર (GPT Healthcare IPO)નો આઈપીઓ અત્યારસુધીમાં કુલ 85 ટકા સબ્સક્રાઈબ થયો છે. જેમાં રિટેલ પોર્શન સૌથી વધુ 1.26 ગણુ ભરાયુ છે. જ્યારે એનઆઈઆઈ પોર્શન 80 ટકા અને ક્યુઆઈબી માંડ 19 ટકા ભરાયો છે. જીપીટી હેલ્થકેર માટે ગ્રે માર્કેટમાં 4.84 ટકા અર્થાત રૂ. 9 પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. કંપની રૂ. 177-186ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 525.14 કરોડનું ફંડ એકત્ર કરવા માગે છે.

MAINBOARD IPO GMP

આઈપીઓઈશ્યૂ પ્રાઈસગ્રે પ્રીમિયમ
Juniper Hotels360Nil
GPT Healthcare186રૂ.9 (4.84%)
Exicon Tele142રૂ. 130 (91.55%)
Platinum Ind171રૂ. 90 (52.63%)
Mukka Proteinsરૂ. 28રૂ. 15
Bharat Highways100 Nil

જીપીટી હેલ્થકેરનો ઈશ્યૂના શેર 27 ફેબ્રુઆરીએ એલોટ થશે. જ્યારે લિસ્ટંગ 29 ફેબ્રુઆરીએ થશે. આનંદ રાઠી, HENSEX સિક્યુરિટીઝ, નિર્મલ બંગ, કેપિટલ માર્કેટ સહિત 6 બ્રોકરેજ હાઉસે આઈપીઓ ઈશ્યૂ ભરવા સલાહ આપી છે. જ્યારે સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટે ન્યૂટ્રલ રેટિંગ આપ્યું છે. કંપનીનો પીઈ રેશિયો તેની લિસ્ટેડ હરિફ ગ્લોબલ હેલ્થ, ક્રિષ્ના ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, જ્યુપિટર લાઈફ લાઈનની તુલનાએ ઘણો નીચો 38.10 છે.

જુનિપર હોટલ્સના રૂ. 1800 કરોડના આઈપીઓના શેર આજે એલોટ થશે. કંપની 28 ફેબ્રુઆરીએ મેઈન બોર્ડ ખાતે લિસ્ટિંગ કરાવશે. રૂ. 360ની ઈશ્યૂ પ્રાઈસ સામે ગ્રે માર્કેટમાં કોઈ પ્રીમિયમ જોવા મળ્યા નથી. જુનિપર હોટલ્સનો ઈશ્યૂ કુલ 2.18 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 3.11 ગણો, એનઆઈઆઈ 0.89 ગણો અને રિટેલ 1.31 ગણો ભરાયો હતો.