બજાજ આલિયાન્ઝ લાઈફે નિફ્ટી 500 મલ્ટિફેક્ટર 50 ઈન્ડેક્સ ફંડ લૉન્ચ કર્યું

પુણે, 4 જુલાઈ: બજાજ આલિયાન્ઝ લાઈફે પોતાના ન્યૂ ફંડ ઓફર (NFO) બજાજ આલિયાન્ઝ લાઈફ નિફ્ટી 500 મલ્ટિફેક્ટર 50 ઇન્ડેક્સ ફંડનું લૉન્ચિંગ કર્યું છે. કંપનીના ULIP પ્રોડક્ટ્સ હેઠળ ઉપલબ્ધ આ ફંડને નિફ્ટી 500 મલ્ટિફેક્ટર MQVLv 50 ઇન્ડેક્સને ટ્રેક કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેના થકી રોકાણકારોને મલ્ટિફેક્ટર આધારિત ઇક્વિટી ઇન્ડેક્સમાં રોકાણનો લાભ મળે છે સાથે જ જીવન વીમા કવર પણ મળે છે.
બજાજ આલિયાન્ઝ લાઈફના ULIP ઉત્પાદનો જેમાં બજાજ આલિયાન્ઝ લાઈફ નિફ્ટી 500 મલ્ટિફેક્ટર 50 ઇન્ડેક્સ ફંડ સામેલ છે. નિફ્ટી 500 મલ્ટિફેક્ટર MQVLv 50 ઇન્ડેક્સ એ એક નિયમ આધારિત ઇન્ડેક્સ છે, જેમાં નિફ્ટી 500 યુનિવર્સમાંથી ચાર જાણીતા રોકાણ ફેક્ટર્સ મોમેન્ટમ, ક્વોલિટી, વેલ્યુ અને લો વોલેટિલિટીના આધારે 50 શેર્સ પસંદ થાય છે. આ ફંડ નિફ્ટી 500 મલ્ટિફેક્ટર MQVLv 50 ઇન્ડેક્સને પેસિવ રીતે ટ્રેક કરે છે અને રોકાણકારોને 50 શેર્સના વૈવિધ્યસભર પોર્ટફોલિયો દ્વારા મલ્ટિફેક્ટર સ્ટ્રેટેજીનું એક્સપોઝર આપે છે. આ ન્યૂ ફંડ ઑફર (NFO) 1 જુલાઈ 2025થી શરૂ થઈ 14 જુલાઈ 2025 સુધી ચાલુ રહેશે.
નવા ફંડના લોન્ચ વિશે વાત કરતા બજાજ આલિયાન્ઝ લાઈફ ઈન્શ્યોરન્સના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઑફિસર શ્રીનિવાસ રાવ રાવુરીએ જણાવ્યું કે, આજની હાઈ માર્કેટ વૉલેટિલિટીની પરિસ્થિતિમાં ફેક્ટર આધારિત પેસિવ સ્ટ્રેટેજી રોકાણ કરવું એક સમજણભર્યું અને અનુશાસિત સાધન પુરું પાડે છે. બજાજ આલિયાન્ઝ લાઈફ નિફ્ટી 500 મલ્ટિફેક્ટર 50 ઇન્ડેક્સ ફંડ ચાર ફેક્ટર્સ, મોમેન્ટમ, ક્વોલિટી, વેલ્યુ અને લો વોલેટિલિટીનું સંયોજન આપીને વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયો તૈયાર કરે છે.
નિફ્ટી 500 યુનિવર્સમાંથી પસંદ કરવામાં આવેલા 50 મોખરાના શેર્સના ફોકસ્ડ ઇન્ડેક્સને ટ્રેક કરતું આ ફંડ બજાજ આલિયાન્ઝ લાઈફના ULIP ઉત્પાદનો સાથે જોડાયેલું છે. બજાજ આલિયાન્ઝ લાઈફ નિફ્ટી 500 મલ્ટિફેક્ટર 50 ઇન્ડેક્સ ફંડ એવા રોકાણકારો માટે રચાયેલ છે જેમનું રિસ્ક ટોલરન્સ ખૂબ ઊંચું છે અને જે લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ માટે ભારતીય ઇક્વિટીમાં નિયમિત અને ફેક્ટર આધારિત રોકાણ માટે ઈચ્છુક છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
