• 95ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 300ના મથાળે લિસ્ટેડ
  • માત્ર 9 દિવસમાં રૂ. 1.14 લાખનું રોકાણ 2, 67,90,000 થયું

અમદાવાદઃ સર્ટિફાઈડ ટ્રસ્ટેડ પાર્ટનર નેટવર્ક કંપની ફેન્ટમ ડિજિટલ ઈફેક્ટ્સ લિ. (Phantom Digital Effects Limited)ના આઈપીઓનું આજે એનએસઈ ઈમર્જ ખાતે રૂ. 95ની ઈશ્યૂ પ્રાઈઝ સામે 215.79 ટકા પ્રિમિયમ એટલેકે રૂ. 300ના ભાવે લિસ્ટિંગ થતાં રોકાણકારો માલામાલ થઇ ગયા છે. જે રોકાણકારે રૂ. 1.14 લાખની અરજી કરી હોય તેનું મૂલ્ય લિસ્ટિંગ સમયે રૂ. 2, 67,90,000 થઇ ગયું છે. કંપનીએ આઈપીઓ મારફત રૂ. 29 કરોડ એકત્ર કર્યા હતા. આઈપીઓ રિટેલ 207.08 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે કુલ 164.22 ગણો ભરાયો હતો.

ફેન્ટમ ડિજિટલ ઈફેક્ટ્સઃ આઈપીઓ લિસ્ટિંગ એટ એ ગ્લાન્સ

વિગતરકમ
ઈશ્યૂ સાઈઝરૂ. 29.10 કરોડ
ઈશ્યૂ પ્રાઈઝરૂ. 95
લિસ્ટિંગરૂ. 300
લિસ્ટિંગ ગેઈન215 ટકા
બંધ315
રિટર્ન231.58 ટકા

રિટેલ રોકાણકાર મહત્તમ 1 એપ્લિકેશન કરવા સક્ષમ હતો. જેમાં માર્કેટ લોટ 1200 શેર્સ માટે રૂ. 1,14,000નુ રોકાણ કરવાનું હતુ. ઇશ્યૂ 12 ઓક્ટોબરે ખૂલ્યા બાદથી નવ દિવસે લિસ્ટિંગ સાથે રોકાણકારો લાખોપતિ બન્યા હતા. જેમાં રોકાણકારની મૂડી વધી 26,790,000 થઈ હતી. ચેન્નઈ સ્થિત 2016માં સ્થાપિત કંપની અમેરિકા અને કેનેડામાં VFX સ્ટુડિયો ઓફિસનું સંચાલન કરે છે. જે 3ડી ઈફેસ્ટ્, ફોટોરિઅલ ક્રિએચર્સ, એન્વારમેન્ટ્સ, રીગ-વાયર રિમુવલ, પેઈન્ટ ક્લિનઅપ, રોટોસ્કોપી, 3ડીમેચમુવ, 3ડી એનિમેશન સહિતની સેવાઓ પ્રદાન કરે છે.