અમદાવાદ, 17 માર્ચઃ UPI ચુકવણી એપ્લિકેશન PhonePe એ વર્તમાન જિયોપોલિટિકલ ક્રાઇસિસ અને બજારની વોલેટિલિટીના કારણે તેની આઇપીઓ પ્રોસેસને અસ્થાયી રૂપે મુલતવી રાખી છે. વોલમાર્ટ-સમર્થિત કંપનીએ જણાવ્યા અનુસાર મૂડી બજારોમાં થોડી સ્થિરતા આવે પછી તે આઇપીઓ પ્રક્રિયા ફરી શરૂ કરશે. ઈરાન પર યુએસ-ઇઝરાયલ યુદ્ધે વૈશ્વિક બજારોને ડરાવી દીધા છે, અને કંપનીનું મૂલ્ય $15 બિલિયન આંકતા $1.3 બિલિયનના IPOને વર્તમાન ઓફર કરતા ઘણી વધુ તરલતાની જરૂર હોવાનું એક સૂત્રએ જણાવ્યું હતું.