ગ્રીન એજ ડેટા સેન્ટરને વીજ સપ્લાય આપવામાં ગ્રીનઝો એનર્જી મહત્વની ભૂમિકા ભજવશે

ભારતમાલા રોડ નેટવર્ક પર 4550 જેટલા ગ્રીન ડેટા સેન્ટર આવી રહ્યા છે તેને માટે વીજળી સપ્લાયની સમસ્યા હોવાથી સરકારે ગ્રીન એનર્જીના વિકલ્પને પસંદ કરવા જણાવ્યુંગુજરાત સરકાર આજકાલમાં જ ગ્રીન ડેટા સેન્ટર માટેની ગ્રીન એનર્જી માટેની નવી પાવર પોલીસીની જાહેરાત કરે તેવી સંભાવના

સોલાર પાવર દિવસ દરમિયાન મળી શકે, બેટરી સ્ટોરેજ આખી રાત ન ચાલે તેમ હોવાથી ઈલેક્ટ્રોલાઈઝરથી હાઈડ્રોજનથી અને હાઈડ્રોજનથી વીજળી જનરેટ કરવાનો ગ્રીન ડેટા સેન્ટર માટે ઉપયોગમાં લેવાનો મજબૂત વિકલ્પ

અમદાવાદ, 9 જુલાઇઃ વર્તમાન ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના યુગમાં, રોજિંદી વ્યાપારી પ્રવૃત્તિઓથી લઈને નાણાકીય વ્યવહારો સુધી, ડેટા સ્ટોરેજની વધી રહેલી જરૂરિયાતને કારણે માહિતી સાચવી રાખવાની જરૂરિયાત પરનો ભાર સતત વધી રહ્યો છે. માહિતી સંગ્રહ કરી રાખવા માટે અગાઉ આટલો બોજ-ભાર આવતો નહોતો. આજે ડિજિટલી કનેક્ટેડ વિશ્વમાં જીવન વધુને વધુ ડેટા-આધારિત બની રહ્યું છે. તેથી ડેટા સેન્ટર્સ આર્થિક વેરહાઉસ-ગોદામ તરીકે વિકસિત થઈ રહ્યા છે. તેઓ માત્ર ડેટાનો સંગ્રહ જ નથી કરી રહ્યા, પરંતુ ડેટા લોકલાઇઝેશન (સ્થાનિકીકરણ), ડેટા સિક્યોરિટી, ડેટા પ્રોટેક્શન અને ડેટા એક્સિલરેશન ભારતના ડેટા સેન્ટરની ક્રાંતિના મહત્વના પ્રેરક બળો છે. તેનાથી જ ભારતમાં ડેટા સેન્ટરના વિસ્તરણની માંગ ઊભી કરી છે.

ડેટા સેન્ટરના માધ્યમથી 5G સેવાઓ, ડિજિટલ પેમેન્ટ્સ, બિગ ડેટા એનાલિટિક્સ, સ્માર્ટફોનનો ઉપયોગ, ડિજિટલ ડેટા એક્સેસ, IoT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) સેવાઓ અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), AR (ઓગમેન્ટેડ રિયાલિટી), ML (મશીન લર્નિંગ), VR (વર્ચ્યુઅલ રિયાલિટી) અને બ્લોકચેન જેવી અન્ય ટેકનોલોજીના લોન્ચે ભારતમાં ડેટા સેન્ટર રોકાણો માટે મજબૂત પ્રેરક બળ પૂરું પાડ્યું છે. જો કે, આ ડેટા સેન્ટર્સનું ઝડપી વિસ્તરણ કોલસાની વીજળી ઉપલબ્ધ બને તેમ ન હોવાથી ગ્રીન એજિસ ડેટા સેન્ટરો માટે મોટા પડકારો ઊભા કરે છે. તેમાં ખાસ કરીને તેમની વીજળીની જરૂરિયાતોની આગાહી અને સંચાલન કરવામાં મોટી સમસ્યા આવી શકે છે.  વીજળીના વધતા ખર્ચને જોતાં, ડેટા સેન્ટર ઓપરેટરો સ્વાભાવિક રીતે જ ઉર્જા બચાવવા માટે પ્રોત્સાહિત થાય છે, કારણ કે વીજળી એ ડેટા સેન્ટરનો મોટો ઓપરેશનલ એક્સપેન્ડિચર થાય છે.

