પોખરણ ટેસ્ટ રેન્જમાં અદાણી ડિફેન્સ દ્વારા ચાર એન્ટી-ટેન્ક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ
પોખરણ (રાજસ્થાન), 23 નવેમ્બર: અદાણી સમૂહની મુખ્ય સંરક્ષણ અને એરોસ્પેસ કંપની અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે, રાજસ્થાનના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે વાહન-માઉન્ટેડ એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ બગીરા AT1 નું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું હતું.
આ કાર્યક્રમમાં એક બખ્તરબંધ વાહનનું પ્રતિનિધિત્વ કરતા લક્ષ્ય સામે દિવસ અને રાતની લડાઈઓ, ફાયરિંગ અને વિસ્તૃત રેન્જ પર હવાઈ લક્ષ્ય જોડાણને માન્ય રાખતી એક જ બીમ સાથે બે-મિસાઇલ ટેન્ડમ ફાયરિંગ, જે કર્યા બાદ સંપૂર્ણ સિસ્ટમનું સ્ટેટિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
૨૦મી નવેમ્બરે પોખરણના નો કોસ્ટ નો કમિટમેન્ટ પ્રદર્શનને ભારતીય સેના, લશ્કરી બાબતોના વિભાગ અને સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ પ્રતિનિધિઓએ નિહાળ્યું હતું.
ડિઝાઇન અને વિકાસ માટે કરેલી દોઢ વર્ષની મહેનતના પરિણામે ભારતીય રણભૂમિ માટે બગીરા AT1 બન્યું છે. આ દરમિયાન અદાણી ડિફેન્સે ભારતીય ભૂપ્રદેશ, આબોહવા અને ઓપરેશનલ જરૂરિયાતો માટે મિસાઇલ સિસ્ટમને કસ્ટમાઇઝ કરવાની ફળશ્રુતિરુપે રાત દિન સ્થળોને આવરી લેતી મિસાઇલ, ઓટોમેટેડ લોન્ચર એક સંપૂર્ણ લડાઇ પ્રણાલી તૈયાર થઇ છે, જે અદાણી ડિફેન્સ દ્વારા ડિઝાઇન કરાયેલ ૪x૪ હાઇ-મોબિલિટી આર્મર્ડ વાહન પર બેસાડવામાં આવેલ છે. જમીન-આધારિત એન્ટિ-ટેન્ક મિસાઇલની આશરે ૪ કિમી રેન્જ કરતા બમણી તેની સ્ટેન્ડ ઓફ રીચ ૮ કિમી સુધી બખ્તરને જોડે છે.
ઓટોમેટેડ લોન્ચર પર ૪ રેડી-ટુ-ફાયર મિસાઇલો અને બોર્ડ પર ૮ રીલોડ, જે પ્રતિ વાહન ૧૨ મિસાઇલોની કુલ ક્ષમતા પૂરી પાડે છે. ચોવીસ કલાક ઓટોમેટેડ ટાર્ગેટ ટ્રેકિંગ સાથે ઇન્ટિગ્રેટેડ ડે ટેલિવિઝન અને થર્મલ-ઇમેજિંગ સાઇટ્સ છે. દુશ્મનની ગોળીબારીના સંપર્કને ઘટાડવા માટે ક્રૂ કવર ઉપરથી કામ કરી ઝડપથી સ્થળાંતર કરી આ સિસ્ટમ વિસ્તૃત રેન્જ પર હવાઈ લક્ષ્યો પર પણ કામ કરી શકે છે.
ગત ૨૫-૨૬ના નાણાકીય વર્ષમાં ભારતનું સંરક્ષણ ઉત્પાદન વિક્રમરુપ રુ.૧.૭૮ લાખ કરોડે પહોંચ્યું છે તેમાં ખાનગી ક્ષેત્રનો હિસ્સો અગાઉના એક વર્ષમાં ૨૨ ટકાથી વધીને રુ.૪૨,૦૦૦ કરોડ થયો હતો અને સંરક્ષણ નિકાસ રુ.૩૮,૪૨૪ કરોડના વિક્રમ સ્તરે સુધી પહોંચી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)

