મર્સિડીઝ-બેન્ઝે ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક Mercedes-Maybach પ્રસ્તુત કરી

મુંબઇ, 6 ઓક્ટોબરઃ લક્ઝરી કાર ઉત્પાદક કંપની મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયાએ નવી Mercedes-Maybach S 580e લૉંચ કરી છે, જે ભારતમાં Mercedes-Maybachની સૌપ્રથમ ઇલેક્ટ્રિક  કાર છે, જે Maybachની સદાબહાર ભવ્યતા અને આગામી પેઢીની ઇલેક્ટ્રિક મોબિલિટીની આધુનિકતાનો શ્રેષ્ઠ સમન્વય છે. Mercedes-Maybach S 580e ઇલેક્ટ્રિક ડ્રાઇવિંગની શાંતિ અને ઇન્ટરનલ કમ્બશ્ચન એન્જિનની શાનદાર રેન્જ અને સુવિધાનો વિશિષ્ટ સમન્વય ધરાવે છે, જે કોઈ પણ પ્રકારની સમજૂતી વિના અજોડ લક્ઝરી અનુભવ આપે છે.

લક્ઝરી અને આધુનિકતા : ફર્સ્ટ ક્લાસ રિઅર કમ્પાર્ટમેન્ટ  : ભારત માટે ખાસ બનેલી Mercedes-Maybach S 580e વિશિષ્ટ રીતે શાનદાર ચાર-સીટ ધરાવતી ફર્સ્ટ ક્લાસ રિઅર કન્ફિગરેશનમાં આવે છે, જે કેબિનને એક આલિશાન પ્રાઇવેટ લાઉન્જમાં બદલે છે.

Burmester® હાઈ-એન્ડ 4D સરાઉન્ડ સાઉન્ડ Burmester® હાઈ-એન્ડ 4D સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ 31 સ્પીકર, આઠ એક્સાઇટર અને 1,610 વોટ આઉટપુટની સાથે કારની અંદર શ્રેષ્ઠ અનુભવ આપે છે.

ઇલેક્ટ્રિફાઇડ લક્ઝરીના નવા ધારાધોરણો : Mercedes-Maybach S 580eનું હાર્દ 4MATICની સાથે અત્યાધુનિક છ-સિલિન્ડર પ્લગ-ઇન હાઇબ્રિડ પાવરટ્રેન છે, જે શાનદાર 585 hp અને 750 Nm પાવર અને ટોર્ક આપે છે.

98 કિલોમીટરની WLTP ઇલેક્ટ્રિક રેન્જ:   Mercedes-Maybach S 580eમાં લગભગ શાંત ઇલેક્ટ્રિક મોબિલિટી અને લાંબા અંતર સુધી સરળતાપૂર્વક ચલાવવાની સુવિધાનો સમન્વય થયો છે. આ WLTP-સર્ટિફાઇડ 98 કિલોમીટર સુધીની ઇલેક્ટ્રિક રેન્જ આપે છે, જે અત્યાધુનિક રિક્યૂપરેશન સાથે વાસ્તવિક દુનિયામાં 100 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જમાં બદલી શકે છે.

11 kW AC અને 60 kW DC સુધી ચાર્જિંગ Mercedes-Maybach S 580eમાં સરળતાપૂર્વક ચાર્જિંગની સુવિધા મળે છે, જેમાં 11 kW AC ઓનબોર્ડ ચાર્જર અને 60 kW DC ફાસ્ટ-ચાર્જિંગ ક્ષમતા છે. ઘરે આખી રાત રિચાર્જિંગ કે લાંબી સફરમાં ટોપિંગ અપ કરાવો, પ્લન-ઇન હાઇબ્રિડ લક્ઝરી લિમોસિન સાતત્ય ઇલેક્ટ્રિફાઇડ મોબિલિટી સુનિશ્ચિત કરે છે.

MB.CHARGE અને અકાઉસ્ટિક પ્રેઝન્સ ઇન્ડિકેટર Mercedes-Maybach S 580e MB.CHARGE પબ્લિક સ્ટેશન સાથે રોજિંદા સુવિધાને શ્રેષ્ઠ બનાવે છે, જેથી સક્ષમ પબ્લિક ચાર્જિંગ માળખા સુધી પહોંચ સરળ થઈ શકે છે. અકાઉસ્ટિક પ્રેઝન્સ ઇન્ડિકેટર સલામતીને વધુ વધારે છે.

15 એરબેગ સાથે PRE-SAFE® Mercedes-Maybach S 580e પોતાના સેગમેન્ટમાં સલામતી અને પ્રવાસીઓની સલામતી સાથે સંબંધિત સર્વશ્રેષ્ઠ ટેકનોલોજીઓમાંથી એક આપે છે. PRE-SAFE® ઇમ્પલ્સ અને PRE-SAFE® ઇમ્પલ્સ સાઇડ જેવી અત્યાધુનિક સિસ્ટમ સંભવિત સંઘર્ષ અગાઉ પ્રવાસીઓને તૈયાર કરી દે છે, તો સેન્ટર એરબેગ, રિઅર સાઇડ એરબેગ, રિઅર ટ્યૂબલર ફ્રન્ટ પ્રોટેક્શન એરબેગ અને બેલ્ગ બેગ એક સંપૂર્ણ સલામતી વ્યવસ્થા તમામ પ્રવાસીઓની સુરક્ષાને વધારે શ્રેષ્ઠ બનાવે છે.

ટેકનિકલ ખાસિયતો : Mercedes-Maybach S 580 e:

ખાસિયતોMercedes-Maybach S 580 e
એન્જિન3.0L Petrol PHEV with 4MATIC
કમ્બશ્ચન એન્જિન આઉટપુટ443 hp | 560 Nm
ડ્રાઇવ સિસ્ટમ4X4 (AWD)
ઇલેક્ટ્રિક મોટર આઉટપુટ160 hp | 480 Nm
સિસ્ટમ આઉટપુટ (કમ્બાઇન્ડ)585 hp, 750 Nm
ટ્રાન્સમિશન9G TRONIC
બેટરીની ક્ષમતા22 kWh યુઝેબલ
પ્યોર ઇલેક્ટ્રિક રેન્જ (WLTP)~100 કિલોમીટર
0–100 km/h4.8 સેકન્ડ
ટોપ સ્પીડ250 km/h (ઇલેક્ટ્રોનિકલી લિમિટેડ)
સસ્પેન્શનક્લાઉડ આધારિત એરમેટિક

*ઇલેક્ટ્રિક રેન્જ WLTP છે વાસ્તવિક રેન્જ ડ્રાઇવિંગની સ્થિતિ, તાપમાન અને વપરાશને આધારે અલગ-અલગ હોઈ શકે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)