આજે ભારત માલા રોડ નેટવર્કના પરિસરમાં 4500થી વધુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત વધુ ડેટા સેન્ટર ડેવલપ થવાની કામગીરી ચાલી રહી છે. તેમને માટે ગ્રીન એનર્જી વધુ જરૂરી છે. તેમને ગ્રીન પાવર જનરેટ કરવા સરકાર જણાવી રહી છે. તેને માટે કોલસાથી કે અન્ય વિકલ્પોથી પેદા થતી વીજળીનો સપ્લાય આપવાને બદલે સરકાર તેમને ગ્રીન પાવરના વિકલ્પ પર જવા ડેટા સેન્ટર શરૂ કરી રહેલા લોકોને જણાવી રહી છે. બીજું, ભારત માલાના રોડ નેટવર્ક પર 4550થી વધુ એજ ડેટા સેન્ટર માટે સરકાર વીજળી પૂરી પાડી શકે તેમ નથી. તેથી તેમને ગ્રીન પાવરનો ઉપયોગ કરવા જણાવવામાં આવી રહ્યું છે. તેથી તેમણે પોતાની પાવરની જરૂરિયાત પૂરી કરવા માટે મિનિગ્રીડ ડેવલપ કરવાની છે. મિનિ ગ્રીડમાં સોલાર અને બેટરી આધારિત મેનેજમેન્ટ સિસ્ટમથી વીજળીનો પુરવઠો મેળવી શકે છે. સોલાર અને બેટરી આધારિત વીજ ઉત્પાદનનો વિકલ્પ  દિવસ દરમિયાન જ કામ આપી શકે છે. સોલાર પાવરની બેટરી ખતમ થઈ જાય ત્યારે હાઈડ્રોજનનથી પેદા કરેલી વીજળીનો ઉપયોગ કરી શકાય છે. ગ્રીન્ઝોના ઇલેક્ટ્રોલાઈઝર હાઈડ્રોજનના ફ્યુઅલ સેલ લગાવીને ડેટા સેન્ટરને સપ્લાય આપવાને સમર્થ છે. વીજળીથી હાઈડ્રોજન અને હાઈડ્રોજન પાવરથી ડેટા સેન્ટરને સતત વીજ પુરવઠો મળતો રહેશે. હાઈડ્રોજનથી એક એક મેગવોટ વીજળી પેદા કરવાના યુનિટ નાખી શકે છે.

સરકારે મણિપાલમાં આ પ્રકારના એક પાવર સેન્ટર માટે ટેન્ડર બહાર પાડ્યું છે. હાઈડ્રોજનથી પાવર જનરેટ કરવા માટે એક મેગાવોટનો રૂ. 15 કરોડનો ખર્ચ આવે છે. જોકે તેમાં બેટરી મેનેજમેન્ટ સિસ્ટમના ખર્ચનો પણ સમાવેશ થાય છે. તેમને સાતેય દિવસ અને ચોવીસ કલાક ગ્રીન એનર્જી મળી રહી છે. સોલાર પાવર માટે એક મેગાવોટનો ખર્ચ 3.5 કરોડનો થાય છે. પરંતુ તેમાં રાત્ર પાવર મળતો નથી. ગુજરાત સરકાર આ માટે નવી પોલીસી તૈયાર કરીને આજકાલમાં તેની જાહેરાત કરે તેવી સંભાવના છે.

આમ ગ્રીન્ઝો એનર્જીના ઇલેક્ટ્રોલાઈઝર હાઈડ્રોજનમાંથી વીજળી પેદા કરીને ગ્રીન એજ ડેટા સેન્ટરને તેનો પુરવઠો મળે તેવી વ્યવસ્થા કરવા માટેનો એક મજબૂત વિકલ્પ પૂરો પાડે છે. હાઈડ્રોજનથી પેદા થતી વીજળી ડેટા સેન્ટર માટે સારો અને સશક્ત વિકલ્પ બનવાને સક્ષમ છે.  હાઇડ્રોજન ૨૦૫૦ સુધીમાં ભારતીય અર્થતંત્રને ડીકાર્બોનાઇઝ (કાર્બન મુક્ત) કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભારતનો હાઇડ્રોજન એનર્જી રોડમેપ ૨૦૨૦ સુધીમાં કાર્યરત હાઇડ્રોજન અર્થતંત્ર માટે વિઝન ધરાવતો હતો. હાઇડ્રોજન રોડમેપના ઉદ્દેશ્યો અધૂરા રહ્યા છે. ગ્રીનઝો એનર્જી (Greenzo Energy) એ શોધી કાઢ્યું કે અપૂરતો ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ વિકાસ, સક્રિય નીતિઓનો અભાવ, હાઇડ્રોજન વેલ્યુ ચેઇનમાં અપૂરતું રોકાણ, ધીમી માર્કેટ સજ્જતા અને જાહેર જાગૃતિની અછતને કારણે ભારતમાં હાઇડ્રોજન અર્થતંત્ર પાટા પરથી ઉતરી ગયું છે કે ઉતરી રહ્યું છે.

