ઓયસ્ટર રિન્યુએબલ વિન્ડનો બીજો તબક્કો શરૂ કરવા સાથે ગુજરાતમાં પ્રવેશ કર્યો

નવી દિલ્હી, 7 ઓગસ્ટ 2026: કોમર્શિયલ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ (C&I) ગ્રાહકો માટે વિશેષ કરી હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ પૂરી પાડતી કંપની ઓયસ્ટર રિન્યુએબલ એનર્જી પ્રાઈવેટ લિમિટેડે આજે ગુજરાત રાજ્યના દયાપર ખાતે 52.80 Mw વિન્ડ પાવર ક્ષમતા શરૂ કરવાની જાહેરાત કરી છે. તેને ભારતની અગ્રણી સ્ટેઈનલેસ સ્ટીલ ક્ષેત્રની અગ્રણી કંપની જિંદાલ સ્ટેનલેસ લિમિટેડ (JSL) માટે તૈયાર કરવામાં આવી છે અને તેનું કોમર્શિયલ ઓપરેશન 30 જુલાઈ 2026થી શરૂ થયું છે. આ ઉપલબ્ધિ ઓયસ્ટર રિન્યુએબલ માટે રાજ્યમાં પ્રવેશ કરવાની તથા JSL માટે વિકસિત કરવામાં આવી રહેલ 315.6 MW ક્ષમતાના સોલર-વિંડ હાઈબ્રિડ પ્રોજેક્ટના ગુજરાત સ્થિત 99 MW ક્ષમતાના બીજા તબક્કાને દર્શાવે છે. આ પ્રોજેક્ટમાં મધ્ય પ્રદેશમાં 216 MW અને ગુજરાતમાં 99 MW ક્ષમતાનો સમાવેશ થાય છે.

આ 16 ટર્બાઈનમાં આશરે રૂપિયા 385 કરોડના રોકાણનો સમાવેશ થાય છે, જે ગુજરાતમાં 30 ટર્બાઈન ધરાવતી વિન્ડ ફેસિલિટી માટે ફાળવણી કરાયેલા રૂપિયા 725 કરોડનો એક ભાગ છે. સમગ્ર પ્રોજેક્ટનું કૂલ રોકાણ રૂપિયા 2,000 કરોડથી વધારે છે, જેથી JSL દ્વારા રૂપિયા 132 કરોડના રોકાણની ખાતરી આપવામાં આવી છે.

આ સુવિધાને સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનના ઈન્ડિયન ઈલેક્ટ્રિસિટી ગ્રિડ કોડ 2023ની સાથે-સાથે CEAના કનેક્ટિવિટી અને કોમ્યુનિકેશન માટે ટેકનિકલ સ્ટાન્ડર્ડ અને સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટીના સુરક્ષા નિયમોનું પાલન કરનાર સર્ટીફાઈડ કરવામાં આવેલ છે, જેથી તેના કોમર્શિયલ ઓપરેશન માટે તૈયાર હોવાની બાબતની પૃષ્ટી આપે છે.

“ઓયસ્ટર રિન્યુએબલ એનર્જી પ્રાઈવેટ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર અને CEO સિદ્ધાર્થ ભાટિયાએ જણાવ્યું હતું કે, “આ ઓયસ્ટરનો ગુજરાતમાં પ્રવેશ છે અને પ્રારંભ કરવાના આ બીજા તબક્કામાં અમારી વિન્ડ કેપેસિટીને સંપૂર્ણપણે પૂરી થવાની દિશામાં વધુ એક મહત્વનું ડગલું નજીક લાવે છે. ગુજરાતમાં હવા એટલે કે વિન્ડના સારા રિસોર્સને લીધે આ પ્રોજેક્ટના જનરેશન મિક્સમાં એક મહત્વની વૃદ્ધિ છે. તથા સંપૂર્ણપણે શરૂ થવાના સંજોગોમાં આ ક્ષમતાથી દર વર્ષ આશરે 92,000 મેટ્રિક ટન કાર્બનનું ઉત્સર્જનનો ઘટાડો થાય તેવી આશા છે. તે 3.5 GW પાઈપલાઈનના અમારા લક્ષ્યાંકની દિશામાં એક અત્યંત મહત્વનું પગલું છે. અમે આ યોજના પ્રમાણે જ બાકી રહેલી ક્ષમતાને પણ કાર્યરત એટલે કે ઓનલાઈન કરવાના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ.”

 બાકી રહેલા 14 ટર્બાઈનને ધીમે ધીમે ચાલુ કરવામાં આવે તેવી આશા છે, જેથી ગુજરાત ખાતેની સુવિધા તેની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચી જશે અને JSLના ડીકાર્બોનાઈઝેશનના લક્ષ્યાંકોને ટેકો આપનાર રિન્યુએબલ એનર્જીનો આધાર વધારે મજબૂત થશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)