ટાટા કેપિટલ IPOની એન્કર બુકમાં 5 ગણી માગ
અમદાવાદ, 6 ઓક્ટોબરઃ ટાટા કેપિટલના રૂ. 15,512 કરોડના આઇપીઓને એન્કર ઇન્વેસ્ટર તરફથી ખૂબજ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. કંપનીએ 68 ઘરેલુ અને વૈશ્વિક સંસ્થાકીય રોકાણકારોને આશરે રૂ. 4,642 કરોડના શેર્સની ફાળવણી કરી છે, જેના માટે સબસ્ક્રિપ્શન ફાળવણી કરતાં પાંચ ગણું હતું. ઇક્વિટી શેર્સની મૂળ કિંમત કરતાં ફ્લોર વેલ્યુ પ્રાઇઝ 31.0 ગણી છે અને કેપ પ્રાઇઝ ઇક્વિટી શેર્સની મૂળ કિંમતના 32.6 ગણી છે.
સૂત્રોના કહેવા મૂજબ મજબૂત માગને કારણે રોકાણકારો જે પ્રકારે કંપનીમાં હિસ્સો ઇચ્છતા હતાં, તેવો મેળવી શક્યાં નહીં અને તેમને મર્યાદિત સબસ્ક્રિપ્શનથી સંતોષ માનવો પડ્યો.
ટોચના મ્યુચ્યુઅલ ફંડ્સે એન્કર રાઉન્ડમાં ભાગ લીધો હતો તેમજ મજબૂત વિશ્વાસ દર્શાવ્યો હતો. એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ અને આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ એમએફ જેવા મોટા એસેટ મેનેજરો સાથે ભારતની સૌથી મોટી જીવન વીમા કંપની એલઆઇસીએ સબ્સ્ક્રાઇબ કર્યું હતું. ગોલ્ડમેન સેક્સ, મોર્ગન સ્ટેનલી સહિતની વૈશ્વિક દિગ્ગજોએ પણ એન્કર બુકના એક હિસ્સા માટે રૂચિ દર્શાવી હતી.
ઘરેલુ મ્યુચ્યુઅલ ફંડ્સ, સોવરિન ફંડ્સ, વીમા કંપનીઓ અને એફપીઆઇ સહિતના વિવિધ સહભાગીઓની રૂચિ ટાટા કેપિટલના ફાઇનાન્સિયલ સર્વિસિસ મોડેલની વ્યાપક અપીલને દર્શાવે છે.
માર્કેટના જાણકારોએ નોંધ્યું હતું કે મોટી એનબીએફસી લિસ્ટિંગમાં પણ રોકાણકારોની આટલી મોટી સંખ્યા ભાગ્યે જ જોવા મળી છે અને તાજેતરના વર્ષોમાં ફાઇનાન્સિયલ સેક્ટર ઓફરિંગમાં ટાટા કેપિટલના આઇપીઓમાં વિશેષ રૂચિ જોવા મળી છે. તેમણે ભાર મૂક્યો હતો કે ટાટા કેપિટલના રિટેઇલ, એસએમઇ અને હાઉસિંગ ફાઇનાન્સમાં વૈવિધ્યસભર ધિરાણ પોર્ટફોલિયો, તેના સુધારતા નફાકારકતા માપદંડો તેમજ ટાટા બ્રાન્ડ સાથે સંકળાયેલા વિશ્વાસને કારણે આ ઉત્સાહ જોવા મળ્યો છે.
એન્કર રાઉન્ડનું ઓવરસબસ્ક્રિપ્શનથી રિટેઇલ અને ઇન્સ્ટિટ્યુશનલ માગને પણ મજબૂતાઇ મળશે. રિટેઇલ સબસ્ક્રિપ્શન માટે આઇપીઓ 6 ઓક્ટોબરના રોજ ખુલશે. ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ પ્રતિશેર રૂ. 310થી રૂ. 326 છે. રોકાણકારો લઘુત્તમ 46 શેર્સ માટે બીડ કરી શકે છે.
બીડ/ઓફર સોમવાર, 6 ઓક્ટોબર, 2025ના રોજ ખુલશે અને બુધવાર, 8 ઓક્ટોબર, 2025ના રોજ બંધ થશે. લઘુત્તમ 46 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 46 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં બીડ કરી શકાશે.
કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, બીએનપી પરિબા, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, એચડીએફસી બેંક લિમિટેડ, એચએસબીસી સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ લિમિટેડ, આઇઆઇએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ (અગાઉ આઇઆઇએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતું હતું), જે.પી. મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આ ઓફર (“બીઆરએલએમ”) ના બુક રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
