માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24793- 24692, રેઝિસ્ટન્સ 24950- 25006
નિફ્ટીમાં 25,100–25,250 તરફ આગળ વધવાના કોઈપણ વલણ માટે 25,000નું લેવલ એક મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ બનવાની ધારણા છે. ત્યાં સુધી, 24,600 પર સપોર્ટ સાથે, કોન્સોલિડેશન અને રેન્જબાઉન્ડ ટ્રેડિંગ ચાલુ રહી શકે છે.
| Stocks to Watch: | HDFCBank, BajajFinance, IndusIndBank, ABLifestyle, Lupin, Infosys, Ceigall, Sobha, KotakBank, PaceDigitek, YesBank, Ujjivan SFBank, CanaraBank, ABCapital, HeroMotoCorp, JSWSteel, CanFinHomes, ShyamMetalics, Poonawalla |
અમદાવાદ, 6 ઓક્ટોબરઃ નિફ્ટીએ 24894 પોઇટના લેવલે સાધારણ રિકવરી સાથે 24500ના સપોર્ટ લેવલને જાળવી રાખ્યું છે. સાથે સાથે નીચા મથાળેથી તેજીવાળાઓ પણ સક્રીય બન્યા જણાય છે. નિફ્ટી તેની 20 દિવસીય એસએમએ નજીક ટ્રેડ થઇ રહ્યો છે. જે માર્કેટમાં સ્થિરતા અને શોર્ટટર્મ રિબાઉન્ડનો સંકેત આપે છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, આરએસઆઇ ધીરે ધીરે સુધરી રહ્યો છે અને 25200- 25300 પોઇન્ટ તરફની નિફ્ટીની ચાલને સપોર્ટ કરી રહ્યો છે.

નિફ્ટીએ તેની તેજી બીજા સત્ર માટે લંબાવી, પરંતુ વધુ ઉપરની ગતિ માટે, તેને 25,100–25,200 તરફ સંભવિત ચાલ માટે, બોલિંગર બેન્ડ્સની સેન્ટ્રલ લાઇ 25,000થી ઉપર ફરી ક્રોસ થવા અને ટકાવી રાખવાની જરૂર છે. જોકે, ત્યાં સુધી, કોન્સોલિડેશન જોવા મળી શકે છે, તાત્કાલિક સપોર્ટ 24,750 પર અને ત્યારબાદ 24,600 મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે જોવા મળી શકે. દરમિયાન, બેંક નિફ્ટી 55,600ના નિર્ણાયક ઝોનમાં પહોંચી ગયો છે. આ લેવલથી ઉપર ટકી રહેવાથી 55,800 અને 56,100 માટે દરવાજા ખુલી શકે છે; જોકે, તેનાથી નીચે રહેવાથી 55,150 પર સપોર્ટ સાથે કોન્સોલિડેશન થઈ શકે છે.

3 ઓક્ટોબરના રોજ, નિફ્ટી 58 પોઈન્ટ વધીને 24,894 પર પહોંચ્યો હતો, જ્યારે બેંક નિફ્ટી 241 પોઈન્ટ વધીને 55,589 પર પહોંચ્યો હતો. માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે NSE પર ઘટેલા 924 શેરની સરખામણીમાં 1,888 શેરમાં ખરીદીનો રસ જોવા મળ્યો હતો.

વધુ ઉપરની ગતિ માટે, 25,100-25,200 તરફ સંભવિત ચાલ માટે નિફ્ટી 50ને 25,000થી ઉપર રહેવાની જરૂર છે. જોકે, ત્યાં સુધી, કોન્સોલિડેશન જોવા મળી શકે છે, તાત્કાલિક સપોર્ટ 24,750 પર રહેશે, ત્યારબાદ 24,600 મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે રહેશે.
| Stocks in F&O ban: | RBL Bank |
ઇન્ડિયા VIX: સતત ચોથા સત્રમાં ઘટ્યો અને ટૂંકા અને મધ્યમ ગાળાના મૂવિંગ એવરેજથી નીચે રહ્યો, જે તેજીવાળાઓ માટે અનુકૂળ વાતાવરણનો સંકેત આપે છે. શુક્રવારે VIX 2.21 ટકા ઘટીને 10.06 પર સ્થિર થયો, જે 19 સપ્ટેમ્બર પછીનું સૌથી નીચું લેવલ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
