એન્જલ વન દેશની બીજી સૌથી મોટી સ્ટોક બ્રોકિંગ કંપની બની
અમદાવાદ, 7 નવેમ્બર: એન્જલ વન લિમિટેડ એ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના તાજેતરના રિપોર્ટ 1C અનુસાર, સક્રિય ગ્રાહકોની સંખ્યાની દૃષ્ટિએ કંપની દેશની બીજી સૌથી મોટી સ્ટોક બ્રોકિંગ કંપની બની છે. કંપનીના સક્રિય ગ્રાહકોની સંખ્યા 69.98 લાખ પર પહોંચી છે, જે એક્સચેન્જ પર નોંધાયેલા તમામ બ્રોકર્સના કુલ 4.67 કરોડ સક્રિય ગ્રાહકોમાં 14.97 ટકાનો હિસ્સો ધરાવે છે.
એન્જલ વને માત્ર ઑક્ટોબર મહિનામાં જ NSE પર ચોખ્ખા ધોરણે 2.43 લાખ સક્રિય ગ્રાહકો ઉમેર્યા છે. કંપનીનો કુલ ગ્રાહકવર્ગ વધીને 4.06 કરોડ થયો છે, જે વાર્ષિક ધોરણે 17.4 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ ઉપરાંત, નવા ગ્રાહકોનો કુલ ઉમેરો 9 મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચીને 6.6 લાખ નોંધાયો છે. ટ્રેડિંગ પ્રવૃત્તિમાં પણ વધારો જોવા મળ્યો છે. દૈનિક સરેરાશ ઓર્ડરની સંખ્યા માસિક ધોરણે 19.6 ટકા વધીને 69.7 લાખ થઈ છે.
ત્રિમાસિક ગાળા દરમિયાન એન્જલ વને અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીએ 11.6 ટકાના વધારા સાથે આશરે 15 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા હતા. આ સાથે સપ્ટેમ્બર સુધીમાં કંપનીનો કુલ ગ્રાહકવર્ગ વધીને 3.99 કરોડ થયો હતો, જે ઑક્ટોબરમાં 4 કરોડને પાર કરી ગયો હતો. કંપનીનો વેલ્થ મેનેજમેન્ટ બિઝનેસ પણ સતત વિસ્તરી રહ્યો છે. આ વિભાગ હેઠળની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM)માં ત્રિમાસિક ધોરણે 19.1 ટકા અને વાર્ષિક ધોરણે 160.5 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે, જેની સાથે AUM વધીને રૂ. 16,000 કરોડ થઈ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)

