મણિપાલ પેમેન્ટ એન્ડ આઇડેન્ટિટી સોલ્યુશન્સનો IPO તા. 9 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.322- 339
| IPO ખૂલશે | 9 સપ્ટેમ્બર |
| IPO બંધ થશે | 11 સપ્ટેમ્બર |
| એન્કર બુક | 8 સપ્ટેમ્બર |
| ફેસ વેલ્યૂ | રૂ.10 |
| પ્રાઇસબેન્ડ | રૂ.322- 339 |
| લોટ સાઇઝ | 44 શેર્સ અને ગુણાંકમાં |
| લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ |
| IPO સાઇઝ | 2,37,46,313 શેર્સ |
| IPO સાઇઝ | ₹805 કરોડ |

અમદાવાદ, 7 સપ્ટેમ્બર: મણિપાલ પેમેન્ટ એન્ડ આઇડેન્ટિટી સોલ્યુશન્સ લિમિટેડ(એમપીઆઈએસએલ)ની આઈપીઓ માટેની બિડીંગ પ્રક્રિયા 9 સપ્ટેમ્બરે શરૂ થશે અને શુક્રવાર, 11 સપ્ટેમ્બરે બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગની તારીખ 8 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 322થી રૂ. 339 નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 44 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 44 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે. આ ઓફરમાં રૂ. 320 કરોડ સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર મણિપાલ ટેક્નોલોજીસ લિમિટેડ દ્વારા 1,43,06,785 સુધીના ઇક્વિટી શેરની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.
કંપનીના પ્રમોટર્સ: ટોન્સે ગૌતમ પાઈ, ટી. સતીશ યુ. પાઈ, સંધ્યા એસ. પાઈ, મણિપાલ ટેક્નોલોજીસ લિમિટેડ, મણિપાલ મીડિયા નેટવર્ક લિમિટેડ, ત્રિદેવિતા કન્સલ્ટન્સી સર્વિસીસ પ્રા. લિમિટેડ અને ત્રિદેવિતા ફેમિલી ટ્રસ્ટ 2017

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે
એમપીઆઈએસએલ વિશ્વભરની બેંકો, ફિનટેક કંપનીઓ, એનબીએફસી અને સરકારોને પેમેન્ટ સોલ્યુશન્સ, આઇડેન્ટિફિકેશન સોલ્યુશન્સ, સુરક્ષિત સોલ્યુશન્સ તેમજ સ્માર્ટ ટેગિંગ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી) સોલ્યુશન્સ પૂરા પાડે છે. નાણાંકીય વર્ષ 2026માં કંપનીનો ભારતના ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ બજારમાં આશરે 36.4 ટકા અને ડેબિટ કાર્ડ ઇશ્યૂ બજારમાં 30.9 ટકા હિસ્સો હતો. આ સાથે કંપની વિશ્વમાં તેમજ ભારતમાં પેમેન્ટ કાર્ડના સૌથી મોટા ઉત્પાદકોમાં સ્થાન ધરાવે છે. આ ઉપરાંત, કંપની ભારતની સૌથી મોટી નેશનલ આઇડેન્ટિટી કાર્ડ ઉત્પાદક કંપનીઓમાંની એક છે અને તેણે 12 પ્રાદેશિક ભાષાઓમાં 1 અબજથી વધુ કાર્ડનું બિલિંગ કર્યું છે. નાણાંકીય વર્ષ 2026માં એમપીઆઈએસએલે ભારતભરમાં આવેલી 10 સુવિધાઓ મારફતે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં 300થી વધુ ગ્રાહકોને સેવાઓ પૂરી પાડી હતી.

પેમેન્ટ કાર્ડના ઉત્પાદન અને પર્સનલાઇઝેશન માટે એમપીઆઈએસએલને પેમેન્ટ નેટવર્ક્સ માસ્ટરકાર્ડ તરફથી 16 વર્ષથી વધુ સમયથી, રૂપે તરફથી નવ વર્ષથી વધુ સમયથી અને અન્ય પેમેન્ટ નેટવર્ક્સ તરફથી અનુક્રમે 15 વર્ષ અને નવ વર્ષથી વધુ સમયથી પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલ છે. આ ઉપરાંત, કંપનીની સુવિધાઓ સુરક્ષિત ડેટા મેનેજમેન્ટ માટે પેમેન્ટ કાર્ડ ઇન્ડસ્ટ્રી ડેટા સિક્યુરિટી સ્ટાન્ડર્ડ (લેવલ 1), વર્ઝન 4.0.1 હેઠળ પ્રમાણિત છે. મણિપાલ સુવિધાને સુરક્ષિત કાર્ડ ઉત્પાદન અને પર્સનલાઇઝેશન માટે ‘INTERGRAF’ (સેન્ટ્રલ બેંક લેવલ) તેમજ કાર્ડ ક્વોલિટી મેનેજમેન્ટ માટે પણ પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલું છે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
| સમયગાળો | Mar 2026 | Mar 2025 | Mar 2024 |
| એસેટ્સ | 1,160.90 | 1,409.67 | 1,102.71 |
| કુલ આવકો | 1,356.59 | 1,277.11 | 1,267.97 |
| ચોખ્ખો નફો | 253.46 | 282.21 | 249.17 |
| EBITDA | 455.83 | 408.77 | 355.57 |
| નેટવર્થ | 1,107.34 | 619.70 | 405.05 |
| અનામતો | 747.43 | 262.89 | 48.25 |
| દેવાં | 0.42 | 472.87 | 449.47 |
લિસ્ટિંગઃ કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.
લીડ મેનેજર્સઃ મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, ICICI સિક્યોરિટીઝ લિમિટેડ, IIFL કેપિટલ સર્વિસીસ લિમિટેડ, નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
