જૂનમાં મ્યુચ્યુઅલ ફંડ્સની Rs. 9296 કરોડની ખરીદી સામે FIIની રૂ. 124534 કરોડની વેચવાલી

સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સે જૂન દરમિયાન FINANCIALS, IT, FMCG અને HEALTHCAREમાં રોકાણ વધાર્યું, FIIનો મૂડ ધીરે ધીરે સુધરે તેવો આશાવાદ

અમદાવાદ, 16 જુલાઇઃ જૂન દરમિયાન સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સે નાણાકીય ક્ષેત્રો, IT, FMCG અને આરોગ્ય સંભાળમાં રોકાણ વધાર્યું હતું. તેનાથી વિપરીત વિદેશી નાણાકીય સંસ્થાઓની ભારે વેચવાલી રહી હોવાનું એનએસડીએલ અને એમ્ફીના ડેટા દર્શાવે છે.

એમ્ફી અને NSDL ડેટા અનુસાર, FIIએ જૂન મહિના દરમિયાન લગભગ 12,453 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. તેની સામે સ્થઆનિક મ્યુચ્યુઅલ ફંડ્સે લગભગ 9,296 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

મ્યુ. ફંડ્સે શેમાં રોકાણ વધાર્યુંબજાજ ફાઇનાન્સ, HDFC બેંક, કોટક મહિન્દ્રા બેંક, કેનરા બેંક, ફેડરલ બેંક, યસ બેંક અને બેંક ઓફ ઇન્ડિયામાં રોકાણ વધાર્યું.
મ્યુ. ફંડ્સે શેમાં રોકાણ ઘટાડ્યુંICICI બેંક, SBI, સન્માન કેપિટલ, એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને બજાજ ફિનસર્વમાં હોલ્ડિંગ

IT ક્ષેત્રમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. FII એ 7,444 કરોડ રૂપિયાથી વધુના શેર વેચ્યા હતા, જ્યારે સામે મ્યુચ્યુઅલ ફંડ્સે લગભગ 1,732 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

મ્યુ. ફંડ્સ પોર્ટફોલિયોમાં ખરીદીઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજીસ, કોફોર્જ અને ટાટા ટેક્નોલોજીસ
મ્યુ. ફંડ્સ પોર્ટફોલિયોમાં ઘટાડોવિપ્રો, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, સાયન્ટ, એલ એન્ડ ટી ટેક્નોલોજી સર્વિસીસ અને કેપીઆઇટી ટેક્નોલોજીસ

એફએમસીજી સેક્ટરમાં, એફઆઈઆઈએ જૂન દરમિયાન લગભગ રૂ. ૫,૫૯૮ કરોડના શેર વેચ્યા હતા. સામે મ્યુચ્યુઅલ ફંડ્સે લગભગ રૂ. ૩,૫૪૫ કરોડનું રોકાણ કર્યું હતું.

મ્યુ. ફંડ્સ પોર્ટફોલિયોમાં રોકાણ વધ્યુંહિન્દુસ્તાન યુનિલિવર, ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, નેસ્લે ઇન્ડિયા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, યુનાઇટેડ સ્પિરિટ્સ અને ડાબર ઇન્ડિયા
મ્યુ. ફંડ્સ પોર્ટફોલિયોમાં રોકાણ ઘટ્યુંઆઇટીસી, પતંજલિ ફૂડ્સ, કોલગેટ-પામોલિવ ઇન્ડિયા અને પ્રોક્ટર એન્ડ ગેમ્બલ

હેલ્થકેરમાં એફઆઈઆઈએ રૂ. ૪,૯૭૬ કરોડના શેર વેચ્યા, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્સે રૂ. ૫,૧૩૯ કરોડનું રોકાણ કર્યું હતું.

મ્યુચ્યુઅલ ફંડ્સની ખરીદીઅજંતા ફાર્મા, ડિવીઝ લેબોરેટરીઝ, અલ્કેમ લેબોરેટરીઝ અને ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ
મ્યુચ્યુઅલ ફંડ્સની વેચવાલીગ્લેન્ડ ફાર્મા, ઓરોબિંદો ફાર્મા, બાયોકોન, લૌરસ લેબ્સ, વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટર અને લ્યુપિન

જોકે, એક સેક્ટર એવું રહ્યું કે જેમાં સ્થાનિક અને વિદેશી રોકાણકારો બંનેએ પોતાનું મૂડીરોકાણ વધાર્યું છે. જેમાં સેવાઓ અને ટેલિકોમમાં ચોખ્ખા ખરીદદારો રહ્યા. મ્યુચ્યુઅલ ફંડોએ સેવા ક્ષેત્રમાં લગભગ રૂ. ૫,૩૫૧ કરોડનું રોકાણ કર્યું, જ્યારે FII એ રૂ. ૩૩૪ કરોડની પ્રમાણમાં સામાન્ય ખરીદી કરી. ટેલિકોમમાં, મ્યુચ્યુઅલ ફંડોએ લગભગ રૂ. ૧,૮૬૦ કરોડના શેર ખરીદ્યા, જ્યારે FII એ રૂ. ૪૧૨ કરોડની ખરીદી કરી હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)