પૂણે, 10 મેઃ બજાજ ફિનસર્વ લિમિટેડની શાખા બજાજ ફાઇનાન્સે તેના ફિક્સ્ડ ડિપોઝિટ (FD) દરોમાં 40 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કર્યો છે. જેના થકી 44 મહિનાના વિશેષ સમયગાળા માટે વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 8.60 ટકા સુધીનો વ્યાજ દર મળશે. નવા દરો 10 મે, 2023 થી અમલમાં છે, જેમાં 36 મહિનાથી 60 મહિનાની પરિપક્વતા સાથેની થાપણો પર 40 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો છે. 60 વર્ષથી ઓછી ઉંમરના થાપણદારો વાર્ષિક 8.05 ટકા સુધી કમાઈ શકે છે, જ્યારે વરિષ્ઠ નાગરિકો વાર્ષિક 8.30 ટકા સુધી કમાણી કરી શકે છે. બજાજ ફાઇનાન્સ એફડી પરના સુધારેલા દરો નવી થાપણો અને રૂ. 5 કરોડ સુધીની પાકતી થાપણોના નવીકરણ પર લાગુ થશે.

બજાજ ફાઇનાન્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ-ફિક્સ્ડ ડિપોઝીટ્સ સચિન સિક્કાએ જણાવ્યું કે, થાપણદારો અમારી ડિજિટલ માધ્યમ દ્વારા થોડી જ મિનિટોમાં ફિક્સ્ડ ડિપોઝીટ મૂકી શકે છે. ડિજિટલ અને પેપરલેસ પ્રક્રિયા એફડી મૂકવાને અત્યંત અનુકૂળ અને ઝડપી બનાવે છે. બજાજ ફાઇનાન્સ એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ અને પેપરલેસ પ્રક્રિયા સાથે ઘરે બેઠાં રોકાણની સુવિધા આપે છે. ઓનલાઇન એફડી પ્રક્રિયા સાથે, રોકાણકારો થોડી જ વારમાં એફડી બુક કરી શકે છે અને આકર્ષક વ્યાજ દરોનો લાભ મેળવી શકે છે. બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝિટ CRISIL ના AAA/સ્થિર રેટિંગ અને [ICRA]AAA(સ્થિર) રેટિંગ સાથે સૌથી વધુ સ્થિરતા રેટિંગ ધરાવે છે જે રોકાણકારો માટે સૌથી સુરક્ષિત રોકાણ વિકલ્પોમાંથી એક ઓફર કરે છે.