મુંબઈ, 21 મે 2026: GP પેટ્રોલિયમ લિમિટેડ (GPPL), ભારતની અગ્રણી લ્યુબ્રિકન્ટ ઉત્પાદક કંપનીઓમાંની એક, વધતી નફાકારકતા, વિસ્તરતી ઈન્ડસ્ટ્રિયલ પ્રેઝન્સ અને ઓટોમોટિવ તથા ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટમાં સ્ટ્રોંગ માર્કેટ રીચના આધારે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી રહી છે. NSE અને BSE પર લિસ્ટેડ કંપની હવે હાઈ-માર્જિન મેન્યુફેક્ચરિંગ આવકનો હિસ્સો વધારવા અને નીચા માર્જિન ધરાવતા ટ્રેડિંગ બિઝનેસ પરની નિર્ભરતા ઘટાડવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીએ EBITDA માર્જિનમાં સતત સુધારો નોંધાવ્યો છે, જે અંદાજે ત્રણ વર્ષ પહેલાંના 4.2%થી વધીને ડિસેમ્બર 2025 સુધીમાં 6.8% સુધી પહોંચ્યો છે. આ વૃદ્ધિ વધુ સારા પ્રોડક્ટ મિક્સ અને મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાંથી મળતા મજબૂત યોગદાનને કારણે શક્ય બની છે. હાલમાં કંપનીની કુલ આવકમાં 80%થી વધુ હિસ્સો મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટમાંથી આવે છે, જે વેલ્યુ-એડેડ લ્યુબ્રિકન્ટ અને સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ પર મેનેજમેન્ટના વ્યૂહાત્મક ફોકસને દર્શાવે છે.

કંપની તેની ફ્લેગશિપ બ્રાન્ડ IPOL હેઠળ કાર્ય કરે છે, જેને બજારમાં પાંચ દાયકાથી વધુનો અનુભવ છે. IPOL ઓટોમોટિવ, ઇન્ડસ્ટ્રીયલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝને ભારતમાં તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં સર્વિસ પ્રોવાઈડ કરે છે. GPPLએ 300થી વધુ ડિસ્ટ્રિબ્યુટર્સ અને 18 ડિપોઝ ધરાવતું PAN-ઈન્ડિયા નેટવર્ક ઉભું કર્યું છે, જેને મુંબઈ નજીક આવેલી 80,000 KL વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ધરાવતી મેન્યુફેક્ચરિંગ સુવિધાનો આધાર પ્રાપ્ત છે.

કંપનીના વિકાસમાં ઇન્ડસ્ટ્રીયલ લ્યુબ્રિકન્ટ્સ અને મેટલવર્કિંગ ફ્લુઈડ્સ બિઝનેસ મુખ્ય ગ્રોથ ડ્રાઈવર તરીકે ઉભર્યા છે, જ્યાં IPOLએ મશીન ટૂલ્સ, ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન્સ, EDM ઇક્વિપમેન્ટ અને હાઇડ્રોલિક સિસ્ટમ્સ ક્ષેત્રના OEMs સાથે મજબૂત જોડાણ વિકસાવ્યું છે.

હાલમાં અનેક OEMs દ્વારા IPOL પ્રોડક્ટ્સની ભલામણ કરવામાં આવી રહી છે, જેના કારણે કંપનીને બજારમાં વધુ વિશ્વસનીયતા અને ગ્રાહક જાળવણીમાં મજબૂતી મળી રહી છે. GPPL હાલમાં ભારતમાં મેટલવર્કિંગ ફ્લુઈડ્સ સેગમેન્ટમાં આશરે 8% અને રબર પ્રોસેસ ઓઈલ્સમાં લગભગ 10% માર્કેટ શેર ધરાવે છે.

કંપનીએ તેની નિકાસ હાજરીમાં પણ વધારો કર્યો છે અને રબર પ્રોસેસ ઓઈલ્સ બિઝનેસ માટે ટાયર અને નોન-ટાયર ઇન્ડસ્ટ્રીઝના નવા વૈશ્વિક ગ્રાહકો પાસેથી મંજૂરીઓ મેળવી છે. હાલમાં IPOL પ્રોડક્ટ્સ શ્રીલંકા, UAE, બાંગ્લાદેશ, સાઉદી અરેબિયા અને લેટિન અમેરિકાના વિવિધ બજારોમાં ઉપલબ્ધ છે.

GPPL મજબૂત OEM સંબંધો, સ્થાપિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુધરતા નફાકારકતા માપદંડો સાથે સ્કેલેબલ મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ તરીકે પોતાની સ્થિતિ મજબૂત બનાવી રહી છે. સ્પેનની અગ્રણી એનર્જી કંપની Repsol સાથેનો કંપનીનો લાંબા ગાળાનો સહયોગ પણ ભારતમાં વૈશ્વિક લ્યુબ્રિકન્ટ બ્રાન્ડ્સ માટે વિશ્વસનીય મેન્યુફેક્ચરિંગ અને ડિસ્ટ્રિબ્યુશન પાર્ટનર તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)