સ્ટર્લિંગ ગ્રીન પાવર સોલ્યુશન્સે પુણેના તળેગાંવ MIDCમાં તેના બીજા ઉત્પાદન એકમનું ઉદઘાટન કર્યું

મુંબઈ; 1 ઓગસ્ટઃ સ્ટર્લિંગ એન્ડ વિલ્સન ગ્રુપનો હિસ્સો સ્ટર્લિંગ ગ્રીન પાવર સોલ્યુશન્સ પ્રા. લિ. (SGPS)એ પુણે નજીક તળેગાવના ઔદ્યોગિક કેન્દ્રમાં તેના નવા અત્યાધુનિક ઉત્પાદન એકમના ઉદઘાટનની જાહેરાત કરી. આ એકમ કંપનીની વિસ્તરણ વ્યૂહરચનામાં પ્રથમ સીમાચિહન છે, જેનો હેતુ વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રોમાં ગ્રાહકોને સેવા આપવાનો છે, જ્યારે અનેક સ્થળોએ તેની ઉત્પાદન પહોંચને મજબૂત બનાવવાનો છે.
આ ઉદઘાટન કંપનીના લાંબા ગાળાના ક્ષમતા વૃદ્ધિ રોડમેપમાં પ્રથમ પગલું છે, જેમાં ચાકણ MIDC ખાતે વધારાના અત્યાધુનિક ઉત્પાદન એકમોની સ્થાપના અને શારજાહના હમારિયા ફ્રી ઝોન ખાતે સ્થાપિત કરવાની યોજના ધરાવતો બીજો એક નવો પ્લાન્ટ સામેલ છે.
તળેગાવ એકમ ભારતના કમર્શિયલ, ઔદ્યોગિક અને રિટેઈલ ક્ષેત્રોમાં વિશ્વસનીય પાવર સોલ્યુશન્સની વધતી માગણીને પહોંચી વળવા માટે કંપનીની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. નવો પ્લાન્ટ 100 kVAથી 750 kVA સુધીના ડીઝલ જનરેટર (DG) સેટનું ઉત્પાદન કરશે, જે રેન્ટલ, આતિથ્ય, આરોગ્ય સંભાળ, શિક્ષણ, સરકાર અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં એપ્લિકેશનોને પૂર્ણ કરશે. અદ્યતન ઉત્પાદન પ્રક્રિયાઓથી સજ્જ, તળેગાવ એકમમાં રિટેઈલ ગ્રાહકોને લક્ષ્ય બનાવતાં આશરે 1,000 યુનિટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા હશે.
ઉદઘાટન પ્રસંગે બોલતાં સ્ટર્લિંગ અને વિલ્સન ગ્રુપના ચેરમેન ખુરશેદ દારૂવાલાએ જણાવ્યું હતું કે, “અમે અમારાં વ્યાવસાયિક ક્ષેત્રોમાં અમારાં ઉત્પાદનો અને સેવાઓની વધતી માગણીને પહોંચી વળવા માટે વ્યૂહાત્મક રીતે બહુ-સ્થળ ઉત્પાદન વિસ્તરણ શરૂ કર્યું છે. વર્ષોથી અમારી ટીમોએ અમારા ગ્રાહકોનો વિશ્વાસ અને આદર મેળવ્યો છે અને આ કાયમી વિશ્વાસ છે, જેણે અમને અમારી ઉત્પાદન પહોંચને વિસ્તૃત કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. અમારું નવું એકમ આ સફરમાં પ્રથમ સીમાચિહન છે, વધારાના વિસ્તરણની યોજના છે. આ વિસ્તરણનો રોડમેપ ગુણવત્તાનાં ઉચ્ચ ધોરણોને જાળવી રાખવા, અમારી ઉત્પાદન ક્ષમતાઓને વધારવા અને સતત ગ્રાહકોની અપેક્ષાઓ કરતાં વધુ કરવા માટે કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યો છે.”
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
