IPO AT A GLANCE: 3 કંપનીઓએ ડ્રાફ્ટ પેપર્સ પાછા ખેંચ્યા, ટ્રાવેલપ્લસ, ટી પોસ્ટ, લર્નફ્લુઅન્સ એજ્યુકેશનના IPOને મંજૂરી
અમદાવાદ, 17 માર્ચઃ નેગેટિવ રિસ્પોન્સ અને મોટાભાગના IPOમાં નેગેટિવ લિસ્ટિંગ તેમજ ઇરાન- અમેરીકા યુદ્ધની સ્થિતિના કારણે ખરડાયેલા સેન્ટિમેન્ટને ઘ્યાનમાં રાખીને ત્રણ કંપનીઓએ SEBI સમક્ષ IPO માટે ફાઇલ કરેલાં ડ્રાફ્ટ પેપર્સ પાછા ખેંચી લીધા છે. રેઝ પાવર ઇન્ફ્રા, અર્જુન જ્વેલર્સ અને મધુર આયર્ન એન્ડ સ્ટીલ ઇન્ડિયાએ તેમના ડ્રાફ્ટ પેપર્સ પાછા ખેંચી લીધા છે. જ્યારે ટ્રાવેલસ્ટેક ટેક, ટી પોસ્ટ અને લર્નફ્લુઅન્સ એજ્યુકેશનને તેમના IPO યોજનાઓ સાથે આગળ વધવા માટે SEBI તરફથી મંજૂરી મળી છે.
SEBIએ ટી પોસ્ટના ડ્રાફ્ટ દસ્તાવેજ પર અવલોકનો જારી કર્યા છે, જ્યારે ટ્રાવેલસ્ટેક ટેક અને લર્નફ્લુઅન્સ એજ્યુકેશનના પ્રારંભિક પેપર્સ પરના અવલોકનો જારી કરવામાં આવ્યા હતા. એક્સેલ, ગોલ્ડમેન સૅક્સ, પેન્થેરા અને ક્વોલકોમ-સમર્થિત ટ્રાવેલસ્ટેક ટેક, જે બિઝનેસ ટ્રાવેલ પ્લેટફોર્મ ટ્રાવેલપ્લસનું સંચાલન કરે છે, તેમણે ડિસેમ્બર 2025માં IPO દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે SEBI પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યા હતા. ટ્રાવેલપ્લસ, ફેબહોટલ્સ અને વાયા બ્રાન્ડ્સની પેરેન્ટ ફર્મે નવા શેર જારી કરીને રૂ. 250 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત મૂકી હતી. જ્યારે પ્રમોટર્સ અને રોકાણકારોએ ઓફર-ફોર-સેલ દ્વારા 2.68 કરોડ ઇક્વિટી શેર વેચવાની યોજના બનાવી હતી.
ગુજરાત સ્થિત ટી કાફે ચેઇન ઓપરેટર, ટી પોસ્ટે જૂન 2025 માં નિયમનકાર પાસે ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યા હતા. ઇન્ડિયાનિવેશ વેન્ચર કેપિટલ ફંડ દ્વારા તેના વિસ્તરણ માટે IPO દ્વારા ભંડોળ એકત્ર કરવાની દરખાસ્ત હોવાનું મનાય છે. 2.85 કરોડ શેરનો ફ્રેશ IPO અને 1.425 કરોડ ઇક્વિટી શેરના ઓફર-ફોર-સેલનું મિશ્રણ હશે. લક્ષ્ય એલએમએસના પેરન્ટ લર્નફ્લુઅન્સ એજ્યુકેશને DRHP ફાઇલ કર્યું છે. નવા શેર જારી કરીને રૂ. 246 કરોડ એકત્ર કરવાનો ઇરાદો ધરાવે છે, જ્યારે પ્રમોટર ઓરવેલ લિયોનેલ ઓફર-ફોર-સેલ દ્વારા 40 લાખ શેર વેચશે.

ત્રણ કંપનીઓએ IPO માટેના DRHP પાછા ખેંચ્યા
રેઝ પાવર ઇન્ફ્રા, અર્જુન જ્વેલર્સ અને મધુર આયર્ન એન્ડ સ્ટીલ ઇન્ડિયાએ છેલ્લા અઠવાડિયામાં તેમના IPO પેપર્સ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. રેઝ પાવર IPO દ્વારા રૂ. 1,150 કરોડ એકત્ર કરવા માટે DRHP ફાઇલ કર્યા છે, જ્યારે રાજકોટ સ્થિત જ્વેલરી રિટેલર અર્જુન જ્વેલર્સે પણ IPO દ્વારા રૂ. 180 કરોડ એકત્ર કરવા માટે ડ્રાફ્ટ દસ્તાવેજ ફાઇલ કર્યા છે. છત્તીસગઢ સ્થિત મધુર આયર્ન એન્ડ સ્ટીલ (ઇન્ડિયા)એ DRHP ફાઇલ કર્યું હતું. IPO માં કોઈ ઓફર-ફોર-સેલ ઘટક વિના 1 કરોડ ઇક્વિટી શેરનો નવો ઇશ્યૂ શામેલ હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
