અદાણી ગ્રીન એનર્જીનું વાર્ષિક ધોરણે ઊર્જા વેચાણ ૩૨% વધી ૨૫.૮ અબજ યુનિટ: પ્રથમ 6 માસમાં EBITDA ૪૧% વધીને રૂ. ૭૯૫૭ કરોડ
અમદાવાદ, 22 ઓક્ટોબર ૨૦૨૬: રીન્યુએબલ ઉર્જા ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતી ભારતની સૌથી મોટી અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા સમયગાળાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે.
તદનુસાર બીજા ત્રિમાસિકમાં એબિડટા ૫૧% વધી રૂ. ૩,૮૩૫ કરોડ નોંધાઇ છે. નાણા વર્ષ-૨૭ના પહેલા છ માસમાં કાર્યકારી ક્ષમતા ૨૦.૮ ગીગાવોટ વધી છે જે વાર્ષિક ધોરણે ૨૪%નો વધારો દર્શાવે છે. આ ગાળામાં બેટરી એનર્જી સ્ટોરેજની ક્ષમતા ૩.૦૮ GWh2 વધારા સાથે, ૬.૬૩ GWh2ની સંચિત ક્ષમતા ભારતની કાર્યકારી ક્ષમતાનો ૫૦% થી વધુ હિસ્સો ધરાવે છે.
આવક અને એબિડટામાં થયેલી નોંધપાત્ર વૃદ્ધિ પાછળ સતત ક્ષમતા વિસ્તરણ, રીન્યુએબલ એનર્જીની અદ્યતન તકનીકોનો ઉપયોગ અને કંપનીના મજબૂત સંચાલન જેવા પરિબળોને આભારી છે. પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વાર્ષિક ધોરણે ઊર્જાના વેચાણમાં ૩૨% નો વધારા સાથે તે ૨૫,૭૪૭ મિલિયન યુનિટ્સ પહોંચ્યું છે. આ વૃદ્ધિને ૪,૦૮૩ મેગાવોટની મજબૂત ક્ષમતા ઉમેરાનો ટેકો મળ્યો છે, જે વાર્ષિક ધોરણે ૨૪% નો વધારો દર્શાવે છે. જ્યારે બીજા ત્રિમાસીમાં વાર્ષિક ધોરણે વેચાણ ૩૩% વધીને ૧૨,૦૯૦ મિલિયન યુનિટ થયું છે.
પ્રથમ છમાસિક ગાળામાં વીજ પુરવઠામાંથી વાર્ષિક ધોરણે આવક ૩૬% વધીને રૂ. ૮,૨૯૯ કરોડ અને બીજા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે આવક ૪૫% વધીને રૂ. ૪,૦૧૯ કરોડ થઈ છે. સમાન ગાળામાં વીજ પુરવઠામાંથી એબિડટા વાર્ષિક ધોરણે ૪૧% વધીને રૂ. ૭,૯૫૭ કરોડ અને બીજા ત્રિમાસિકમાં ૫૧% વધીને રૂ. ૩,૮૩૫ કરોડ પ્રાપ્ત થયો છે..
પ્રથમ છમાસિકમાં વાર્ષિક ધોરણે રોકડ નફો ૩૫% વધીને રૂ. ૪,૧૭૬ કરોડ થયો અને બીજા ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે ૪૫% વધીને રૂ. ૧,૯૫૧ કરોડ થયો છે.
પ્રથમ છમાસિક ગાળામાં કેપેક્ષ રૂ. ૧૭,૧૬૦ કરોડ નોંધાતા તે વાર્ષિક ધોરણે ૩૮%નો વધારો દર્શાવે છે; ‘નેટ ડેટ ટુ રન-રેટ EBITDA’ ૫.૬ ગણો રહ્યો છે.
અદાણી ગ્રીન એનર્જીના સીઈઓ આશિષ ખન્નાએ જણાવ્યું હતું કે નાણા વર્ષના પહેલા છ માસમાં અમારો ઓપરેશનલ રિન્યુએબલ ઉર્જા પોર્ટફોલિયો વાર્ષિક ધોરણે ૨૪% વધીને ૨૦.૮ ગીગાવોટ થયો છે અને ઉર્જા વેચાણ ૩૨% વધ્યું છે. જે અમારા સૌર, પવન અને હાઇબ્રિડ સંપત્તિઓમાં મજબૂત ઓપરેટિંગ પ્રદર્શનને ટેકો આપે છે.
ત્રિમાસિક ગાળા દરમિયાન ઉર્જા વેચાણ વાર્ષિક ધોરણે ૩૩% વધ્યું અને વીજ પુરવઠામાંથી વાર્ષિક ધોરણે આવક ૪૫% વધીને રૂ. ૪,૦૧૯ કરોડ થઈ હતી. વીજ પુરવઠામાંથી વાર્ષિક ધોરણે એબિડટા ૫૧% વધ્યો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