ડેટાના સ્થાનિકીકરણને પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકાર દ્વારા ઘણી ડિજિટલ પહેલો રજૂ કરવામાં આવી છે. પેમેન્ટ સિસ્ટમ ડેટાનું સ્ટોરેજ (૨૦૧૬), ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC) (૨૦૧૬), અને નેશનલ ઇ-ગવર્નન્સ પ્લાન (NeGP) (૨૦૦૬) આવા કાયદાઓ અને નિયમોના ઉદાહરણો છે (૨૦૧૮). ડ્રાફ્ટ ઇ-કોમર્સ પોલિસી (૨૦૧૯), ડ્રાફ્ટ ડેટા પ્રોટેક્શન લો (૨૦૧૯) અને ડીસી (ડેટા સેન્ટર) પાર્ક્સ પરનીમ પ્રસ્તાવિત નીતિના પરિણામે ડેટા સ્ટોરેજની માંગમાં વધારો થવાની ધારણા છે.

વધુમાં, ટકાઉ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારતનું વધતું ધ્યાન મણિપુરમાં ગ્રીન સ્ટેટ ડેટા સેન્ટર (GSDC) પ્રોજેક્ટ જેવી પહેલો દ્વારા સ્પષ્ટ થાય છે, જેનો ઉદ્દેશ્ય ઉર્જા-કાર્યક્ષમ અને પર્યાવરણ પ્રત્યે જવાબદાર ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવાનો છે. ભારતની ડેટા સેન્ટર ઇકોસિસ્ટમ ઝડપથી વિસ્તરી રહી છે. તેમાં ESDS, CtrlS, Equinix, NTT-Netmagic, NxtGen, Airtel દ્વારા Nxtra, Yotta, AdaniConneX, STT GDC India અને Sify જેવા મોટા ઓપરેટરો હાઇપરસ્કેલ અને ઉર્જા-કાર્યક્ષમ સુવિધાઓ વિકસાવી રહ્યા છે. આમ વધતી જતી વીજળીની માંગ, ડેટા લોકલાઇઝેશનની આવશ્યકતાઓ અને સસ્ટેનેબિલિટી (ટકાઉપણું)ના લક્ષ્યો રીન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઉર્જા) ના એકીકરણ, કાર્યક્ષમ કૂલિંગ ટેકનોલોજી અને લો-કાર્બન બેકઅપ પાવર સોલ્યુશન્સ અપનાવવા પ્રેરિત કરી રહ્યા છે. જો કે, નબળા આયોજનવાળા ડેટા સેન્ટર્સ મોટા પ્રમાણમાં ઉર્જાનો વપરાશ કરી શકે છે, જેના પરિણામે કાર્બન ઉત્સર્જનમાં વધારો થઈ શકે છે. પર્યાવરણવાદીઓ ડેટા સેન્ટર્સમાં સ્વચ્છ ઉર્જાના ઉપયોગની હિમાયત કરી રહ્યા છે, પરંતુ પાવર એફિશિયન્સી યુટિલાઇઝેશન (વીજ કાર્યક્ષમતાના ઉપયોગ) ને શ્રેષ્ઠ બનાવવું એ ઘણા પરસ્પર નિર્ભર તત્વો સાથેનું એક જટિલ કાર્ય છે.

ગ્રીનઝોનું ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ, જેમાં ઇલેક્ટ્રોલાઇઝર-આધારિત હાઇડ્રોજન જનરેશન, રીન્યુએબલ ઇન્ટિગ્રેશન, હાઇડ્રોજન સ્ટોરેજ અને ફ્યુઅલ-સેલ બેકઅપ પાવર સોલ્યુશન્સનો સમાવેશ થાય છે, તે આ ઓપરેટરોને ડીઝલ જનરેટર પરની નિર્ભરતા ઘટાડવામાં અને ટકાઉ ડેટા સેન્ટર કામગીરી હાંસલ કરવામાં સપોર્ટ કરી શકે છે. ભારતની ઝડપથી વધી રહેલી વસતિ અને સતત ઉદ્યોગિકરણનો અર્થ એ છે કે ઉદ્યોગ, પરિવહન અને વીજળીમાં ઉર્જાની માંગ વધશે. ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યાંકોને કારણે ઉર્જાની માંગને પહોંચી વળવા અશ્મિભૂત ઇંધણ (Fossil fuels) ને ઓછી પસંદગી આપવામાં આવશે.

ઉપરાંત, ગ્રીનઝો સંકલિત રીન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ, અદ્યતન બેકઅપ પાવર સિસ્ટમ્સ અને ખાસ કરીને ડેટા સેન્ટર્સ માટે ડિઝાઇન કરાયેલ ડિમાન્ડ-રિસ્પોન્સ મિકેનિઝમ્સ ઓફર કરે છે જેથી ઉર્જા વપરાશને શ્રેષ્ઠ બનાવી શકાય, ઉર્જાની વિશ્વસનીયતા વધારી શકાય અને પરંપરાગત પાવર સ્ત્રોતો પરની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)