માર્કેટ લેન્સઃ NIFTY માટે 23500નું ક્લોઝિંગ લેવલ માર્કેટની આગળની ચાલ નક્કી કરશે

NIFTY 23,500ના લેવલે રહેલા તાત્કાલિક રેઝિસ્ટન્સને પાર કરી શકે છે અને 23,600ની ઉપર મજબૂત રીતે આગળ વધીને 9 સપ્ટેમ્બરના રોજ બનેલા બેરિશ ગેપને ભરવાનો પ્રયાસ કરી શકે છે. જો કે, આ તેજીની ગતિ જાળવી રાખવા માટે NIFTY 23,300–23,200ના લેવલને સપોર્ટ તરીકે જાળવી રાખવું જરૂરી રહેશે તેવું ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે

STOCKS TO WATCH:Tata Power, Godrej Properties, NALCO, PFC, UltraTech, Adani Ports, ITC, NALCO, KEC International, GSFC, Trident, Marico, Akums Drugs, Granules India, PTC India, RIL, JIO PLATFORM, JIO FINANCE

અમદાવાદ, 3 નવેમ્બરઃ પ્રાઈમરી માર્કેટ, બુલિયન, ક્રૂડ, કરન્સી સહિતના અન્ય માર્કેટ્સમાં શરૂ થયેલી શિયાળાની ગુલાબી ઠંડી જેવી સુસ્તીના કારણે સેકન્ડરી માર્કેટમાં ગરમાવો આવી રહ્યો છે. તેના કારણે જ NIFTY તેની મહત્વની 23500 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરવા થનગની રહ્યો છે.

ટેકનિકલી ડેઇલી ચાર્ટ પર 23,175ના મુખ્ય સ્વિંગ હાઈ લેવલને સફળતાપૂર્વક પાર કર્યા બાદ, NIFTY મજબૂત તેજીની ગતિ દર્શાવી રહ્યો છે. NIFTY હવે 23,450ના મહત્વપૂર્ણ લેવલની બિલકુલ નીચે બંધ થયો છે, જે સૂચવે છે કે ખરીદીનો રસ હજુ પણ મજબૂત છે.

મોમેન્ટમ ઇન્ડિકેટર્સ પણ આ પોઝિટિવ ટ્રેન્ડને સમર્થન આપી રહ્યા છે. ડેઇલી RSI 61ના લેવલે છે, જે મહત્વપૂર્ણ 50ના લેવલથી ઘણો ઉપર છે અને બજારની આંતરિક મજબૂતીમાં સુધારો સૂચવે છે. તે જ સમયે, અવરલી RSI ફરીથી 70 ના લેવલ પર પહોંચી ગયો છે, જે ટૂંકા ગાળા માટે મજબૂત તેજીની ગતિ દર્શાવે છે.

NIFTY શોર્ટટર્મ ચાલ દરમિયાન  23,477 થી 23,783 ના લેવલ તરફ આગળ વધી શકે છે તેવું બજાર પંડિતોનું માનવું છે. નીચેની તરફ, 23,100 – 23,150નું લેવલ પ્રથમ સપોર્ટ ઝોન તરીકે કામ કરશે. આ ઉપરાંત, 22,800 – 22,850ની આસપાસ એક મજબૂત બેઝ પણ રચાયો છે. જ્યાં સુધી NIFTY 22,800ની ઉપર ટકી રહે છે, ત્યાં સુધી બજારમાં તેજી વાળાનું નિયંત્રણ જળવાઈ રહેશે.

Bank Niftyમાં રિકવરી ચાલુ રહી છે, પરંતુ તે NIFTYની સરખામણીમાં પ્રમાણમાં નબળી રહી છે. બેંકિંગ શેરોમાં ખરીદી જોવા મળી હોવા છતાં, બેન્ક NIFTYને 55,000–55,100ના સાયકોલોજિકલ ઝોન પાસે રેઝિસ્ટન્સનો સામનો કરવો પડી રહ્યો છે. આ લેવલની ઉપર નિર્ણાયક રીતે આગળ વધવામાં નિષ્ફળતા એ દર્શાવે છે કે ઊંચા લેવલ્સ પર હજુ પણ વેચાણનું દબાણ યથાવત છે.

જો બેન્ક NIFTY 54,000ની નીચે સતત ટકી રહે છે, તો વેચાણનું દબાણ વધી શકે છે અને તે 53,500 તથા 53,000ના લેવલ તરફ નીચે આવી શકે છે. ઉપરની તરફ, 55,100નું લેવલ તાત્કાલિક રેઝિસ્ટન્સ છે, ત્યારબાદ 56,000નું લેવલ આવે છે. 55,000 પછી 56,000 સ્ટ્રાઈક પર સૌથી વધુ કોલ બેઝ છે.

Results Today:SBI, Bajaj Finserv, BLS INTER, NSE, Lupin, Authum Investment, Anthem Biosciences, Awfis Space, Bajaj Holdings, Bata India, Clean Max, Dhoot Transmission, Emcure Pharmaceuticals, Endurance Technologies, Fractal Analytics, Graphite India, GSPL Transmission, INOX India, Lloyds Metals, MCX, Metropolis Healthcare, Mahanagar Gas, Manipal Payment, Metropolis Healthcare, Mahanagar Gas, Manipal Payment, UtkarshSFBank
Mainboard ListingSFC Environmental Technologies, BLS Polymers
SME ListingWiscon Industries
Stocks Trade Ex-DividendInfosys, Gravita India, Mazagon Dock, R R Kabel, Sasken Technologies
Stock Trades Ex-Date for Income DistributionIRB InvIT Fund
Stocks in F&O BanKaynes Technology, SAIL

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)