અદાણી પોર્ટસના વિઝિંજામ બંદરમાં MSC ગ્રુપ ૪૯% હિસ્સો ખરીદી ૨.૮૫ અબજ ડોલરનું રોકાણ કરશે

અમદાવાદ 1 જુલાઇ: અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન અને દુનિયાની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ કંપની મેડિટેરેનિઅન શિપીંગ કંપની (MSC) સમૂહે એક કરેલા  નિશ્ચિત કરાર હેઠળ MSC, તેની કન્ટેનર ટર્મિનલ ઓપરેટિંગ અને ઇન્વેસ્ટિંગ  (TiL) પાંખ મારફત અદાણી  વિઝિંજામ પોર્ટ પ્રા. લિ. ( AVPPL) માં ૪૯% હિસ્સા સમકક્ષ .૨.૮૫ અબજ ડોલરનું માતબર રોકાણ કરશે, જે વિઝિંજામ પોર્ટ માટે કન્સેશનર છે. આ કરાર નિયમનકારી મંજૂરીઓ સહિત પરંપરાગત મંજૂરીઓને આધીન છે.

આ માહિતી આપતા અદાણી પોર્ટસના પૂર્ણકાલિન ડિરેક્ટર અને સી.ઇ.ઓ. અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે વિઝિંજામ બંદરે તેની ૧૮ મહિનાની કામગીરીમાં ૨ મિલિયન TEUs કાર્ગોનું વોલ્યુમ સંચાલન પાર કરવાની ગરિમા હાંસલ કરનાર પ્રથમ ભારતીય બંદર બન્યું છે. MSC ગ્રુપનો એક ભાગ અને દુનિયાના સૌથી મોટા કન્ટેનર ટર્મિનલ ઓપરેટરોમાંનું એક TiL પાંચ ખંડોમાં એકસોથી વધુ કન્ટેનર ટર્મિનલનો કાફલા સાથે વાર્ષિક ૭૦ મિલિયન TEUs થી વધુનું થ્રુપુટ હાંસલ કરે છે.

ડિસેમ્બર ૨૦૨૪માં કાર્યરત થયેલ ૧.૬ મિલિયન TEUની ક્ષમતા ધરાવતું  વિઝિંજામ બંદર ભારતનું પ્રથમ ડીપ-ડ્રાફ્ટ મેગા ટ્રાન્સશિપમેન્ટ બંદર છે. આ બંદરનું હાલ વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. ડિસેમ્બર ૨૦૨૮ સુધીમાં તેની ક્ષમતા સાડા ત્રણ ગણી વધારીને ૫.૭ મિલિયન TEUs થશે. યુરોપ, પર્સિયન ગલ્ફ અને દૂર પૂર્વને જોડતા પૂર્વ-પશ્ચિમ શિપિંગ રૂટથી માત્ર ૧૦ નોટિકલ માઇલ દૂર વ્યૂહાત્મક રીતે સ્થિત વિઝિંજામ બંદરમાં ૧૮-૨૦ મીટરનો કુદરતી ડ્રાફ્ટ, ૨.૯ કિમી બ્રેકવોટર, ૮૦૦ મીટર બર્થ અને અદ્યતન માળખાકીય સુવિધાઓમાં ૮ ક્વે ક્રેન અને ૨૪ સંપૂર્ણ સ્વચાલિત યાર્ડ ક્રેનનો સમાવેશ થાય છે.

ગત નાણાકીય વર્ષ  દરમિયાન  વિઝિંજામ બંદરે ૧.૩ મિલિયન TEUsનું સંચાલન કર્યું હતું. તેના પહેલા વર્ષમાં આ બંદરે ૧.૩ મિલિયન TEUs અને ૬૧૫ જહાજોનું સંચાલન કરી ૧ મિલિયન TEUનું સીમાચિહ્ન પાર કરનાર સૌથી ઝડપી ભારતીય બંદર બન્યું છે. ૧૮ મહિનામાં વિઝિંજામ બંદરે ૨૦ લાખ TEUs અને ૯૫૦ જહાજોના પરિવહનના આંકને વટાવી એક વધુ રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપ્યો છે. જૂન ૨૦૨૬માં  વિઝિંજમે તેના ૧૦૦૦મા જહાજનું આવકાર્યું હતું ૩૦૦ મીટરથી વધુ લંબાઈવાળા ૨૮૩ જહાજો અને ૧૬ મીટરથી વધુ ડ્રાફ્ટની જરૂર હોય તેવા ૯૮ જહાજો સાથે  વિઝિંજામ બંદરે ભારતીય બંદરોમાં સૌથી વધુ ૭૦ થી વધુ અલ્ટ્રા લાર્જ કન્ટેનર વેસલ્સ (ULCVs) નું સંચાલન કર્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)