Gaja Alternative Asset Management Limitedનો IPO 19 ઓગસ્ટે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 152 – 160

રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર માટે રૂ. 152થી રૂ. 160નો પ્રાઇસ બેન્ડએન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડ/ઓફરની તારીખ 18 ઓગસ્ટ
બિડ/ઓફર ખુલવાની તા.19 ઓગસ્ટબિડ/ઓફર બંધ થવાની તારીખ 21 ઓગસ્ટ
બિડ્સ પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા 93 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશેરિટેઇલ રોકાણકા માટે કુલ આઇપીઓમાં 35 ટકા હિસ્સો અનામત રાખવામાં આવશે

અમદાવાદ, 14 ઓગસ્ટ, 2026: ગજા અલ્ટરનેટિવ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ તેના ઇક્વિટી શેરના આઈપીઓ સંબંધિત બિડ/ઓફર બુધવાર, 19 ઓગસ્ટ, 2026ના રોજ ખોલશે. ઓફરનો પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 152થી રૂ. 160 નક્કી કરવામાં આવી છે (“Price Band”). બિડ રૂ. 5ની ફેસ વેલ્યૂ ધરાવતા ઓછામાં ઓછા 93 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ રૂ. 5ની ફેસ વેલ્યૂ ધરાવતા 93 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે. એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડીંગની તારીખ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026 રહેશે. બિડ/ઓફર બુધવાર, 19 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે અને શુક્રવાર, 21 ઓગસ્ટ, 2026ના રોજ બંધ થશે.

રૂ. 5ની ફેસ વેલ્યૂ ધરાવતા આવા ઇક્વિટી શેરની કુલ ઓફર સાઇઝનું મૂલ્ય રૂ. 5,500.00 મિલિયન સુધીનું છે. તેમાં રૂ. 4,500.00 મિલિયન સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 1,000.00 મિલિયન સુધીના ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.

કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી ચોખ્ખી આવકનો ઉપયોગ (1.) ફંડ 4ના નીચેના ઘટક ફંડ્સમાં બાકી રહેલી સ્પોન્સર પ્રતિબદ્ધતા પૂરી કરવા અને બ્રિજ લોનની રકમની ચુકવણી માટે કરશે: (1) ગજા કેપિટલ ઈન્ડિયા ફંડ 2020 એલએલપી, (2) ગજા કેપિટલ ઈન્ડિયા ફંડ 2021 (અગાઉ ગજા કેપિટલ ઈન્ડિયા ફંડ 2020 તરીકે ઓળખાતું હતું) અને (3) બ્રિજ લોનની રકમ, (2.) પ્રસ્તાવિત ફંડ 5 માટેની તેની સ્પોન્સર પ્રતિબદ્ધતા પૂરી કરવા માટે રોકાણ કરશે અને (3.) સેકન્ડરીઝ ફંડ માટેની તેની સ્પોન્સર પ્રતિબદ્ધતા તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે રોકાણ કરશે.

12 ઓગસ્ટ, 2026ના રોજના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મારફતે ઓફર કરવામાં આવનારા ઇક્વિટી શેર બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE” and together with BSE, the “Stock Exchanges”) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે:

ગજા અલ્ટરનેટિવ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ એપ્રિલ 1999માં સ્થાપિત એક સ્વતંત્ર, સ્વદેશી વૈકલ્પિક એસેટ મેનેજમેન્ટ કંપની છે જે ભારત-કેન્દ્રિત ભંડોળના સંચાલન અને સલાહમાં બે દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે, જેમાં કેટેગરી I અને કેટેગરી II AIFs, તેમજ ભારતમાં રોકાણ કરતા ઓફશોર ફંડ્સનો સમાવેશ થાય છે. કંપની શિક્ષણ, ઊર્જા અને પર્યાવરણ, નાણાકીય સેવાઓ, ગ્રાહક અને ડિજિટલ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં વૈકલ્પિક રોકાણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં મધ્ય-બજાર સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને એક અલગ રોકાણ અભિગમ અપનાવવામાં આવે છે.

ગજા અલ્ટરનેટિવ એસેટ મેનેજમેન્ટે બહુવિધ ફંડ ચક્રો દ્વારા મજબૂત ટ્રેક રેકોર્ડ બનાવ્યો છે, જેમાં ફંડ II, ફંડ III અને ફંડ IVનો સમાવેશ થાય છે, જે 20 થી વધુ દેશોમાં રોકાણકારો સાથે લાંબા સમયથી ચાલતા સંબંધો દ્વારા સમર્થિત છે. કંપનીએ 31 માર્ચ, 2026 સુધીમાં પ્રાયોજક પ્રતિબદ્ધતા તરીકે આશરે ₹274 કરોડ પ્રતિબદ્ધ કર્યા હતા, જે ગજા કેપિટલ ફંડ્સના કુલ કદના 6.41%નું પ્રતિનિધિત્વ કરે છે.

કંપનીનો નાણાકીય દેખાવ એક નજરે:

Period Ended31 Mar 202631 Mar 202531 Mar 2024
Assets706.49451.87388.60
Total Income157.80123.31103.96
PAT81.9661.9544.74
Reserves and Surplus525.33381.75325.79
Amount in ₹ Crore

જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ (અગાઉ આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી હતી) ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)