YES BANKની ધિરાણ ક્ષમતાને સ્થાનિક અને વૈશ્વિક રેટિંગ એજન્સીઓએ માન્યતા આપી

મુંબઈ, 13 જુલાઈ: દેશની અને આંતરરાષ્ટ્રીય સ્તરની અગ્રણી ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ યસ બેન્કને હકારાત્મક રેટિંગ આપ્યાં છે. આ રેટિંગ્સ બેન્કની ધિરાણ ક્ષમતામાં સતત થઈ રહેલા સુધારાને દર્શાવે છે. એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે યસ બેન્કને પ્રથમ વખત લાંબા ગાળાના ઇશ્યુઅર ક્રેડિટ રેટિંગ તરીકે ‘BB+’ સાથે સ્ટેબલ આઉટલુક આપ્યું છે. આ રેટિંગ મે 2026માં મૂડીઝ રેટિંગ્સ દ્વારા બેન્કનું ‘Ba2’ માંથી અપગ્રેડ કરીને આપવામાં આવેલા ‘Ba1’ (સ્ટેબલ) રેટિંગને અનુરૂપ છે. એસએન્ડપીએ આ રેટિંગ આપતી વખતે બેન્કના સૌથી મોટા શેરધારક સુમિતોમો મિત્સુઈ બેન્કિંગ કોર્પોરેશન (એસએમબીસી) તરફથી ભવિષ્યમાં પણ સતત અને વિશેષ સહયોગ મળવાની અપેક્ષાને ધ્યાનમાં લીધી છે. આ ઉપરાંત, એસએમબીસી ગ્રુપ માટે યસ બેન્કનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ આ નિર્ણયમાં મહત્વનું પરિબળ રહ્યું છે. આ સાથે યસ બેન્કને હવે બે વૈશ્વિક રેટિંગ એજન્સીઓ તરફથી આંતરરાષ્ટ્રીય રેટિંગ મળ્યાં છે અને બંનેએ સ્ટેબલ આઉલુક જાળવી રાખ્યો છે.

સ્થાનિક સ્તરે રેટિંગના ધોરણે, ઇકરાએ બેન્કના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સ અને Basel III Tier II બોન્ડ્સ માટેનું લાંબા ગાળાનું રેટિંગ ‘ICRA AA- (Stable)’ માંથી વધારીને ‘ICRA AA (Stable)’ કર્યું છે. તે પહેલાં તાજેતરમાં કેરએજ રેટિંગ્સે (CARE) પણ બેન્કના લાંબા ગાળાના રેટિંગમાં વધારો કરીને ‘CARE AA- (Stable)’ માંથી ‘CARE AA+ (Stable)’ કર્યું હતું.

આ અંગે યસ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વિનય એમ. ટોન્સેએ જણાવ્યું હતું કે, “વૈશ્વિક અને સ્થાનિક અગ્રણી રેટિંગ એજન્સીઓ દ્વારા મળેલા આ રેટિંગ્સ યસ બેન્કની મજબૂત સ્થિતિ અને નફાકારકતા તરફ બેન્કે સતત કરેલી પ્રગતિની સ્વતંત્ર પુષ્ટિ કરે છે. અમારા સૌથી મોટા શેરધારક એસએમબીસી સાથેની વ્યૂહાત્મક ભાગીદારી અમારી મજબૂત કોર્પોરેટ ગવર્નન્સ અને લાંબા ગાળાની સ્થિરતાના પાયાને વધુ મજબૂત બનાવે છે.”

રેટિંગ એજન્સીઓએ બેન્કની સુધરતી એસેટ ક્વોલિટી, વધુ મજબૂત બનેલી ફંડિંગ પ્રોફાઇલ અને મૂડીની સ્થિતિ, મુખ્ય વ્યવસાયમાંથી નફાકારકતામાં સતત સુધારો તેમજ વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ બેન્ક અને બેન્કના સૌથી મોટા શેરધારક એવા સુમિતોમો મિત્સુઈ બેન્કિંગ કોર્પોરેશન (એસએમબીસી) દ્વારા કરવામાં આવેલા અંદાજે 24.9 ટકા હિસ્સેદારીના વ્યૂહાત્મક રોકાણને આ રેટિંગ અપગ્રેડ માટેના મુખ્ય આધાર તરીકે દર્શાવ્યાં છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)

MARKETLENS, BUSINESSGUJARAT, GIFTNIFTY, SENSEX, NIFTY, BANKNIFTY, MODI, TRUMP, GOLD, WAR, RUPEE, DOLLAR, USA, MONEYPLANTATION, MAHESHTRIVEDI, EPS