ઇન્ટરઆર્કે ગુજરાતના ખેડા ખાતે ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું, ઉત્પાદન ક્ષમતામાં 40000 MTનો ઉમેરો

ખેડા, ગુજરાત, 9 જુલાઈ: ભારતના અગ્રણી ટર્નકી સ્ટીલ કન્સ્ટ્રક્શન સોલ્યુશન્સ પ્રદાતા કંપની “ઇન્ટરઆર્ક બિલ્ડિંગ સોલ્યુશન્સ લિમિટેડ” દ્વારા આજે ​​ગુજરાતના ખેડા ખાતે તેમની નવી ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે કંપનીના વિસ્તરણની આગેકૂચમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે અને તેનાથી સમગ્ર ભારતમાં તેમની હાજરી વધુ મજબૂત બની છે. લગભગ 12 એકરમાં ફેલાયેલી આ ઉત્પાદન સુવિધા વાર્ષિક 40,000 MT કુલ સ્થાપિત ક્ષમતાને ટેકો આપવા માટે ઇમારતો, રસ્તાઓ અને સપોર્ટ સિસ્ટમોને સામેલ કરીને ઉભું કરવામાં આવેલું સંપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે.

આજે ઉદ્ઘાટન કરવામાં આવેલા પ્રથમ તબક્કામાં રૂ. 60 કરોડના રોકાણ સાથે વાર્ષિક 20,000 MT ઉત્પાદન ક્ષમતાનો ઉમેરો થશે. અદ્યતન ઓટોમેશન અને ચોકસાઇપૂર્ણ એન્જિનિયરિંગ સિસ્ટમોથી સજ્જ, આ પ્લાન્ટ શ્રેષ્ઠ ગુણવત્તા, ઝડપી ટર્નઅરાઉન્ડ ટાઇમ અને ઉન્નત કાર્યક્ષમતા પૂરી પાડવા માટે રચાયેલો છે. બીજા તબક્કામાં બાકીની વાર્ષિક 20,000 MT ક્ષમતા ઉમેરવામાં આવશે, જેનાથી કુલ સ્થાપિત ક્ષમતા વાર્ષિક 40,000 MT થશે. બંને તબક્કા માટે સંયુક્ત રીતે આશરે રૂ. 70 કરોડનું રોકાણ કરવામાં આવશે.

ખેડા ઉત્પાદન સુવિધાના ઉદ્ઘાટનથી ઇન્ટરઆર્કની સમગ્ર ભારતમાં વ્યૂહાત્મક ઉત્પાદન હાજરી પૂર્ણ થાય છે, જેનાથી કંપની પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગ્રાહકોને વધુ કાર્યક્ષમ રીતે સેવા આપી શકે છે, સાથે-સાથે મુખ્ય બંદરો નજીકમાં હોવાથી નિકાસ ક્ષમતાઓ પણ વધુ મજબૂત થાય છે. આ ઉત્પાદન સુવિધા દ્વારા 400 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે તેવી અપેક્ષા છે, જે ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપશે.

ઇન્ટરઆર્કે અદાણી, રિલાયન્સ, આદિત્ય બિરલા ગ્રૂપ, એશિયન પેઇન્ટ્સ, BKT ટાયર્સ, MG મોટર્સ, ટોરેન્ટ પાવર, હિટાચી, રિન્યૂ સોલાર, સન સોલાર અને અન્ય ઘણા અગ્રણી ગ્રાહકો સહિત અગ્રણી સંસ્થાઓ માટે સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ્સ પર કામ કરી ગુજરાતમાં મજબૂત હાજરી સ્થાપિત કરી છે. આ નવું યુનિટ રાજ્યમાં ઝડપથી વિસ્તરી રહેલી ઔદ્યોગિક ઇકોસિસ્ટમને ટેકો આપવા માટે કંપનીની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

ઇન્ટરઆર્ક બિલ્ડિંગ સોલ્યુશન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અરવિંદ નંદાએ ઉદ્ઘાટન પ્રસંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે: “ભારત ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર પરિવર્તનનું સાક્ષી બની રહ્યું છે, જેને વધી રહેલા જાહેર રોકાણ, ઉત્પાદન વિસ્તરણ અને લોજિસ્ટિક્સ, વેરહાઉસિંગ, અક્ષય ઉર્જા અને અદ્યતન ઉત્પાદન ઇકોસિસ્ટમના ઝડપી વિકાસનો ટેકો મળે છે. ખેડા ખાતેની અમારી ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન એક મહત્વપૂર્ણ સમયે થઈ રહ્યું છે, જે ઇન્ટરઆર્કને ઉચ્ચ-ગુણવત્તાપૂર્ણ, દીર્ઘકાલીન અને સમય-કાર્યક્ષમ સ્ટીલ બાંધકામ ઉકેલોની વધી રહેલી માંગને પહોંચી વળવા સક્ષમ બનાવે છે. આ રોકાણ ભારતની ઉત્પાદન ગાથામાં અમારા લાંબા ગાળાના ભરોસા અને દેશની ઔદ્યોગિક મહત્વાકાંક્ષાઓને ટેકો આપતા વિશ્વ-સ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”

ઇન્ટરઆર્ક બિલ્ડિંગ સોલ્યુશન્સ લિમિટેડના પૂર્ણ-કાલિન ડિરેક્ટર ગૌતમ સુરીએ ઉમેર્યું હતું કે: “ગુજરાતમાં અમારી ઉત્પાદન સુવિધા શરૂ થવાથી, અમે સમગ્ર દેશમાં ગ્રાહકોને વધુ સારી સેવા પૂરી માટે અમારા ઉત્પાદન નેટવર્કને સફળતાપૂર્વક વિસ્તૃત કર્યું છે, સાથે-સાથે અમારી નિકાસની તૈયારીમાં પણ વધારો થયો છે. આ પ્લાન્ટને અદ્યતન ઉત્પાદન ટેકનોલોજી સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે જે ઉત્પાદકતા, ગુણવત્તા અને ડિલિવરી ક્ષમતાઓમાં સુધારો કરશે. અક્ષય ઊર્જા, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર્સ, લોજિસ્ટિક્સ, EV અને અદ્યતન ઉત્પાદન જેવા ક્ષેત્રોમાંથી માંગ વધતી રહે છે, આ સુવિધા ઇન્ટરઆર્કને ઝડપી, સ્માર્ટ અને વધુ ટકાઉ સ્ટીલ બાંધકામ ઉકેલો પહોંચાડી શકે તેવી કંપની તરીકે સ્થાન આપે છે.”

ખેડા ખાતેની સુવિધા ઇન્ટરઆર્કની લાંબા ગાળાની વિસ્તરણ વ્યૂહરચનાની આધારશીલા છે, જે ભારતના પ્રી-એન્જિનિયર્ડ સ્ટીલ બાંધકામ ઉદ્યોગમાં તેના નેતૃત્વને મજબૂત બનાવે છે અને ઔદ્યોગિક, કોમર્શિયલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં હાઇ-પરફોર્મન્સ, ટકાઉક્ષમ ઉકેલો પૂરા પાડવા માટે સમર્થ બનાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)