અદાણી એરપોર્ટ્સ વૈશ્વિક રોકાણકારો પાસેથી US$ 1 અબજની પ્રાથમિક ઇક્વિટી ઉભી કરશે

અમદાવાદ, 9સપ્ટેમ્બર: અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL)ની પેટાકંપની ખાનગી એરપોર્ટ સંચાલકોમાંની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. (AAHL) એ આલ્ફા વેવ ગ્લોબલ, પ્રેમજી ઇન્વેસ્ટ, ટેમાસેક અને બ્લેકરોક સંચાલિત ફંડ્સ ધરાવતા રોકાણકારોના કન્સોર્ટિયમ પાસેથી ₹9,825 કરોડ (~USD 1 બિલિયન) પ્રાથમિક ઇક્વિટી મૂડી એકત્ર કરવા માટે બંધનકર્તા કરાર કર્યા છે.

અદાણી એરપોર્ટ હોલ્ડીંગ્સ અને રોકાણકારોએ શેર સબ્સ્ક્રિપ્શન તેમજ શેરધારકોના કરાર પર કરેલા હસ્તાક્ષરના આધારે રોકાણકારો ત્રણ તબક્કામાં AAHL ના નવા ઇક્વિટી શેર માટે સબ્સ્ક્રાઇબ કરશે, જેનો અંતિમ તબક્કો જુલાઈ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. ત્રણેય તબક્કાના અંતે રોકાણકારો સામૂહિક રીતે AAHL માં આશરે ૫.૫૪% હિસ્સો ધરાવશે.

આ રકમ AAHL ના પોર્ટફોલિયોમાં એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ અને આધુનિકીકરણના પ્રથમ તબક્કામાં ૨૨  મિલિયન ચોરસ ફૂટ જગ્યાના વિવિધ ઉપયોગી વિકાસના આયોજન સાથે તેના એરપોર્ટની આસપાસ સંકલિત અદાણી એરપોર્ટ સિટી ઇકોસિસ્ટમના વિકાસને વેગ તથા ગ્રાઉન્ડ હેન્ડલિંગ વ્યવસાય સહિત પેસેન્જર-ફેસિંગ અને અન્ય નોન-એરોનોટિકલ વ્યવસાયોને સ્કેલિંગ કરવા જેવી ત્રણ વ્યૂહાત્મક પ્રાથમિકતાઓને ટેકો આપશે.

આ વ્યવહાર જુલાઈ ૨૦૨૬માં સફળતાપૂર્વક સંપ્પન થયેલ ભારતના સૌથી મોટા બિન-નાણાકીય રુ.૧૫ હજાર કરોડના ક્વોલિફાઇડ સંસ્થાકીય પ્લેસમેન્ટ (QIP) ને અનુસરે છે. એકસાથે થયેલા આ વ્યવહારો અદાણી પોર્ટફોલિયો દ્વારા લાંબા ગાળાના સ્થાનિક અને વૈશ્વિક સંસ્થાકીય મૂડીના નોંધપાત્ર પૂલ સુધીની કંપનીની સતત પહોંચ દર્શાવે છે.

        અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.ના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જીત અદાણીએ આ ભાગીદારીને અદાણી એરપોર્ટ્સ પ્લેટફોર્મના નિર્માણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરુપ ગણાવી ઉમેર્યું હતું કે ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર દેશની જીડીપી વૃદ્ધિના સૌથી શક્તિશાળી પાસાઓમાંનું એક બની હવાઈ જોડાણમાં પ્રત્યેક વિસ્તરણ એરપોર્ટની બહાર વેપાર, પર્યટન, રોજગાર અને પ્રાદેશિક વિકાસના દરવાજા ઉઘાડે છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આ ભાગીદારોના પ્રચંડ સમર્થન સાથે  અમે આ વૃદ્ધિથી આગળ વધી રોકાણ કરવાનું ચાલુ રાખીશું અને  માળખાગત સુવિધાઓ, શહેર-બાજુના વિકાસ અને બિન-એરોનોટિકલ જેવા અમારા વ્યવસાયોને વિશ્વના અગ્રણી સંકલિત એરપોર્ટ પ્લેટફોર્મ્સમાંનું એક બનાવવાના લક્ષ્યને હાંસલ કરવાની દીશામાં ગતિ કરશું.  

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.ના સી.ઇ.ઓ અરુણ બંસલે જણાવ્યું હતું કે અમે AAHL ને વિશ્વના સૌથી મોટા એરપોર્ટ પ્લેટફોર્મ બનાવવાના ભાગરુપે આ દીશામાં ક્ષમતાઓનું નિર્માણ કરવાનું ચાલુ રાખીશું. આ વ્યવહાર પરંપરાગત શરતો અને જરુરી મંજૂરીઓને આધીન છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)