આઇપીઓ ખૂલશે24 જૂન
આઇપીઓ બંધ થશે26 જૂન
ફેસ વેલ્યૂરૂ. 10
પ્રાઇસબેન્ડરૂ.67-71
આઇપીઓ સાઇઝરૂ. 119 કરોડ
લિસ્ટિંગબીએસઇ, એનએસઇ

અમદાવાદ, 19 જૂન: ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ્સ લિમિટેડ કંપની, એક સિવિલ કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપનીએ તેના આગામી ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) માટે રૂ. 67 – રૂ. 71 પ્રતિ ઇક્વિટી શેરના પ્રાઇસ બેન્ડની જાહેરાત કરી છે. આ ઇશ્યૂ મંગળવાર, 24 જૂન 2025ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને ગુરુવાર, 26 જૂન, 2025ના રોજ બંધ થશે. જ્યારે એન્કર ઇન્વેસ્ટર બિડિંગ સોમવાર, 23 જૂન, 2025ના રોજ ખુલશે. કંપની આ IPO દ્વારા રૂ. 119 કરોડ (પ્રાઇસ બેન્ડના અપર એન્ડ ) સુધી એકત્ર કરવાનો ઇરાદો ધરાવે છે અને BSE અને NSE પર લિસ્ટેડ થશે. IPOમાં બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા રૂ. 10/- પ્રતિ ફેસ વેલ્યુના 16,760,560 ઇક્વિટી શેરનો નવો ઇશ્યૂ શામેલ છે.

લીડ મેનેજર્સઃ Mefcom Capital Markets Ltd ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર (BRLM) છે, જ્યારે Kfin Technologies Ltd ઇશ્યૂના રજિસ્ટ્રાર છે.

ઇશ્યૂ યોજવા માટેના હેતુઓઃ ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ્સ લિમિટેડ IPOમાંથી મળેલી રકમમાંથી રૂ. 75 કરોડ કાર્યકારી મૂડી જરૂરિયાતો માટે, રૂ. 14.26 કરોડ કંસ્ટ્રક્શન ટૂલ્સ/મશીનરી ખરીદવા માટેના મૂડી ખર્ચ માટે વાપરવાનો ઇરાદો ધરાવે છે, જ્યારે બાકીના ફંડનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ અને ઇશ્યૂ ખર્ચ માટે કરવામાં આવશે.

કંપનીનો ઇતિહાસ અને કામગીરી

ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ્સ લિમિટેડ નવી દિલ્હી સ્થિત એક ઈન્ટીગ્રેટેડ એન્જિનિયરિંગ, પ્રોકર્નમેન્ટ અને કંસ્ટ્રક્શન (“EPC”) કંપની છે. કંપની ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ પ્રોજેક્ટ્સ (જેમાં રસ્તાઓ અને પુલો, એરપોર્ટ ટર્મિનલ અને રેલ્વે ટર્મિનલના બાંધકામ અથવા અપગ્રેડનો સમાવેશ થાય છે) અને સોશિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ (જેમાં શૈક્ષણિક સંસ્થાઓ, સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હોસ્પિટલોનો સમાવેશ થાય છે)ની સાથે વાણિજ્યિક કચેરીઓ અને રહેઠાણ જેવા બિન-માળખાકીય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

જ્યારે કંપનીનું પ્રાઈમરી ફોકસ અને સ્ટ્રેન્થ એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુશન બિલ્ડિંગ્સના બાંધકામમાં છે. આની સાથે તેઓએ રેલ્વે બ્રિજ, એરપોર્ટ ટર્મિનલ, એલિવેટેડ રેલ્વે ટર્મિનલ અને રેલ્વે બ્રિજ અને હોસ્પિટલો જેવા સ્પેશિયલાઈઝ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નોન-ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને હાથ ધરવામાં વૈવિધ્યીકરણ કર્યું છે. કંપનીએ છેલ્લા બે દાયકામાં 37 પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે અને હાલમાં મુખ્ય માળખાગત ક્ષેત્રોમાં 13 ચાલુ પ્રોજેક્ટ્સનું સંચાલન કરી રહી છે, જે દેશભરમાં પ્રતિષ્ઠિત ગ્રાહકો સાથે કામ કરે છે.

31 માર્ચ, 2025 સુધીમાં, કંપનીની એકીકૃત ઓર્ડર બુક રૂ. 669.10 કરોડ હતી, જે ચાલુ અને આગામી પ્રોજેક્ટ્સની મજબૂત પાઇપલાઇન દર્શાવે છે. 31 ડિસેમ્બર, 2024ના રોજ પૂરા થયેલા નવ મહિના માટે આવકના વિભાજનમાં રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શૈક્ષણિક સંસ્થાઓ, રમતગમતના માળખા, આવાસ અને કોમર્શિયલ બિલ્ડિંગ્સ જેવા મુખ્ય પ્રોજેક્ટ સેગમેન્ટનો સમાવેશ થાય છે. જે કંપનીના વૈવિધ્યસભર પોર્ટફોલિયોને પ્રકાશિત કરે છે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

31 ડિસેમ્બર, 2024ના રોજ પૂરા થયેલા નવ મહિના માટે, ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ્સે ઓપરેશન્સમાંથી રૂ. 254.65 કરોડની આવક અને કર પછીનો નફો (PAT) રૂ. 17.78 કરોડ નોંધાવ્યો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)